Tarak dave

Comedy

2  

Tarak dave

Comedy

ઉપર ઊઠવાની મુસીબત

ઉપર ઊઠવાની મુસીબત

2 mins
7.3K


આપણે વર્ષોથી ટ્રેનના સેકન્ડ ક્લાસમાંને બસમાં મુસાફરીઓ કરેલ છે તો મારું માનવું એટલું જ કે તેઓએ પ્લેનમાં મુસાફરી ન કરવી. ટ્રેન કે બસમાં એક વ્યક્તિને મૂકવાના બહાને ચાર લોકો આવી જાયને એમાં ડબ્બાને તો પોતાનું ઘર સમજી બેસે ને બસમાં તો જેને જવાનું હોય એના પહેલા બીજા ચડી જાય ને જગ્યા રોકી લે.

બસમાંને ટ્રેનમાં આપડને માવાની પિચકારી મારવાની આદત હોય ને પ્લેનમાં બેસવાનું કહે. પેલામાં તો બારીમાંથી પતલી પીચકારીની ધાર થાય મારા વહેલા પણ સાલું પ્લેનની બારી તો બંધ આવે. એમાં પણ મૂવી જોવા ગયા હોય ને સીટો ગોઠવેલ હોય તેમ તેની સીટો ને બધાના ડોકા પેપર કે લેપટોપ કે મોબાઈલમાં નમેલા હોય. ત્યારે જ ભાવહીન સુંદરીઓ કે જેને આપણે ઐરહોસ્ટેજ કહીએ તેમને ધીરેકથી પેપર કે મોબાઈલ કે લેપટોપમાંથી ડોકું ઊંચું કરી જોઈલે.

ટ્રેન કે બસમાં તો ચા વારો કે સિંઘચના વારો આંટા માર્યા કરે ને તેની ચૂસકી લેવાનો આનંદ જ અલગ હોય... જ્યારે પ્લેનમાં તો પેલી ચા તો આપે પણ આખું ગામ ચા પીવે એટલા રૂપિયામાં એક અડધો કપ મળે. તો પણ પેલો પ્લેનમાં બેસવાનો ઉત્સાહ આપણી વિચારશક્તિ ઓછી કરી દે છે. જ્યારે ટ્રેન કે બસમાં આપણી ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી જાય. ભલેને ટ્રેન પણ વિદેશી લોકોની દેન છે પણ આપડે તેનું ભરતીયકરણ કરી નાખ્યું છે. ઘણા લોકોના ઘર જ ટ્રેનના ડબ્બા જેવડા હોય છે એટલે તેઓને ફરક જ નથી લાગતો ને મુસાફરીની લિજ્જત માણતા હોય છે. તમે જ્યારે ટ્રેનમાંથી ઉતરતા હોવ ત્યારે ઉતરવા વારાને ચઢવા વારા ઉતરવા ના દે, કુલી ઉતરવા ન દેતો હોય તો ટીસી તમને જાવા ન દેતો હોય.

આ બધી શક્તિઓ તમારાના જાવા દેવાના વિરોધમાં હોય ત્યારે બીજી બાજુ પ્લેનની સુંદરીઓ સ્માઈલ આપીને બાય બાય કરતી હોય જાણે કે આપડે એમને અંદર બોર કરતા હતા. આવું તો કાંઈ હોય ભલા માણસ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy