Tarak dave

Inspirational Others

3  

Tarak dave

Inspirational Others

જિંદગી

જિંદગી

2 mins
7.4K


વ્હોટ ઇસ લાઈફ ?

કોલેજ લાઈફ :

આમ તો બન્ક જ મારતા પણ ક્યારેક લેકચર ભરી લેતા ને એમા પણ લોડ ના આવી જાય એના માટે મારા ફ્રેન્ડસ હમેશા મારા સાથી બનતા

લેકચરમાં કરેલા અમુક કલર હજી પણ યાદ છે ને લેકચર ના ભરવા હોય તો એમ વિચારી લેતા કે એસ.પી.એલ અથવા સી.પી.એલ.થી કઈ ફેર ના પડે, પ્રેક્ટીકલ નોલેજ હોવું જોઈએ

નવું સેમિસ્ટર ચાલુ થાય એટલે એમ થતું હતું કે લાસ્ટ સેમિસ્ટરમાં તો કંઈજ ના કર્યું આ વખતે કંઈક કરવું પડશે. ટાઇમ ટેબલ આવી જતું પણ કદી યાદ રાખવાનો કષ્ટ નથી કર્યો ને રોલ નંબર પણ પૂરો યાદ રે'તા અડધું સેમિસ્ટર જતું રેહતું. ટાઇમપાસ કરતા કરતા તો મીડ-સેમ પણ પૂરી થઇ જતીને સબમીશન અને વાઈવા પણ પતી જતાને ફાઈનલ

એક્ઝામનું ટાઇમ ટેબલ પણ આવી જતું .

પણ આપણુ રિઅલ વેકેશન તો રીડીંગ વેકેશન જ હોતું. એકલા કે ભેગા થઈને, ગમે તે રીતે વાંચવાનો ગંભીર પ્રયત્ન કરતા પણ પ્રેમથી નિષ્ફળ જ થતા એક્ઝામની આગલી રાતે તો આંટા આવી જતા, એમાં પણ કોઈ ફ્રેન્ડ કોઈ આઈ.એમ.,પી. ક્વેક્ચન શીખવાડી દે તો તો એ આપણો હીરો બની જતો જો એક્ઝામ પોસ્ટપોન થતી અથવા અફવા પણ ઉડતી તો ફોર્મ માં આવી જતા.

એક્ઝામ ટાઇમમાં જ વોટ્સએપ ને ફેસબુકનોઉપયોગવધી જતો.

આંખમાં ઊંઘ ભરીને એક્ઝામl જતા ને ક્વેક્ચનનો આન્સર આવડે કે ના આવડે પણ લખીને આવતા. કોઈ એક્સ્ટ્રા સપ્લીમેન્ટરી લે તો એમ થતું કે સાલું આટલું બધું શું લખતા હશે !

ઘરે જઈને પછી આરામ કરવાનોને આ પ્રોસેસ આખી એક્ઝામમાં રીપીટ થતી . અચાનક કોઈ એમ કઈ દેતું કે, ' Result આવી ગયું '

તો હૃદય એક બીટ ચુકી જતું ! જો પાસ થઇ ગયા હોય તો પાગલ થઇ જતા અને કે.ટી. આવી હોય તો એમ થતું કે 'હમેશા સારા લોકો જોડે જ

કેમ આવું થતું હશે .' હવે આવું કઈ ફરી રીપીટ નહિ થાય !

ના કોઈ ડેસ હશે ના કોઈકલ્ચરલ ફેસ્ટ એન્જોય કરવા મળશે

ના દોસ્ત ના ટીફીન મળશે, ના canteen, ના મેગી, ના કોઈ હેંગઆઉટની જગ્યા એ બધા ફ્રેન્ડસ સાથે એન્જોય કરવા મળશે. એ બધા ક્લાસ, લેબ , ફેકલ્ટી, ફેકલ્ટીની ઓફીસ, બધા દોસ્ત હવે રોજ રોજ નહિ જોવા મળે. ના મીઠી તકરાર થશે ના મસ્તી થશે ! બસ આ ત્રણ વર્ષનું વેકેશન પૂરું થયું ! મારું નામ તારક છે ને આ ત્રણવર્ષ માં મેં

કદી સારા એસ.પી.એલ. નથી મળ્યા પણ એવા ફ્રેન્ડસ ને એવી યાદો મળી છે જે હું કદી નહિ ભૂલી શકું એના માટે હું કોલેજ લાઈફ સાથે

જોડાયેલા બધા નો આભારી છું. મારા માટે આ ત્રણ વર્ષ ખાલી કોલેજ લાઈફ ન'તી પણ એક 'ઝીંદગી' જેવું હતું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational