Tarak dave

Comedy Others

4.0  

Tarak dave

Comedy Others

શાસ્ત્રીજી

શાસ્ત્રીજી

3 mins
402


 રોજબરોજની જેમ આજે પણ હું નોકરી જવાનીકળ્યો. આમ તો ગાડી લઈને જ જાઉં પણ ગાડીને પાટા પીંડી કરવા તેના દવાખાને દાખલ કરેલી તો હવે એક જ વિકલ્પ 'સલામત સવારી એસ ટી અમારી.' સવારે ૮:૩૦ એ કલોલ જવાનું હોય બસમાં છેલ્લેથી બીજી સીટ પર ગોઠવાઈ ગયો..બસ તો ચિક્કાર ભરેલી હતી. એક પછી એક સ્ટેશન આવતા ગયા ને લોકો ઉતરતા- ચઢતા ગયા.

બસ માણસા બસ સ્ટેન્ડ પર પોહચી. મારા બાજુની સીટ ખાલી હતી તો એક ભાઈ આવી બેઠા ને બીજા માટે સીટ રોકી. આટલું જોયુ ને હું પાછો બારીમાંથી બહાર ફાફા મારવા લાગ્યો. અચાનક તરડાઈ ગયેલો પથ્થર જેવો અવાજ અચાનક મારા કાન પર વાગ્યો કે 'ઘરડા માણસ નથી દેખાતો ?' નજર ૯૦° ફેરવી જોયુ તો એક લગભગ ૭૦ વર્ષના દાદા કડક ઇસ્ત્રીદાર પેન્ટ શર્ટ, તાજી જ કરેલી બુટ ને પોલિશ, હાથમાં થેલો લઈ મારા બાજુની સીટવાળા ભાઈ ને કહી રહ્યા હતા. આટલું જોતા જ ખ્યાલ આવ્યો કે આ વંટોળ મારા તરફ આવી શકે છે જેથી હું હતો તે બાજુની સીટમાં રહેલી મારી બેગ ખોળામાં લઇ કાન મામાં ઈલેક્ટ્રોનિક ભુંગ્રા નાખી આંખો બંધ કરી સૂવાનો ઢોંગ કર્યો.

એટલામાં તો જાણે પત્થર આવી ધડામ દઈને પડ્યો હોય એવો એહસાસ થયો. જીણી આંખ ખોલી જોયું તો એ જ દાદા મારી બાજુમાં ગોઠવાયા. બસ ગામની બહાર નિકળી ને જાણે દાદા બા સાથે વાત કરવા માંડ્યા. હાશ. હજુનીકળે જ છે કે દાદાનો અવાજ પાછો કાનમાં ભટકાયો..''સાહેબ'.. બે પળ આ શબ્દ કાનને પચ્યો નહી. પછી જેમતેમ કરી પચ્યોને દાદાની વાત આગળ વધી, 'આ રોડ ૩ વર્ષ થી આવોજ છે' જાણે એમનું મન અને જીભ આ વાતથી સહેમત નહોતા. એમને તો વાત કરવી બીજી હતી. રોડ પ્રકરણ પરથી સીધા જે બાબત કરવી હતી તેના પર આવ્યા ને બોલ્યા. 'America's atmosphere is very good(અમેરિકાનું વાતાવરણ તો જોરદાર)' આટલું કહેતા બા પર અચાનક તાડુક્યા 'આના લીધે ૬ માસમાં પાછું આવુ પડ્યું ભત્રીજો તો કહેતો હતો કે મેડિકલ પ્રમાણપત્ર આપી તો બીજા ૬ માસના વિઝા મળી જાય. પણ આ બેનને છોકરા રહી જતા હતા' આટલું કહી મારા તરફ વળ્યા ને બોલ્યા 'હું અમેરિકામા કર્મકાંડ કરતો હતો ને (I earn 30000 dollar in six month)૬ માસમાં ૩૦૦૦૦ ડોલર કમાયો. ત્યાં એક શાસ્ત્રીની કેટલી ઈજ્જત' વાત વાતમાં ઇંગ્લિશ બોલતા જેથી મને લાગે કે તેઓ ખરેખર અમેરિકા જઈ આવ્યા છે. હજુ તો આ વાત ચાલતી હતી ને બા બોલી ઉઠ્યા કે પ્રીીીીતિતિતનો ફોન આવ્યો હતો કે બસ સ્ટેન્ડ આવી ફોન કરજો તો હું આવી લઈ..'

હજુ એમની વાત પૂરી થઈ નથી ને દાદા પાછા તાદુક્યા ને મારી બાજુ વળ્યાને બોલ્યા 'જમાઈ કહે માણસા આવી લઈ જાઉં અરે this young peopleને કોઈ કિંમત જ નથી ૫૦૦ રૂપિયાનું પેટ્રોલ બરે ને અમે આ બસમાં જઈએ છીએ તો ૨૮ રૂપિયા મા ત્યાં..હજુ આટલું કહ્યું તો પણ બીજું ૧૦૦નું પેટ્રોલ બારવું છે' આ સંભાળી બા બોલી ઉઠ્યા કે 'તેમની ફરજ નિભાવે છે ને તમે.' એટલામાં દાદા તેમની વાત કાપતા બોલ્યા 'tomorrow is my birthday and I am 72 years complete' જેવું ફાવ્યું તેવું અંગ્રેજી બોલતા હતા. 'કાલે બધા ભેગા થઈ they celebrate my birthday પણ આપણને આ બધું મા ગમે. I don't like. I will pay all expense હું બધું ચૂકવી દઈશ. માટે એમનો એક રૂપિયો ના જોવે' 

આ બધી રામાયણ પતી ત્યાં સુધી મને માથું હલાવતા સિવાય બીજો કોઈ જ તક ના આપી. હવે મારી કુંડળી કાઢવાનો સમય આવ્યો ને પૂછતાછ ચાલુ થઈ. હજુ બધું પૂછી સકતા ત્યાં તો કલોલ આવી ગયું. ઉતરતા - ઉતરતા બોલ્યા 'સાહેબ આપનો નંબર આપો આપને મળી ખૂબ આનંદ થયો' આ સાંભરી મને એમ થયું કે મારે કહેવું હતું એ વાક્ય એમને કહી દીધું. ફોન આવશે કે નહીં એ તો ખબર નઈ પણ મને લખવા માટે નું એક વિષય મળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy