Tarak dave

Inspirational

4  

Tarak dave

Inspirational

આધ્યાત્મ

આધ્યાત્મ

2 mins
14.1K


ભારત સદાય આધ્યાત્મ સાધનાની ભૂમિ રહેલ છે. ભારતીય સંસ્કૃતિની વિચારધારા આધ્યાત્મના રંગોથી રંગાયેલી છે. આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા જ ભારતે વિશ્વનું નેતૃત્વ કર્યું છે અને વિશ્વગુરુનું પદ પ્રાપ્ત કર્યું છે.

આપના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન એ.પી.જે. અબ્દુલ કલામ એ કહ્યું હતું કે દેશની પ્રગતિ માટે પાંચ વસ્તુ ઉપરાંત છઠી વસ્તુ આધ્યાત્મ રાખવું જોઈએ. તેના વગર દેશની પ્રગતિ અધૂરી છે.

સન ૨૦૧૨માં જયારે અમો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ લેવા સારંગપુર ગયેલા ત્યારે મેં પોતે મારી નજરો એ જોયેલ એક અનુભવ. તેને ચમત્કાર કહો કે બ્રહ્મ.

સવારથી વરસાદ પડે તેવું વાતાવરણ હતું કે હમણાં જ તૂટી પડશે. સાંજના છ વાગ્યા હતા. વાતાવરણ પણ ચોખ્ખું થઇ ગયું હતું. વરસાદ પડે તેવી કોઈ શક્યતા જ નહોતી. ભગવાનની મૂર્તિ પૂજાવિધિ માટે આવી પહોંચી હતી. હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના કક્ષ પાસેથી ચોખ્ખું પાણી લઇ સંતોને આપતો હતો. એટલામાં ભગવાન નિલકંઠવર્ણીની મૂર્તિ આવી ને જેવી તેને શુધ્ધ કરવા બહાર કાઢી જ છે ને અચાનક એક જ સેકન્ડમાં મુશરધાર વરસાદ ચાલુ થઈ ગયો ને નિલકંઠવર્ણીની મૂર્તિ ભીંજાઈ ગઈ ને પળવારમાં વરસાદ બંધ થઈ ગયો ને આકાશ પણ ચોખ્ખું થઇ ગયું. ત્યારબાદ એજ મૂર્તિની પ્રાણ પુરાવાની પૂજાવિધિ પૂજ્ય પ્રમુખસ્વામી એ કરી હતી.

ત્યારે એક પળ માટે જ બધું કાલ્પનિક હોય તેવું લાગી રહ્યું હતું. પણ આ હકીકત હતી. ત્યારે ખબર પડી કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બધું જ છે. ખાલી તમારી નજર હોવી જોઈએ.

એ.પી.જે.અબ્દુલ કલામ એ જે આધ્યાત્મ ઉમેરવાનું કીધું હતું તે પણ પૂજ્ય પ્રમુખસ્વામી જ કીધું હતું.

આધ્યાત્મ વગર બધું જ અધૂરું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational