"કુંદન" સપના નું ઘર
"કુંદન" સપના નું ઘર
શરૂઆત કયાથી કરુ સમજાતું નથી. પણ આપણે કોઇ સ્ટોરી કે મુવી ના જોતા હોય તેવુ ક્યારેક અસલ જીવનમા પણ બનતું હોય છે.
'સપના નુંં ઘર' દરેક વ્યક્તિનુંં સપનું હોય છે. નાનપણથી જ ઘરની પરિસ્થિતિ અને વાતાવરણથી વાકેફ હતો. ઘરના વાતાવરણ એ મને એટલી સમજ તો પાડી દીધી હતી કે આપણે ભણવું તો પડશે જ. હું વધારે ગભરાઈને ભણવા માંડ્યો પણ કરમ નો કાઠો હું પાસ તો થઇ જતો હતો પણ જે તે ઇચ્છતો તે મેળવી નહોતો શકતો.
જેમ જેમ દિવસો જતા ગયા તે કાચબા ગતિ એ આગળ વધતો ગયો. હમેશાં મારા પિતા બીજાની કંકોતરી બતાવતા ને કહેતા કે જો આના નામ પાછળ કેટકેટલી પદવી છે ને હું સપનાની દુનિયામા ખોવાઇ જતો ને ફરથી સપના પાછળ ભાગવા માડતો. હંમેશા મારા મગજ પર એક જ પંચ વાગતો કે આપણે પોતાનું ઘર નથી કે મિલકત પણ નથી તો જે કરવાનું તે મારે જ કરવાનું. માતા પિતા હમેશાં કહેતા કે 'તારક એટલે તારનાર'.
દિવસો જતા ગયા ને મે સ્નાતકની પદવી મેળવી લીધી પણ મારા મનમા તો આગળ વધવાની ઉત્સુકતા હોવાથી હું કંપની સેક્રેટરીની પદવી લેવા તરફ આગળ વધ્યો. હું પદવી પણ લઇ લેત પણ મારી પાસે સમયનો અભાવ હોવાથી તેને છોડીને હું નોકરી લાગ્યો પણ પિતા એ બતાવેલી કંકોતરી યાદ આવતી હતી ને મનમાથી સારી પદવી મેળવવાનો જે લક્ષ હતો તે કેમનો જાય.
નોકરીના એક વર્ષ બાદ બધુ સેટ થઇ ગયુ હતુંં તો ફરીથી માસ્ટરની પદવી લેવા શરૂઆત કરી. બધુ જ મસ્ત ચાલી રહ્યું હતુંં કે કંપનીની આર્થિક સ્થિતિ ગંભીર હોવાથી નોકરીમાંથી છૂટા કરવામા આવ્યા. ઘરની ગાડી પાછી પાટા પરથી ઉતરી ગઇ. જેમ તેમ કરીને બીજી નોકરી તો લાગ્યા પણ ઓછા પગારમા, કોલેજની ફી ના ભરી શક્યા ને પાછુ પદવી મેળવવાનું સપનું રોળાઇ ગયુ. હવે મનને મનાવીને આગળ તો વધવું જ રહ્યું.
દિવસો ગયા બધુ પાટા પર આવવા માંડ્યું, લગ્ન થઇ ગયા પણ સપનાનુંં ઘર તો બાકી જ હતુંં. હવે તો લગ્ન થયા, દબાણ વધવા માંડ્યુ. એક દિવસ મારા મમ્મીની વાત સાંભળી ગયો કે 'જ્યોતિષ ની વાત સાચી પડસે કે મારા રહેતા મારા દિકરાનું ઘર નહિ થાય'. બસ પછી શું? હું ઉપડી ગયો ને હવે તો જે થાય તે ઘર તો હું લઇશ પણ ઘર લેવા માટે રુપિયા તો હતા નહીં તો શું? હવે તો લોન લેવી જ રહી. લોન લેવાના ઉધામા ચાલુ થયા. તે સમય દરમિયાન 'થઇ જશે' મુવી આવેલુ ને તેમા તેના હીરો એ જે તકલીફ વેઠેલી તેવી જ તકલીફ પડી રહી હતી. ઘણીવાર આ દેખાવની દુનિયા જોઇ ને અંજાઈ જતો ને થતું કે મારા પિતા એ મારા માટે કઇજ ના કર્યુ, શું મારે જ બધુ કરવાનું? ફેમીલી મા બધા જ સુખી ને મારે જ બધુ સહન કરવાનું? પરંતું મારા માતા પિતા એ મારા માટે બહુ બધુ કર્યુ છે તે છે સારા 'સંસ્કાર'. જે લોહીમા હતા તે બોલી ઉઠતા કે તારે જ નથી કરવાનું પણ તારા જેવો ભાગ્યશાળી કોઇ નથી કે જેને કઇક કરવાનો અધિકાર મળ્યો છે, ખાવા માટે તૈયાર થાળી તો બધા ને મળે પણ જાતે જ થાળી તૈયાર કરવી તે કોઇક ના જ નસીબમા હોય છે.
આજે એ વાતનો ગર્વ થાય છે કે મને એવા માતા પિતા મળ્યા જેમને મારુ એવુ સિંચન કર્યુ કે આજે જે પણ હશે હું દુનિયાને કઇક કરી બતાવવા સક્ષમ બન્યો છું. આજે મારા માતા પિતા ગર્વ અનુભવી રહ્યા છે બસ આનાથી વધારે શું જોઇએ અને હા,જેમ તેમ કરી છેલ્લે સપનાનુંં ઘર "કુંદન" મળી ગયું.