સનાતન ધર્મ
સનાતન ધર્મ


ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગભાઈ પંડ્યા પંચાયત કચેરીએ બેઠા હતા ત્યારે ગામના 85 વર્ષના વૃદ્ધ ગાંડાભાઈ ખેંગારભાઈ ભરવાડ પંચાયત કચેરીએ આવ્યા. 85 વર્ષના આ અભણ દાદાને લોકડાઉનના સમયે પંચાયતમાં આવેલા જોઈને સરપંચને આશ્વર્ય થયું એમણે દાદાને કહ્યું, "અત્યારે ઘરમાં રહેવાનું છે તમે અહિયાં શુ કામ આવ્યા ?"
દાદાએ પોતાના ધ્રુજતા હાથે ગજવામાંથી 25000 રૂપિયા કાઢીને સરપંચને આપતા કહ્યું, "આ દેશ પર આપદા આવી પડી છે તે મારે મારી બચત વડાપ્રધાનને મોકલવી છે એ આપવા આવ્યો છું. મારી આ મરણમૂડી દેશ માટે ઉપયોગમાં આવે એનાથી રૂડું બીજું શું હોય." ગામડાના આ અભણ દાદાની દરિયાદીલી ત્યાં હાજર સૌ કોઈ જોઈ રહ્યા. સરપંચે ગ્રામ પંચાયત વતી દાદા પાસેથી આ રકમ સ્વીકારીને એને વંદન કર્યા અને બેંક મારફત રકમ વડાપ્રધાન ફંડમાં મોકલી આપી.
દાદાએ કહ્યું, "આ 21 દિવસ કતલખાના બંધ રહેશે એટલે કેટલા નિર્દોશ પશુઓ કપાતા બચી જશે. બસ મને એનો આનંદ છે કે લાખો અબોલ પશુઓ કપાતા બચી ગયા એટલે ખાસ આ રકમ આપવા આવ્યો છું."
એક તરફ આવી વિકટ પરિસ્થિતિનો ગેરલાભ લઈને પ્રજાને લૂંટનારા લોકો છે તો બીજી તરફ ગાંડાભાઈ ભરવાડ જેવા લોકો પણ છે.
આ તો એક નાનકડુ ઉદાહરણ છે. પણ સાહેબ આજે દુનિયા આખીય ને મારા દેશવાસીઓએ બતાવી દીધુ કે માનવતાનો મર્મ શું છે.
જ્યારે દુનિયા આખીએ તેમના દેશના નાગરીકોને સ્વિકાર્યા નહી ત્યારે મારા દેશે દોઢ મહિનામા પંદર લાખથી વધુ લોકો ને પોતાના વતન પાછા લાવ્યા....
અરે કોણ કહે છે કે મારો દેશ ગરીબ છે...અરે સાહેબ મારા દેશ જેટલા રૂપિયા કોઇની પાસે નથી....
ખાલી ને ખાલી વડાપ્રધાનના કેહવાથી દેશ આખાએ એટ એટલુ દાન દીધુ કે કોઇ દેશનું આખા વરસનું બજેટ હોય...
આટલી કપરી પરિસ્થિતીમા ..જ્યારે દેશ નું અર્થતંત્ર પડી ભાગ્યું હોય છતા 80 કરોડ લોકો ને રાશન પુરૂ પાડવું...તેમની રોજબરોજ ની જરુરિયાત પુરી કરવી... સ્વયંભુ લોકો જરુરિયાતમંદ લોકોની સેવામાં હાજર થઈ ગયા...
અરે સાહેબ અહિયા 4 વ્યક્તિ નું ઘર ચલાવવાના ફાંફા હોય છે.તો વિચાર કરો કે આમને તો 130 કરોડ લોકો ને સચવવાના છે.
વાત વાતમાં પોલિસ,ડૉક્ટર કે સફાઈ કામદાર ની મઝાક ઉડાવતા.. કેહ્તા કે પોલિસ નકામી છે...ભ્રષ્ટ છે..પણ આજે એ જ પોલિસ કોઇ પણ સંકોચ વિના આપણી સેવામાં છે....ડૉક્ટર ને ભગવાન કેહ્તા હતા....આજે એ કેહવત સાર્થક થઈ ....સફાઈ કામદાર જેને આપને પસંદ પણ ના કરીયે...નિમ્ન ગણીએ..એ સફાઈ કામદારના સફાઈ ના લીધે આપણે સ્વસ્થ છિયે.
એક વિદેશી ફિલોસોફર કે જે ભગવાન છે એ માનવા જ તૈયાર નઈ...એને ખબર પડી કે ભારત દેશ મા લોકો ને ભગવાન મા બહુ જ આસ્થા છે ..તો એણે વિચાર્યુ કે લાવો જઈ ને જોઉ તો હું.....તે ફિલોસોફર 2 વરસ ભારત મા ભ્રમણ કર્યુ ને તેના દેશ પાછા જઈ સીધો જ ચર્ચ મા પહોંચી ગયો...આ જોઇ ત્યા ના લોકો અચંબિત થઈ ગયા કે નાસ્તિક માણસ આસ્તિક કેમનો થયો?
તેને જ્યારે પુછવામાં આવ્યુ ત્યારે તેને કહ્યું કે ખરેખર ભારત ભગવાન ભરોસે ચાલે છે...ત્યાં કોઈ કોઈ નું નથી..ભાઇ ભાઇ નો....દિકરો બાપ નો પગ ખેચે છે..ભ્રષ્ટાચાર, અરાજકતા, જાત ના મતભેદ હોવા છતા દેશ પ્રગતિ કરી રહ્યો છે...આ બધુ કોઇક શક્તિ વગર શક્ય જ નથી.
એમ જ ભારત ને સનાતન ધર્મ વારો દેશ નથી કેહ્વાતો. જે લોકો મારા દેશ ની સંસ્કૃતિ ને ભ્રામક કેહ્તા હતા તે જ સંસ્કૃતિ આજે આ દુનિયા મા છવાયેલી મહામારી ને ઉગારી રહિ છે..
આજે દુનિયા શવ ને બાણી રહી છે..
આજે દુનિયા નમસ્તે કહી રહી છે...
આજે દુનિયા માંસાહાર છોડી રહી છે..
આજે દુનિયા નતમસ્તક થઈ ભારત ને દુનિયાનું પ્રતિનિધિત્વ કરવાનું કહી રહી છે.
આજે ભારત નો માનવતાનો મર્મ,સનાતન ધર્મ, આસ્થા દુનિયાએ સ્વીકાર્યો.