Tarak dave

Inspirational

2  

Tarak dave

Inspirational

રિવાજ - અવિભાજ્યથી વિભાજય

રિવાજ - અવિભાજ્યથી વિભાજય

1 min
1.7K


'રિવાજ' ભારતીય સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ...ભારત વિચિત્ર માન્યતા વાળો દેશ છે. પણ અહીં વિચિત્ર રિવાજની સાથે સાથે ઉલ્લાસ હોય છે તો ક્યાંક આસ્થાનો રંગ તો ક્યાંક પરંપરાનું ઓઢણ...

આજની અદ્યતન ભરી જિંદગીમાં વિભાજય બનીને રહી ગયેલ છે. ફેસિલિટીના નામે... આધુનિકતાના નામે દેખાડા શરૂ કરી સાચું મૂલ્ય ભૂલી બેઠા છે. રિવાજ ફક્ત સામાજિક પ્રસંગ પૂરતા જ રહી ગયા છે ને એ પણ ફક્ત દેખાવ જ...

આજની પેઢી ને અંધશ્રદ્ધાને અણસમજ ભર્યા લાગી રહેલ આ જ રિવાજ એ ક્યારેક આ દેશને 'સોને કી ચીડિયા' તરીકે ઓણખાવેલ... જો વિજ્ઞાનનું જોવા જઈએ તો રિવાજની પાછળ કંઈક ને કંઈક તારણ હોય જ છે..

રિવાજ તો ફક્ત નામ જ હતું પણ એ ભણ્યા વગરના સમજુ લોકોના કાયદા હતા કે જેને આ સમાજ અને દેશને સદી ઓ સુધી જોડી રાખ્યો.

અત્યારનો સમાજ પહેલાંની દ્રષ્ટિએ આટલો સાક્ષર, સભ્ય અને માહિતીપ્રદ બન્યો છે એનો શું મતલબ ?ખાલી રિવાજના નામે દેખાડો કરવાનો ?

વાહ આવો રિવાજ... વાહ આવો સમાજ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational