Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

BINAL PATEL

Drama Romance


3  

BINAL PATEL

Drama Romance


શમણું એક સોનેરી સાંજનું- ૯

શમણું એક સોનેરી સાંજનું- ૯

4 mins 663 4 mins 663

સોનેરી સાંજનો સૂરજ ઉગે એ પહેલા જ આથમી ગયો છે અને અમાસના અંધકારની જેમ ચારેઓરથી કાળા-ઘેરા વાદળોથી આખુંય વાતાવરણ પીંખાઈ ગયું છે. હજી સંજયને હોશ આવ્યો નથી. અંધકારને ચીરીને સૂર્યોદયની આપણે રાહ જોતા હોઈએ છે એમ આજે સંજયના હોશમાં આવવાથી જે ઉજિયારો આવવાનો છે એની વાટ બધા કાગડોળે જોઈ રહ્યા છે.

ડૉક્ટર્સ પોતાના કામે લાગી ગયા છે. સંજય સાથે એક નર્સ અને ડૉક્ટર હાજર જ રહે છે. વિનયભાઈની ઓળખાણના લીધે સંજયનું થોડું વધારે ચીવટતાતી ધ્યાન રખાઈ રહ્યું છે અને બસ આ કેસ સક્સેસ થાય એટલે બધાના મનની હણાઈ ગયેલી શાંતિ પછી આવે.

કેવી છે ને જિંદગી સાહેબ! ક્યાંથી ક્યાં લાવીને મૂકી દે એની કલ્પના પણ કરવી અઘરી થઇ જાય.

ક્યાં એમનો નાનકડો પરિવાર, એમાં હસતા ખેલતા લોકો અને સુખી કારોબાર સાથે તન-મન-ધનથી પવિત્ર માણસો અને નીરવ શાંતિની લહેર અને ક્યાં અત્યારની ગંભીર પરિસ્થિથી અને ગંભીર નિર્ણયો, અશાંતિ, ગભરામણ અને વિધાતા સામે વલખા મારતી જિંદગી.

વિનયભાઈ ઈશાની પાસે જઈને ઉભા રહ્યા.

'ઈશાની દીકરા, અહીંયા આવ બહાર લૉન માં. તારી સાથે થોડી વાત કરવી છે.', વિનયભાઈએ ઈશાનીને માથે હાથ મૂકતાં કહ્યું.

ઈશાની ગંભીર અને આશ્ચર્ય નજરે વિનયભાઈને જોવે છે અને આદર સાથે વિનયભાઈ એને લોનમા લઇ જાય છે.

'આવ બેટા, બેસ બાંકડે....તારી સાથે ઘણી મહત્વની વાતો કરવી છે. કદાચ આજે પહેલી વાર આપણે બંને આમ એકલા બેઠા છે. મને ખબર છે કે આ સમય નથી બધી વાતો કરવાનો પરંતુ આજે હું એક સસરા તરીકે નહિ પરંતુ એક બાપ એની દીકરીને કાંઈક હકથી કહી શકે એમ કાંઈક કહેવા માંગુ છું.', ઈશાની સામે જોઈને વિનયભાઈ બોલ્યા.

એમના શબ્દોમાં એમની લાગણીઓ ખુબ દેખાઈ રહી હતી અને એ કાંઈક મહત્વની વાતો કરવાના હશે એવી જાણ ઈશાનીને થઇ.

'પપ્પા, તમે શુ કહેવા માંગો છો??', ઈશાનીને આશ્ચર્ય સાથે પૂછ્યું.

જો દીકરા, હું સમજુ છું કે અત્યારે તું કઈ કશમકશમાંથી પસાર થઈ રહી છું અને એ પણ જાણું છું કે આ સમય આપણા બધા માટે ખૂબ કપરો સાબિત થયો છે. આપણે બધાએ સાથે રહીને આ સમય માટે બહાર આવવાનો પ્રયત્ન કરવાનો છે. સંજયને ભાન આવતા હવે વધારે વાર નહિ લાગે પરંતુ હ્દયનો હુમલો એ કોઈ નાની વાત નથી અને એ પણ આટલી નાની ઉંમરમાં. ડૉ. નીતિને મને એકાંતમાં બોલાવ્યો હતો અને પરિસ્થિથિથી વાકેફ કર્યો હતો. સંજયના હોશમાં આવ્યા પછી એના શારીરિક અને માનસિક બંનેમાં થોડાક અંશે જે ફેરફાર આવશે એ આપણે સહુએ હકારાત્મક રીતે વિચારસરણી રાખીને સ્વીકારવા પડશે અને સંજયને હિમ્મત આપવી પડશે. તમારા લગ્ન જીવનમાં પણ એના કારણે ઘણા ફેરફાર આવી શકે છે. સમજદારી વાપરીને વણસેલી પરિસ્થિતિને સુધારી જાણે ને એ જ સાચો લડવૈયો કહેવાય દીકરા.

સંજય માટે તો આ બધું ખૂબ જ નવું હશે અને એના માટે તો એક નવું જીવન જ જોઈ લે. એની સાથે બનેલી ઘટના એને સદમો પણ આપી શકે છે એટલે એની સામે એવી કોઈ વાત કે કોઈ ચર્ચા નહિ કરવાની કે જેનાથી એને તકલીફમાં વધારો થાય. આમ તો મારે તને સમજવવાનું હોય જ નહિ ઈશાની, તું ઘણી જ સમજદાર છોકરી છે, પરંતુ લગ્ન જીવનના ૬ જ મહિનામાં આ બધું સામે આવીને તારી પરીક્ષા કરવા આવતું હોય ત્યારે કોઈક અંશે તારો આત્મવિશ્વાસ અને હિમ્મત બંને ઓછા ના થવા જોઈએ એ વાતનું ધ્યાન અમારા જેવા વડીલોએ જ રાખવું રહ્યું. મને એટલો તો ભરોસો તારા પર છે જ તું બધું જ સાંભળી શકે છે અને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો સામનો તું હસતા મોઢે કરી શકીશ પરંતુ એક બાપ તરીકે તારી અને સંજયની ચિંતા આજે મને અહીં ખેંચી લાવી છે.

હવે વધારે ચર્ચા આપણે પછી કરીશુ. મારો કહેવાનો મતલબ બસ ખાલી એટલો જ છે કે આ કપરા સમયમાં આપણા કુટુંબનો મજબૂત સ્થંભ તારે બનવાનું છે. તારે હિમ્મત રાખવાની છે દીકરા. બધું જ ઠીક થઇ જશે થોડા સમયમાં. દુઃખ જેટલું ઝડપે આવે છે ને એટલી ઝડપે જતું નથી પરંતુ એને બહુ દિલ પર લગાડીને બેસી રહીને દીકરા તો એ આપણો છાલ છોડશે જ નહિ એટલે હસતા મોઢે દરેક પરિસ્થિતિમાં સામનો કરવાનો છે. અને હા યાદ રાખ જ,

તારી પસે બધું જ છે, તન-મન-ધન બધાથી તું બળવાન છે

અને હા, જો કઈ નહિ પણ હોય ને તો અમે બધા તો છીએ જ તારી સાથે...

આવ અંદર જઈએ. સંજયને હોશ આવી ગયો હશે.

'પપ્પા, આજે હું તમારી વહુ છું એવું નહિ પરંતુ દીકરી હોઉંને એવું લાગે છે, મારે તો ૨ પિયર છે.', બોલીને ઈશાની ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

'અરે! તારા જેવી છોકરીને પુત્રવધુ તરીકે પામીને તો અમે બધા જ ધન્ય થઇ ગયા છે. આજના જમાનામાં સુંદર,સુશીલ અને સંસ્કારી દીકરીના માં-બાપ હોવું એ પણ એક ગર્વ લેવાવાળી વાત છે. આજે કપરી પરિસ્થિતિમાં ૬ મહિનાના લગ્ન જીવન પછી જ આવી ઘટનાનો સામનો કરવો અઘરું તો છે. સમજણ દરેક પાસે હોય છે ઈશાની પરંતુ સાચા સમયે સાચી સમજણ કામ લાગે ને ત્યારે કહેવાય. તું તો સરવગુણ સંપન્ન છે. બસ ખાલી રડીને તારા કિંમતી આંસુને વહેવડાવીશ નહિ. તારા આંસુ તને કમજોર બનાવશે એટલે હિમ્મત રાખીને વાસ્તવિકતા સામે પડકાર ઝીલ પછી જો બધી જ તકલીફ નાની લાગશે.

પેલું કહેવાય છે ને કે,

'આપણું ધારેલું ના થાય પણ,

પ્રભુનું સુધારેલું થાય.'

ઈશાની અને વિનયભાઈ બંને ચાલ્યા સંજયની ખુલતી આંખોને જોવા.....

વધુ આવતા ભાગમાં...

આપણા અભિપ્રાયની રાહમાં..


Rate this content
Log in

More gujarati story from BINAL PATEL

Similar gujarati story from Drama