STORYMIRROR

Kalpesh Patel

Drama Romance

4  

Kalpesh Patel

Drama Romance

સહજ

સહજ

7 mins
1.6K

મેઘા મૂંઝવણની સીમા વટાવી ચૂકી હતી કે, દરેક વખતે મલ્હારનો પ્રેમ-પ્રસ્તાવને ધ્યાનમાં ન લેવો અને બીજા સહપાઠીની હાજરીમાં, એને અપમાનિત કરવો અને તેને ખખડાવી નાંખવો. આ નફિકરા મલહારેતો તેની રાતોની નિંદ્રા વેરાન કરી મૂકી હતી.

અઢાર વર્ષની મેઘા લચકતી ચાલે એલાઈટ ટ્યુશન સેન્ટરના પ્રાંગણમાં દાખલ થઈ ત્યારે કોચિંગ ચાલુ થઈ ચૂક્યું હતું, તે આજે પાંચ મિનિટ મોડી હતી ! પ્રો. શુક્લનું ઓલગેરિધમનું લેક્ચર હતું. શુક્લ સાહેબની સમય પ્રતિબ્ધ્ધ્તા ભારે હતી અને સમય પાલનમાં આગ્રહ રાખતા હોઈ, મેઘાના હૈયામાં ડર હતો: ‘સર, ક્લાસરૂમમાં અપમાન તો નહીં કરેને ?’ ફાળભરી, ઉતાવળી ચાલે મેઘાએ ત્રીજે મળે લિફ્ટને અવગણી કોચિંગ સેન્ટરનાં પગથિયાં તરફ જઈ રહી હતી ત્યાં અચાનક લિફ્ટનું બારણું ખૂલ્યું અને મલહારે તેને લીફ્ટમાં ખેંચી લીધી એના હાથમાં ફૂલ હતું અને તેના કાળજામાં પ્રેમનું પૂર ઊમટ્યું હતું. મેઘા એને ઓળખી ગઈ. એ મલ્હાર હતો. એની સાથે કોલેજમાં ભણતો સ્ટુડન્ટ. મેઘાની આંખોમાંથી નારાજગી ઝળકતી હતી અને ગુસ્સાથી બરાડી ઊઠી, ‘મલ્હાર, તું પાછો આવી ગયો મને હેરાન કરવા ?’ મલહારે ફૂલ વગરનો હાથ પાછળવાળી કમરથી ઝૂકી બીજા હાથે મેઘાને ગુલાબનું ફૂલ ધરતા બોલ્યો, ‘યસ, માય હની હું ફરી એક વાર આવી ગયો છું, આ તારા આશિક માટે તો રોજ વેલેન્ટાઈન પણ આ વખતે હું તને બોલી બોલીને બોર નથી કરવાનો. આ વખતે "ઓરચીડ"નું ફૂલ લઈને આવ્યો છું. લેટ ધ ફ્લાવર્સ સ્પિક !’ દૃશ્ય એકદમ રોમેન્ટિક હતું. જેમકે વિશ્વસુંદરી જેવી યુવતી હોય અને કામદેવ જેવો પુરુષ ગોઠણભેર થઈને એની આગળ ફૂલ ધરીને પ્રેમનો નિ:શબ્દ ઈઝહાર કરતો હોય તો એ દૃશ્ય આ સમય કે સંજોગોમાં જોવું દુર્લભ હતું પણ અહીં ખાટલે મોટી ખોટ એ હતી કે મલ્હાર કામદેવની ભૂમિકામાં નહતો. યુવાન સંસ્કારી હતો, પણ સોહામણો ન હતો, તો સાવ ખરાબ પણ નહતો અને સ્વભાવથી કોમળ અને હસમુખો હતો.

 જો સંવેદનાને વ્યક્ત કરવી એ અપરાધ ગણાતો હોય તો એ આજે અઠંગ અપરાધી હતો, જો પ્રેમ કરવો એ પાપ ગણાતું હોય તો એ ઘોર પાપી હતો. મલ્હાર આવા સાધારણ દેખાવથી ડરી, તે મેઘા જેવી શ્રેષ્ઠ રૂપસુંદરી આગળ પ્રેમનો પ્રસ્તાવ ન મૂકી તે દુર્બલ,લાચાર,પોપલો કે કાયર બનવા નહતો માગતો. મેઘાની દશા કફોડી હતી. આખી કોલેજમાં એના નામના સિક્કા પડતા હતાં. એના રૂપના કામણ યુવાનોને ઘાયલ કરી રહ્યાં હતાં,તેમને ખબર હતી કે મેઘાની નજરનું ખંજર, આધેડ પ્રોફેસરોને પણ ક્યારેક લોહીઝાણ કરી મૂકતું હતું. અભ્યાસ એજ પરમ ધ્યેય હોવાથી મેઘાએ આજ સુધી કોઈને કોઠું આપ્યું ન હતું. આવી તેજભરી રૂપાંગના બીજા કોઈને નહીં અને મલ્હારને રિસ્પોન્સ આપે ? મલ્હારના મન ઉપર ખરેખર દીવાનગી સવાર થઈ ગઈ હતી. એ મેઘાના પ્રગાઢ પ્રેમમાં પડી ચૂક્યો હતો. ભલે એનો પ્રેમ એકતરફી હતો, પણ એની તીવ્રતા મહત્તમ હતી. એનું જીવન હવે એક મુદ્દાનો કાર્યક્રમ બની ગયું હતું: મેઘા જ્યાં મળે, જ્યારે મળે અને જેટલીવાર મળે એ દરેક પ્રસંગે જુદી જુદી રીતે એની સમક્ષ પ્રેમપ્રસ્તાવ રજૂ કરવો. મેઘાની પણ આદત બની ચૂકી હતી કે દરેક વખતે મલ્હારનો પ્રસ્તાવ, તેણે ઠુકરાવી દેવો, એને અપમાનિત કરવો અને તેને પૂરા જોશથી ખખડાવી નાંખવો. મેઘાને શુકલજીનું લેકચર એટેંડ કરવાનું હોઈ કઈ, તે સાંજે બોલ્યા વગર મલહારનું "ઓરચીડ" લઈ નોટબુકમાં દબાવી ક્લાસમાં દાખલ થઈ.

મલહારે તેની બાલિશ હરકતથી એનું જીવવું આજે રીતસરનું હરામ કરી નાખ્યું હતું. મેઘા શુક્લજી સમક્ષ રજૂઆત કરતાં અચકતી હતી કારણકે તેઓ ખૂબ જ કડક હતાં. તેઓ આ બની બેઠેલા મજનૂને રસ્ટિકેટ કરી દેશે.’અને તેની જાણમાં હતું કે મલહારના પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતાં. વિધવા માતા પારકાં કામ કરીને એ આશાએ એને ભણાવી રહી હતી કે તેનો દીકરો ગ્રેજ્યુએટ થઈ જાય અને નોકરીએ લાગી જાય તો દુ:ખના દિવસો પૂરા થઈ જાય. મારા કારણે મલહારની કારકિર્દી રોળાઈ જાય તેમ હતી, એટલે તે ગમ ખાઈ ચૂપ રહી.

મેઘાને સમજાતું નહોતું કે એ મલ્હારની હરકતોને કેવી રીતે ટેકલ કરે ? જો મલ્હાર નખશિખ મવાલી હોત તો એની સાન ઠેકાણે લાવવાનું કામ બહુ સહેલું હતું, પણ એની સૌથી મોટી પોઝિટિવ બાબત એ હતી કે એ બીજી બધી જ વાતે સીધો, સાદો અને સારો છોકરો હતો. આખરે તેને આ માનસિક દ્વિધામાંથી છૂટવા આખીય બીના તેની માતા “આસ્થા”ને જણાવી શું કરવું તે પૂછ્યું. મેઘા તેની માતાની લડકી દીકરી હતી અને તેથી તેની સાથે મુક્ત મને દરેક વાત વિના સંકોચે કરી સકતી હતી.

મોટા બંગલામાં એક શીલવાન દીકરી અને પ્રેમાળ પતિની સાથે ચાલીસીમાં પહોચેલી 'આશ્થા મુન્શી’ તેની દીકરી મેઘાને ખોળે લઈ સુખના હિંડોળે ઝૂલી રહી છે, આજે દીકરીએ જણાવેલ મલ્હારની બીનાએ તેના દિલમાં વંટોળ અને વલોપાત ઉપજવ્યો હતો... અને વીસ વરસ પહેલાની ઉપર વર્ણવેલી ઘટના મેઘાના દિમાગના ભંડકિયામાં ચલચિત્ર માફક ઉમટી આવી.......અત્યારે એક સાથે બે લાગણીઓમાં તણાવાનું હતું, પોતાની જૂની ધરબાયેલી યાદો અને દીકરીના દુઃખડા દૂર કરવા અને દિલાસો.

આસ્થાના માનસ પાતાળ ઉપર કોલેજના તેના અંતિમ વર્ષના વિદાય સમારંભની ઉમટતી હતી, તે દિવસે ટેલેન્ટ ઈવનિંગમાં આસ્થાને ઈજ્જત ફિલ્મનું યે દિલ તુમ બિન લગતા નહીં.. હમ ક્યાં કરે, રજૂ કરવાનું હતું અને તે ડ્યુએટમાં આશીષે તેને સાથ આપી ગીતની રજૂઆતને યાદગાર બનાવી હતી. તે દિવસનું દૃશ્ય આસ્થાની આંખ સમક્ષ તરી આવ્યું.

 તે દિવસે રાત્રે કોલેજના વિદાય સમારંભની સાંજે ફંક્શન પત્યા પછી પાર્કિંગ પ્લોટમાં સાયકલ લેવા ગઈ ત્યારે.. આશીષ હજુ ગીતના નશામાં હોઈ તેનો રસ્તો આંતરીને ઊભો હતો, અને તેને તેને વ્યગ્રતા થી કેડો મૂકવા જણાવ્યુ, અને તે પણ કહ્યું હતું કે જો તે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરશે તો તેનું ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ રઝળી પડશે.’ પણ બેફિકરાઈથી પ્રત્યુત્તર પાઠવતા તે ઠાવકાઈથી બોલ્યો, શું કોઈ યુવાન તેને ગમતી યુવતીને પ્રેમની પ્રપોઝલ ન આપી શકે ? મેં તારી સાથે કોઈ શારીરિક છેડછાડ કરી છે ? ’આ તો મારી ભાવના વ્યક્ત કરી રહ્યો છું જનાબ આસ્થાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠ્યો. ‘અત્યારે તું, આવી રીતે રસ્તો આંતરી ઊભો છે એને શું કહેવાય ? અને પોતે વધુ કઈ સમજે તે પહેલા આશીષ “સહજ”થી મારગમાં આડો પડી સૂઈ ગયો અને બોલ્યો,ઓ પ્રાણ પ્યારી દુલારી આસ્થા તને અવરોધ લાગતો હોય તો, તો તું મારી છાતી પર પગ મૂકીને આગળ જઈ શકે છે. ચાલવા માટે આવો જીવતો, ધબકતો રસ્તો તને બીજે ક્યાંય નહીં મળે.’ આશીષ, તું સમજ, મારે મોડું થાય છે. હવે વધારે તું કંઈ જ બોલતો નહીં. મારાથી ન થવાનું થઈ જશે.’ ‘શું થઈ જશે ? તારાથી હા પડાઈ જશે ?’ આશીષ દ્વારા આવો બેફિકરો પ્રતીભાવ જોઈ તે દિવસે આસ્થા ‘માય ફૂટ’ બોલીને આ જીવતું જાગતું સ્પીડબ્રેકર ઓળંગીને વહી ગઈ.

એક ગરમા ગરમ અશ્રુ બિંદુ તેના ખોળે માથું મૂકી સૂતેલી મેઘાના ગાલ ઉપર પડ્યું, અને મેઘા ચમકી, માને દુઃખી થતા જોઈ, મા દુઃખી થઈ છે એવું મહેસૂસ કરતા બોલી, ઓહ નો મોમ તારી દીકરી સબળ છે .. તું દુ:ખી ન થા..હું તે મજનુને ઠીક કરી તેનું પ્યારનું ભૂત 'સહજ' ઉતારી તેને હું સંભળી લઈશ. તું ચિંતા ન કરીશ. આસ્થા શું બોલે.. તેના દિલમાં યાદોમાં વલોણું ફરતું હતું અને વલોપાત કેવળ ખારા ઉસ દબાયેલા આંસુમાં ફિણાતો હતો.. મેઘાની મૂંઝવણની સાથે સાથે આસ્થાની વિચારયાત્રા ચાલુ હતી.

તે દિવસો સ્કૂટી - બાઈકના ન હતાં, એક દિવસ સવારે લગભગ અગિયારના સુમારે આસ્થા બસ સ્ટેન્ડ ઉપર હતી ત્યારે ફરી પાછો આશીષ મજનુના કેફમાં આવ્યો ટ્રાફિકના પિક અવર્સ હતાં. વાહનોની ભીડ જામી હતી. પૂરપાટ વેગે હજારો વાહનો દોડી રહ્યાં હતાંં. આસ્થાએ આશીષને ક સમયે જોતાં ત્રાડ પાડી, ‘શટ અપ !’ લીવ માય વે.. આશીષ તે સાંભળી હસ્યો, પછી આજીજી કરતો હોય એવા ભાવ સાથે બોલ્યો, ‘એક વાર આસ્થા તું મારી સાથે લગ્ન કરવાની હા પાડી દે, પછી હું આખી જિંદગી શટ અપ જ રહીશ.’ આસ્થા અત્યારે આશીષના અવાજમાં રહેલા ભાવને સમજવાની સ્થિતિમાં ન હતી. એ ગુસ્સામાં બોલી ગઈ, ‘હું આખી જિંદગી કુંવારી બેસી રહીશ, પણ તારી સાથે તો લગ્ન નહીં જ કરું ? તારે જે કરવું હોય તે કર.’ ‘હું બીજું તો શું કરી શકું ? તારા વગર હું હવે જીવી નહીં શકું.’….. ‘તેનાથી ત્યારે “સહજ” બોલાઈ ગયું હતું, કોની રાહ જુવે છે આશીષ “તું મરી જઈ શકે છે.’ હું ખરેખર મરી જાઉં ? તને એ ગમશે ? તું એક વાર હા કહે, જવાબમાં શું બોલવું તે નાસૂજ્યું... અને નાડીના ધબકાર વધી ગયા.’ અને તે વખતે જ. આશીષે સાઈકલ પેડલ મારી સ્ટાર્ટ કરીને રોડના ડિવાઈડરને ઓળંગીને એ બીજા હિસ્સામાં જઈ પડ્યો. વિરુદ્ધ દિશામાંથી આવતા ધમધમતા ટ્રાફિક વચ્ચે એણે પોતાના દેહને ફંગોળી દીધો. કમનસીબે ત્યારે જ એક સિટી બસ પસાર થતી હતી. એનાં ભારે ભરખમ પૈડાં નીચે એનું શરીર દબાઈ ગયું તે કોઈ ચીસ પણ પાડી ન શક્યો.

પણ મારા હૈયાના હાર...તારો પ્રસ્તાવ મને મંજૂર છે. કહેતું ધારદાર બાણ અસ્થાના દિલમાં હંમેશને માટે ખૂંપી ગયું.

ના દીકરી કોઈની લાગણીઓની અભિવ્યક્તિ સમજ્યા વગર સહજમાં લેવાય, ખોળામાં સૂતેલી મેઘા માના બોલાયેલા શબ્દોથી અવાચક હતી. મેઘા તેને વધુ કઈ પૂછે તે પહેલા આસ્થાએ વર્તમાનમાં આવી સ્વસ્થતા મેળવી લીધી હતી. તેણે દીકરીને પોરસતા કહ્યું કોઈની લાગણીને ઉમરવસ સહજ ઉભરો માની અવગણના ના કરાય, તેને પરખવી પડે, નહીં તો ક્યારેક જીવનભર હેરાન થવાનો વારો આવતો હોય છે, દીકરી ના..તું તેવી ભૂલ ના કરે તેવું હું ઈચ્છું છું. તેવું તું હરગીઝ ના કરીશ. મલ્હાર તને સાચો પ્રેમ કરતો હોય તેમ મને લાગે છે, તેમાં તેનો કોઈ વાંક ના કઢાય, તું તેના પ્રેમને સમજ- મહેસૂસ કર. મેઘા માનવીના બાહ્ય રૂપ કરતા આંતરિક રૂપ અને સૌમ્યતા જીવનયાત્રાની સફળતામાં મોટો ભાગ ભજવતી હોય છે. તારું દિલ મલ્હાર માટે ના ઢળે, તો તું તેણે અહીં મારી પાસે લાઈ અવાજે, હું તેને મારી રીતે સમજવીશ.

બાકી તને તારા રૂપના આધાર પર તને સોહામણો અને શ્રીમંત પુરુષ પતિરૂપે સહજ મળી શકશે પણ કદાચ તારે જીવનભર એક રૂપમઢી પ્રગલ્ભા એના નિર્દોષ પ્રેમીના ભોગનો કાળો ડાઘ પોતાના કપાળ પર લઈને જીવવું પડશે. કારણકે જીવનમાં “સહજ”ને શેઢે જિંદગીની એકાંત પળે ડોકાતી “અસહજતા” જીવન વરવું કરતી હોય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama