Bhajman Nanavaty

Thriller

3  

Bhajman Nanavaty

Thriller

શહીદ ખેડૂત

શહીદ ખેડૂત

1 min
11.8K


આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ.

ગામને પાદર આંબલીના ઝાડ પર કેશલાની લાશ લટકતી હતી.

વનેચંદના શહેરમાં ભણતા 20 વર્ષના છોકરાએ કેશલાની લટકતી લાશની તસ્વીર સોશ્યલ મીડિયા પર ફરતી કરી.

બીજે દિવસે સમાચાર ચેનલોની વાન નું ધાડું ઊતરી પડ્યું.

રાતોરાત કેશલો દેશભરમાં દેવાદાર શહીદ ખેડૂત તરીકે પંકાય ગયો.

રાજકીય વિરોધ પક્ષોના આગેવાનો અને બુદ્ધિવાદીઓ સરકાર પર ફીટકાર વરસાવવા લાગ્યા.

મેં કેશલાની ઘરવાળી મોંઘીને પૂછ્યું, “તમારે ખેતીની જમીન કેટલી છે?”

“અરે સાબ! જમીન તો એક ઢેખાળો ય નથ.”

“પણ તો આ દેવું કેમ થયું?”

“મુવો આખો દાડો ઢીંચી ઢીંચીને પાનાં ટીચતો પડ્યો રે તઈં દેવું ન થાય તો હું થાય?”


Rate this content
Log in

Similar gujarati story from Thriller