STORYMIRROR

Bhajman Nanavaty

Inspirational

3  

Bhajman Nanavaty

Inspirational

રામાની ગુલ્લી

રામાની ગુલ્લી

1 min
516


જ્યારે હું સોનોગ્રાફી મશીનોનો વ્યવસાય કરતો હતો ત્યારની વાત છે. એક ડૉક્ટર યુગલને મશીન ખરીદવું હતું અને શાંતિથી વાતચીત થાય માટે મને રવિવારે ઘેર બોલાવ્યો હતો. સવારના નવેક વાગ્યે હું તેઓને ઘેર પહોંચ્યો. ડૉક્ટર બેઠક રૂમમાં વેક્યૂમ ક્લીનર ફેરવતા હતા. મને ઈશારાથી સોફા પર બેસવા જણાવ્યું અને હાથની પાંચ આંગળીઓ અને અંગૂઠો બે વાર ભેગા કરી દસેક મિનિટ થશે તેમ કહ્યું. મેં બેગમાંથી કેટલોગ અને ઑર્ડર બુક કાઢી ટેબલ પર મુક્યાં અને રાહ જોતો બેઠો. ડૉક્ટર સફાઈ પૂરી કરી વેક્યૂમ ક્લીનર મુકવા અંદર ગયા. તેવામાં મેડમ નેપકીનથી હાથ લુછતાં લુછતાં બહાર આવ્યાં. 

“ગુડ મૉર્નીંગ, મે’મ!” મેં ઊભા થઇ વીશ કર્યું.

class="ql-align-justify">“અરે! નાણાવટીભાઇ તમે આવી ગયા છો? વિપુલ! મી.નાણાવટી આવ્યા છે.” તેણે ડૉક્ટરને બોલાવ્યા.

“હા. મને ખબર છે.” ડૉ. વિપુલ બહાર આવ્યા.”ક્યારના આવ્યા છે. તું અંદર હતી.”

‘શું તમે પણ...?” મેડમે થોડો ક્ષોભ, થોડો રોષ અને થોડી શરમના મિશ્રીત ભાવે ડૉ.વિપુલને ટપાર્યા. ”નાણાવટીભાઇને લાગશે કે કેવી બાઈ છે! સર્જન પતિને ઘરકામ કરાવે છે.!” 

“નોટ ટુ વરી! તું ગાયનેકોલોજીસ્ટ થઈને વાસણ ઘસી શકે તો હું વેક્યૂમ ક્લીનર ન ફેરવી શકું? દર્દીઓના પેટમાંથી તો આનાથી વધારે ગંદકી સાફ કરૂં છું.” પછી મારી સામે જોઇ બોલ્યા, “આજે અમારા રામાએ ગુલ્લી મારી છે.”


Rate this content
Log in