Bhajman Nanavaty

Others

2  

Bhajman Nanavaty

Others

સગાઈ

સગાઈ

1 min
185


‘આજે તો બસ નીલાને કહી જ દેવું છે. બહુ થયું. ત્રણ ત્રણ વરસથી સાથે ફરીએં છીએં, હળીએં છીએં, મળીએં છીએં. એવી મારી એક વાત નથી કે નીલા ન જાણતી હોય અને નીલાની કોઈ વાત હું ન જાણતો હોવ. પણ હજી આવી કેમ નહીં ? દસ મિનીટ મોડી છે. બાકી ઘડિયાળ નીલાને જોઈને ચાલે !

ફોન કરું..

”હલ્લો! નીલુ.....”

“બસ બે મિનીટમાં પહોંચું છું“

“ઓકે. આવ, અહિં જ છું.”

અચાનક પાછળથી હળવો ધબ્બો પડ્યો, ચમકીને પાછળ ફર્યો.

“હા...ય ! નીરવ ! શેખર, મીટ માય બેસ્ટ ફ્રેંડ નીરવ, અને નીરવ, આ શેખર, શેખર પટેલ, ફ્રોમ યુએસ, મારો ફ્યોંસે.

અમારી આજે જ સવારે સગાઈ થઈ. “


Rate this content
Log in