STORYMIRROR

Bhajman Nanavaty

Drama

4  

Bhajman Nanavaty

Drama

ડીએનડી

ડીએનડી

4 mins
223


“પપ્પા, કેક તો કાપી પણ શેમ્પેન વગર સેલીબ્રેશન અધૂરું ગણાય.”

“એટલે તું શેમ્પેન લાવ્યો છે? “

“હા. પપ્પા, સમીરભાઇ શીવાસ રીગલની આખી બોટલ લાવ્યા છે.”

અને શેમ્પેનની છોળો સાથે મનહરલાલ અને મંજરીબેનની પચાસમી લગ્નતિથિ બધાએ સહકુટુમ્બ ઊજવી. મનહરલાલ અને મંજરીબેનનાં ત્રણ સંતાનો સમીર, મેઘા અને મલય. એંજિનીયર થઈને સમીર અમેરિકા ગયો અને સીલીકોન વેલીમાં જ સેટલ થયો હતો. તેની પત્ની શીતલ અને અઢાર વર્ષની પુત્રી મીતાલી પણ આ ઉજવણીમાં ભાગ લેવા આવ્યાં હતાં. બેંગલોરથી પુત્રી મેઘા અને જમાઈ રાકેશકુમાર બાળકો યેશા અને યમલ સાથે આવ્યા હતા. મલય અને માનસીએ ખૂબ ઉત્સાહપૂર્વક આખા પ્રસંગનું આયોજન કર્યું હતું. આ બહાને એક કુટુમ્બ મેળો થયો હતો.  

ડીનર પછી બધા બંગલાની લોનમાં ખુરશીઓ નાખી બેઠા હતા. શીતલ, મેઘા અને માનસી એક બાજુ ધીમે અવાજે પરસ્પર સમાચારની આપ-લે કરતા હતા. મલય-માનસીના લગ્ન પછી ચાર વર્ષે આખો પરિવાર એકઠો થયો હતો. સમીર, મલય અને રાકેશકુમાર હાથમાં ડ્રીંક્સના ગ્લાસ લઈને વાતોમાં મશગૂલ હતા. મંજરીબેન આવીને મનહરલાલની બાજુની ખુરશી પર ગોઠવાયાં.

“યેશા-યમલ સૂઈ ગયાં?” મનહરલાલે પૂછ્યું.

“ના,ના. વીડિયો ગેમ રમે છે.  આ બધાથી બોર થતી મીતાલી મનહરલાલ પાસે આવીને બેઠી અને બોલી,

“દદ્દુ! આઇ વૉન્ટ ટુ નૉ વ્હૉટ્સ ધ સીક્રેટ ઑફ યૉર લોંગ લોંઑંઑં..ગ મેરીડ લાઇફ ?”

મીતાલીના પ્રશ્ને બધાનું ધ્યાન ખેંચાયું. સમગ્ર પરિવારના કાન મનહરલાલનો જવાબ સાંભળવા સરવા થયા.

“બેટા, સુખી લગ્નજીવન માટે પરસ્પરનો સ્નેહ અને અતૂટ વિશ્વાસ ખૂબ જરૂરી છે.”

“યૂ મીન તમે ક્યારે પણ ઝગડ્યા જ નથી?”

“હા. ઝગડ્યાં છીએ ને! ઘણીવાર. કેમ મંજરી? પણ એ ઝગડાએ કદી મોટું સ્વરૂપ ધારણ નથી કર્યું કે અમે નથી થવા દીધું. બે વ્યક્તિ કાયમ સાથેને સાથે રહેતી હોય તો ક્યારેક તો વાસણ ખખડે ય ખરાં. પતિએ પત્નીની મરજી મુજબ જ વર્તવું જુવે કે પત્નીએ પતિનો પડ્યો બોલ ઝીલવો જોઇએ તે જરૂરી નથી. સહજીવનમાં બંનેને પોતાના સ્વતંત્ર અભિપ્રાય ધરાવવાનો હક્ક છે. મતભેદ હોઈ શકે મનભેદ નહીં.    

“હોલ્ડ ઑન! વ્હૉટ્સ ધીસ મટભેદ એંડ મનભેદ?”

“મીતાલી! મટભેદ નહીં, મતભેદ. મીનીંગ ડીફરંસ ઑફ ઓપીનિયન. વિચાર ભેદ. પતિ-પત્ની બધી જ બાબતમાં સહમત થાય તે જરૂરી નથી, બંને વચ્ચે મતમતાંતર હોઈ શકે. પરંતુ ઉભયનાં દિલ હમેશાં એક જ સરગમ છેડતાં હોય. લાઇક મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર મિલે હમારા.“

“પપ્પા! તમે મીતાલીના પ્રશ્નનો જવાબ ના આપ્યો. તમારા સફળ સહજીવનનું રહસ્ય શું છે? “ માનસીએ પૂછ્યું.

“અમારા લાંબા શાંતિમય અને સુખ

મય લગ્નજીવનનું રહસ્ય છે ડી એન ડી.

“દદ્દુઉ! આઇ નૉ અબાઉટ ડીએનએ, પણ આ ડીએનડી એટલે શું? “

“મીતાલી, લગ્ન પછી અમે હનીમૂન પર ઊટી ગયાં હતાં. ત્યાંની સારામાં સારી હૉટેલમાં ઊતર્યાં હતાં. રાત્રે સૂતાં પહેલાં મેં રૂમના દરવાજા બહાર “ડુ નોટ ડિસ્ટર્બ” નું લટકણિયું મૂક્યું. મંજરી આ પહેલાં કોઈ હૉટેલમાં ગઈ ન હતી. આથી મંજરીએ આ લટકણિયાનો અર્થ પૂછ્યો હતો. જેની અત્યારે તો તમને બધાને ખબર જ છે. આ પછી ઘણા વખત પછી એકવાર રાત્રે હું અમારા બેડરૂમમાં સુવા...........”

“શું તમે પણ આ વાત ઉખેળીને બેઠા !? બસ કરો.” મંજરીબેને કૃત્રિમ રોષ સાથે મનહરલાલને ટોક્યા.

“ઓ દાદી! કહેવા દો ને. ઇટ ઇઝ ઇંટરેસ્ટીંગ!” મીતાલીએ વિરોધ નોંધાવ્યો.

“હા, હા. મમ્મી! આતો અમને પણ ખબર નથી.” મલયે સૂર પુરાવ્યો. 

“ના, ના. કહેવા દે મને. હવે આ બધા મેચ્યૉર છે.”

“નક્કી તમને દારૂ ચડ્યો છે!” છણકો કરતાં મંજરીબેન ગુસ્સામાં ઊઠીને બંગલામાં ગયાં.

“હા તો એકવાર રાત્રે હું અમારા બેડરૂમમાં સુવા ગયો. જોયું તો મંજરી ઓઢીને સૂતી હતી અને બાજુમાં “ડુ નોટ ડિસ્ટર્બ” નું લટકણિયું મૂક્યું હતું....”

“હુંહુંહું.....” મીતાલી મોં પર હાથ રાખીને હસી પડી.

“શશ્ શ્ સ સ .” શીતલે નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.

“મેં તેના કપાળ પર હથેળી મૂકી તપાસ્યું કે તાવ-બાવ તો નથી ને? પણ કપાળ નોર્મલ હતું આથી હું પણ સૂઈ ગયો. સમયાંતરે પતિ-પત્ની વચ્ચે આવા લટકણિયાની પણ જરૂર નથી રહેતી. પરસ્પરનું સાયુજ્ય એટલું મજબૂત થઈ જાય કે વગર બોલે એક-બીજાના મનની વાત સમજાય જાય. તન ભલે જુદાં હોય પણ મન એકરૂપ હોય, તદ્ રૂપ હોય,”       

“વાઉઉઉવ...! બટ દદુઉ..... ”

“ચીલ, મીત! લેટ હીમ ફીનીશ!” સમીર ખલેલ સહન ન કરી શક્યો.

“ઓહ્ સૉરી ! પ્લીઝ કંટીન્યુ.”

“એમ નથી કે અમારા જીવનમાં આંધી-તુફાન નથી આવ્યાં. આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક પ્રોબ્લેમ્સ અને ટેંશન અમે બંને એ સાથે રહીને અનુભવ્યાં છે અને તેનો સામનો કર્યો છે. પરંતુ વિકટ પરિસ્થિતિ પતિ-પત્ની ને વધારે નજદીક લાવે છે. પરસ્પર સ્નેહ અને અંડરસ્ટેંડીંગ વધે છે. પ્રસંગોપાત નાની મોટી રકઝક કે બોલાચાલી થાય, રીસામણા અને મનામણાં પણ થાય. આવે વખતે પણ ડીએનડી નો વાવટો ફરકે પણ ત્યારે એનો બીજો જ અર્થ થતો હોય છે.”

“બીજો અર્થ? યુ મીન અનધર મીનીંગ? વ્હોટ દદ્દુ?”

“હમેશ ડીએનડી એટલે ડુ નોટ ડીસ્ટર્બ જ હોય એવું નથી, કોઇવાર ડીએનડી નો અર્થ ‘ડાર્લિંગ, નાવ ડુ ઇટ’ પણ થાય.”

“હુર્રેર્રેર્રે.....” મીતાલી નાચી ઊઠી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama