Bhajman Nanavaty

Others

4  

Bhajman Nanavaty

Others

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ - 2

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ - 2

2 mins
24.6K


“કહું છું, રાજેશભાઈ પાસેથી રોહનના ટ્યુશનના પૈસાની ઊઘરાણી તો કરો.”  પ્રકાશભાઈ માસ્તરના પત્ની વિભાબહેને પતિને ટપાર્યા.                         


“હા, પણ લોકડાઉનને લીધે હમણાં બે મહિનાથી રોહન ક્યાં ટ્યુશને આવે છે ? એમ પૈસા શેના આપે ?”

“અરે ! પણ ત્રણ મહિના થયા જાન્યુઆરીના પૈસા પણ નથી આપ્યા. બીજા ટ્યુશન માસ્તરો તો આખા વર્ષના સામટા લઈ લે છે એટલે તેઓને આવી ઝંઝટમાં નથી પડવું પડતું. આપણે તો ગાંધીજીના અવતાર એટલે બિચારાં મા-બાપને રાહત આપવા મહિને મહિને લઈએ. એમાં દર વખતે વેકેશનના પૈસા કોઈ આપતું નથી.” 

“હા, તે વેકેશનના શેના આપે? હું વેકેશનમાં ભણાવું છું ?”

“કેમ ન આપે ? નિશાળવાળા બાર મહિનાની ફી લે છે કે નહિ ? અરે સ્કૂલ-રિક્ષાવાળા પણ આખા વર્ષના પૈસા લે છે. તો આપણને કેમ ન આપે ? આપણે ખર્ચો કેમ કાઢશું એનો કાંઈ વિચાર કર્યો છે ?”

“આ લોકડાઉન ચાલે છે એમાં હું બધે પૈસા લેવા ફરું ? ખબર છે ને પોલીસવાળા ડંડા મારે છે !”

“મેં બધાનું નામ લીધું ? રાજેશભાઈ આપણી સોસાયટીમાં બાજુના બિલ્ડીંગમાં તો રહે છે તેના ઘેર જવા માટે તમારે સોસાયટીની બહાર પગ પણ મૂકવો પડે તેમ નથી. અરે, ફોન કરીને બહાર બોલાવી લેવાના. નહિ તો આવતે અઠવાડીયે દૂધ વગરની ચા પીવા અને શાક વિના દાળ-રૉટલી ખાવાની તૈયારી રાખજો.” 

પ્રકાશ માસ્તર નછૂટકે બુશકોટ ચડાવી રાજેશભાઈના ઘેર જવા નીકળ્યા. ત્યાં નીચે વોચમેને કહ્યું, “શા’બ, બહાર જાને મેં ખતરા હૈ.“

“અરે, હું તો બી બિલ્ડીંગમાં રાજેશભાઈને ત્યાં જાવ છું, બહાર નથી જાતો.”

“કૌન રાજેશભાઈ ? વો 702 વાલે ?

“હા”

 “અરે વો તો દો દિન પહેલે ગાડી લેકે પૂરા ફેમિલી કહીં ચલે ગયે હૈં !”


Rate this content
Log in