Hardik Devmurari

Drama Thriller

3  

Hardik Devmurari

Drama Thriller

શાપિત હીરો: હોપ ડાયમંડ (ભાગ 1)

શાપિત હીરો: હોપ ડાયમંડ (ભાગ 1)

7 mins
589


દક્ષિણ ભારતની ગોલકાંડાની ખીણોમાથી જન્મેલા એવા હોપ ડાયમંડ વિશેની ચર્ચા ખુબ જ રસપ્રદ અને રહસ્યમય છે. ખુબ જ અમૂલ્ય અને વિશેષ હોવા છતાં પણ અભિશાપિ અને વિલન તરીકે ઓળખાતા આ હીરાની અંત થી આરંભ ની કહાની આ મુજબ છે:


નીલમ જેવો દેખાતો આ હીરો દક્ષિણ ભારત ની પ્રસિદ્ધ એવી ગોલકાંડાની ખીણમાંથી મળી આવ્યો હતો, જેમાથી પહેલા ૧૬ થી ૧૮ મી સદી દરમિયાન દરિયા-એ-નૂર, ગ્રેટ મોગલ, રિજેન્ટ, જેકબ જેવા બેનમૂન અને કિંમતી હીરાઓનું ખોદકામ થયું હતું. આશરે ૧૬ મી સદીની આસપાસ ૧૧૨ કેરેટના એવા આ હોપ ડાયમંડની શોધ થઇ હોવાનું મનાય છે. મૂળ કદનો એ હીરો થોડા સમય માટે ત્યાં આવેલા રામ-સીતાના મંદિરમાં સ્થાન પામ્યો અને પછી એક જાણકારી મુજબ ત્યાંથી એક ફ્રેન્ચ ઝવેરી તેની તસ્કરી કરીને તેને ભારતની સરહદોની પેલે પાર લઇ ગયો. કહેવાય છે કે, મંદિરમાંથી હીરાની તસ્કરી થઇ હોવાને કારણે તે હીરો બસ એ જ સમય પછી કોઈ શ્રાપ ના કારણે અશુભ અને મનહૂસ બની ગયો. 

આ મનહૂસ હીરાનો સૌપ્રથમ શિકાર પણ એ ફ્રેન્ચ તસ્કર જ બન્યો. તેનું નામ તાવરનીયે હતું. હીરાને વેંચવા માટે યોગ્ય ઘરાક શોધવા માટે તે ઘણું ભટક્યો અને પછી અંતે ફ્રાન્સ ના રાજા લુઇ ૧૪માં ને તેણે એ હીરો પુશ્કળ રકમમાં વેચ્યો. વધુ ધનની લાલચના કારણે તે ફરી વખત ગોલકાંડાની ખીણોમાં તસ્કરી કરવા માટે ભારત તરફ વાળ્યો અને રસ્તામાં વચ્ચે જ એક શિકારી વાઘે તેને ફાડી ખાધો.

ત્યારબાદ આ ઘટનાક્રમમાં બીજો વારો આવ્યો રાજા લુઇ નો. તાવરનીયે પાસેથી ખરીદેલો હીરો તેણે શાહી ઝવેરીને ઘાટીલો બનાવવા માટે આપ્યો. ઘાટનાં ચક્કરમાં તે વજન ઘટીને લગભગ ત્રીજ ભાગનું એટલે કે ૪૫.૫ કેરેટ નું રહી જવા પામ્યું. મહાન રાજા લુઇ ૧૪મો એ ખુબ જ ક્રાંતિકારી હતો. તેણે અમેરિકાનો મિસ્સીસીપી પ્રદેશ જીતી લઈને તેને ફ્રાન્સમાં ભેળવ્યો હતો, અને ભારત જેવા બીજા ઘણા દેશોમાં પોતાની સત્તા સ્થાપી હતી. ફ્રાન્સ ના પ્રદેશ પર પુરા બોત્તેર વરસ રાજ કરનાર એ મહાન રાજાને આ મનહૂસ હીરો કથિત રીતે બે રીતે નડ્યો. 

પહેલું: મહાન રાજા હોવા છતાં તેની આપખુદી, ભ્રસ્ટાચાર અને શોષણખોરીને લીધે તે લોકોમાં ને નિજી સંબંધીઓ માં પણ તિરસ્કાર પાત્ર બન્યો. તેની સ્થિતિ ખરડાઈ ગઈ અને માંદગી ના કારણે ખરાબ મોત મળ્યું. લોકોની તિરસ્કારીનો તે એવો તો ભોગ બન્યો કે, ૧૭૧૨ માં નીકળેલી તેની સ્મશાન યાત્રામાં માટે તેને ફક્ત એક ધૂળીયો રસ્તો જ મળ્યો અને તેમાં ખાલી મહેલ સાત-આઠ લોકો જ શામેલ હતા! 


બીજું: આપખુદી અને તંગીને કારણે ફ્રાંસે જીતેલો અમેરિકાનો પ્રદેશ તેમણે, અમેરિકાને પરત કરવો પડ્યો. અને ગરજ ના કારણે ફ્રાંસે એ પ્રદેશ અમેરિકાને ફક્ત , દોઢ કરોડ ડોલર માં જ વેંચી દેવો પડ્યો!

ત્યારબાદ હીરાનો મલિક બન્યો,, લુઇ ૧૪ માં નો અનુગામી એવો લુઇ ૧૫. તેની સત્તા દરમિયાન તેણે ભારતમાં પોતાના કબ્જા નીચેના ઘણા ખરા પ્રદેશો ગુમાવી દીધા. અને દરબારીઓએ એકઠા થઈને લુઇ ૧૫ ની ઘણી ખરી સત્તા છીનવી લીધી. રાજ્યની તિજોરી માં પડેલો એ હીરો થોડા સમય બાદ લુઇ ૧૬ માં ની પત્ની રાણી એન્તોઇનેતના નેકલેસમાં સ્થાન પામ્યો. 

આથી હીરાએ પોતાનો જાદુ તેમન પર પણ ચલાવવા માંડયો. એ સમય દરમિયાન ફ્રાન્સમાં ક્રાંતિની જ્વાળાઓ ભડકતી હતી. પ્રજા રાજાશાહી ના આપખુદી વલણ ને કારણે કંટાળી ગઈ હતી. શાસન ઉથલાવવા માંગતી હતી. બસ એ જ સમયે રાણીએ એમ કહીને આગમાં તેલ રેડયું કે ભૂખે મરતાં લોકો પાસે જો ખાવાં માટે બ્રેડ ના હોય તો તેમણે કેક વડે કામ ચલાવવું જોઈએ. દુઃખમાં અધિક માસ જેવા દરિદ્ર લોકો અને પ્રજાનો આક્રોશ આ વાતે સળગાવી મુક્યો અને લોકો હિંસક આંદોલને ચડયા. મોતનો ડર લાગતા, રાજા અને રાણી બંને ૨૦ જૂન, ૧૭૯૧ ની રાત્રે વેશપલટો કરીને મહેલમાંથી નાસી છૂટ્યા. સરહદ તરફ જતી વખતે તેઓ વિસામો લેવા એક હોટેલ જેવી જગ્યા પર ઉભા રહ્યા. અને આજ નિર્ણય તેમના માટે કાળ સમાન બની રહ્યો. કમનસીબે તે હોટેલ ના માલિકે રાજા લુઇ ૧૬ માં ને ઓળખી કાઢ્યો, અને તેમને દેશદ્રોહ ના આરોપસર પેરિસ લઇ જવામાં આવ્યા. ઔપચારિકતા માટે તેમના પર કેસ થયો અને બધાની ઇચ્છિત એવી મૃત્યુ દંડની સજા સંભળાવવામાં આવી. જાન્યુઆરી ૨૧, ૧૭૯૩ ના દિવસે રાજા લુઇ નો અને ઓક્ટોબર ૧૬, ૧૭૯૩ ના દિવસે રાણી એન્તોઇનેત નો શિરચ્છેદ કરવામાં આવ્યો.


આ સાથે જ હીરાને લગતી શંકાઓ અને વાયકાઓ ફેલાવવા લાગી કે આ હીરો ધરાવતી વ્યક્તિનું અહિત થાય કે પછી તેનું અકાળે મૃત્યુ થાય. રાજા રાણીના મૃત્યુ દંડ પહેલા તેમની બધી સંપત્તિ એટલે કે હીરા જડિત નેકલેસ સહીત બધું ઘરેણું પેરિસના એક સંગ્રહાલયમાં મોકલી દેવાયું. પણ, ક્રાંતિકારીઓ અને રમખાણ મચાવતા સૈનિકોના એક ટોળાએ સંગ્રહાલય માં ચોરી કરી અને બધું જવેરાત લઇ ગયા. એક નોંધ પ્રમાણે બધા જવેરાત ની વહેંચણી થયા પછી એ હીરો ગ્યૂલો નામના એક ફ્રેન્ચ સૈનિક ના ફાળે આવ્યો. ચોરીના કારણે બદનામ થયેલા આ સૈનિકો છુપાવા લાગ્યા. એમ જ ગ્યૂલો હીરો લઈને ફ્રાન્સ ના એક બંદર લ હાર્વ થી થઈને પેલે પાર ઇંગ્લેન્ડ જતો રહ્યો.

અપશુકનિયાળ હીરાને લગતા કમનસીબ બનાવો ની ઘટમાળ ત્યારબાદ ઝડપથી ચાલી.


ઇંગ્લેન્ડમાં રહેતા ગ્યૂલોએ ગુજરાન ચલાવવા માટે ત્યાંના એક ઝવેરી, જેમ્સ ફોક્સ ને એ હીરો સસ્તા ભાવે વેંચી દીધો. પણ ત્યારપછી પોતે ફ્રેન્ચ હોવાની જાણ થતા અંગ્રેજો એ તેની ધરપકડ કરી અને પંદર વર્ષ માટે જેલમાં નાખ્યો. બીજી બાજુ ઝવેરી જેમ્સ ના પુત્ર એ ખુદ તેના પિતા પાસેથી આ હીરો તફડાવ્યો અને ફ્રાન્સિસ નામના એક બીજા ઝવેરીને વેંચી નાંખ્યો, અને આત્મહત્યા કરી. ફ્રાન્સિસે હીરાના ગૂઢ રહસ્ય વિષે જાણ્યા સિવાય તેને ખરીદી લીધો અને ત્યારબાદ ઈ.સ ૧૮૧૨ માં ત્યાંના એક પ્રખ્યાત ઝવેરી ડેનિયલ એલ્સનને વેચી દીધો. સોદો કર્યાના ત્રણ દિવસ બાદ જયારે એલ્સન પોતે ફ્રાન્સિસ ને નાણાં દેવા તેના ઘરે પહોંચ્યો, ત્યારે તે મૃત અવસ્થામાં પોતાના પલંગ પર પડયો હતો. ફ્રાન્સિસ નું આ રહસ્યમય મૃત્યુ અને હવે પછી થનારી ઘટનાઓ, હોપ ડાયમંડ ને વધારે પ્રચલિત કરી દેવાના હતા.


ભારતની ગોલકાંડાની ખાણોમાં જન્મેલા, અને ચોરી થયા બાદ અપશુકનિયાળની નામના મેળવેલા એવા આ નીલમણિ ને "હોપ ડાયમંડ" એવું ઇંગલિશ નામ ત્યારે મળ્યું જયારે, ડેનિયલ એલ્સને તે હીરાનો ૧૮૩૦ માં ભારોભાર એવો મોટો સોદો કર્યો, અંગ્રેજ બેન્કર હૅનરી ફિલિપ હોપ સાથે. હીરાની કિંમત ચૂકવાઈ પુરા ૧૮,૦૦૦ પાઉન્ડ, એટલે કે અંદાજે હાલના સોળ લાખ રૂપિયા. હેનરી હોપ એક મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. હીરાના ભૂતકાળ વિષે જાણવાની દરકારના કરતા તેણે એ હીરાને બીજા અમુક હીરાઓ સાથે મેળવીને એક સુંદર નેકલેસ તૈયાર કરાવ્યો, અને નીલમણિ ને પોતાના નામ પરથી નામ આપ્યું, હોપ ડાયમંડ.


વિચિત્ર રીતે કહીયે તો, જાણે હીરાને તેના મલિક એવા હેનરી નો સ્વભાવ ગમ્યો હોય એમ તેની સાથે જઈને શાંત થઇ ગયો. હીરા વિશેની બધી વાતો અને રહસ્યમય વાયકાઓ જાણે ભૂતકાળ બની ગઈ! હેનરી ના કુદરતી મૃત્યુ બાદ તેણે એ હીરો તેના ભત્રીજાને આપ્યો, અને તેણે પોતાના માનીતા પૌત્ર એવા ફ્રાન્સિસ હોપ ને એ હીરો વારસામાં આપ્યો. આમ લગભગ સિત્તેર જેટલા વરસો સુધી હોપ ડાયમંડ, હોપ ફેમિલી ની સાથે જ રહ્યો. જગવિખ્યાત એવા કોહિનૂર હીરાથી લગભગ અડધો વજન ધરાવતો એ હીરો જો મનહૂસ તરીકે જાણીતો ન બન્યો હોત, તો કોહિનૂર પછી વિશ્વનો બીજા નંબરનો સૌથી મોંઘો અને પ્રખ્યાત હીરો બની રહેત…


ઘણા સમય સુધી શાંત રહ્યા બાદ જાણે હીરો જાગૃત થયો હોય એમ, તેણે પોતાનો ખેલ શરુ કર્યો. અચાનક જ ફ્રાન્સિસ હોપની માલિકીની બેન્કે દેવાળું ફૂંક્યું અને ફ્રાન્સિસે તે હીરો ફક્ત ૨૯૦૦૦ પાઉન્ડમાં વેચી નાખવો પડયો. હીરો ખરીદનાર વ્યક્તિ હતો, જાકી સેલો નામનો એક ફ્રેન્ચ ઝવેરી. થોડા સમય બાદ જાકી સેલોએ પોતાના મગજનું સંતુલન ખોઈ બેઠતા, આત્મહત્યા કરી. જાકી પછી હીરાનો નવો મલિક બન્યો, રશિયાનો પ્રિન્સ- કેનીતોવ્સ્કી.  


પ્રિન્સના એક ફ્રેન્ચ અભિનેત્રી સાથે સારા સંબંધ હતા. એટલે એ અભનેત્રી ને તેણે પોતાનો હીરાનો નેકલેસ થોડા સમય માટે પહેરવા આપ્યો. હીરાનો પ્રભાવ પડતા, તે અભિનેત્રી, પ્રિન્સ કેનીતોવ્સ્કી ની બંદૂક નો શિકાર બની, અને ત્યારપછી પ્રિન્સ પોતે રશિયાના આંદોલનકારી ખેડૂતોની છરીઓના ઘા વેઠી મરી ગયો. પછી, તે હીરો હમિદ બે નામના એક ડાયમંડ મર્ચન્ટે ખરીદ્યો, અને સમુદ્રમાં ડૂબીને મરી ગયો. હીરાની માલિકી વળી પછી બદલાઈ. હવે હોપ ડાયમંડ નો નવો મલિક તુર્કી નો સુલતાન અબ્દુલ હમીદ બીજો હતો. પેરિસ માં યોજાયેલ હરાજી માંથી તેણે એ હીરાનો નેકલેસ ૯૦,૦૦૦ પાઉન્ડ માં લીધો, અને પોતાની પત્ની સુબૈયા ને ભેટમાં આપ્યો. 


સુલતાન પોતે ઉડાઉ, જુલ્મી અને ભોગ-વિલાસી હતો. તેના તાબા હેઠળ રહેલું ઓટોમાન સામ્રાજ્ય એકદમ નબળું ને વેર વિખેર થઇ ગયું હતું. ત્યાંનો યુવાન વર્ગ દેશમાં પરિવર્તન અને સતા પલટો ઈચ્છતો હતો. આથી, હમીદને ગાદી પરથી ખસેડવા માટે બહાર અને મહેલની અંદર એમ બંને જગ્યાએ કાવતરા ઘડાતા હતા. એક અફવા પ્રમાણે હમીદને વાત મળી કે બેગમ સૈયદનો પણ આ કાવતરામાં હાથ છે. આથી બેગમ નો શિરચ્છેદ કરાવી, મૃત્યને ઘાટ ઉતારી દીધી. બેગમ સૈયદના મૃત્યુના સમાચાર મળતાં, પેરિસના એક અખબારે પોતાની હેડલાઈનમાં આ ખબર છાપી અને બેગમ સૈયદ ને ફ્રાન્સની રાણી, મેરી એન્તોઇનેત સાથે સરખાવી. ઘણા અખબારો એ આ ખબર ની સાથે હોપ ડાયમંડને શામિલ કર્યો, અને તે અપશુકનિયાળ છે એવો દાવો કરીને તેને ફરી વાર સમાચારોમાં ચગાવ્યો. હીરાના ભૂતકાળ અને વર્તમાન પ્રવાહોને જાણતા તથા તેના મનહૂસ હોવાની ખબર પડતા, સુલતાન હમીદ ડરી ગયો, અને તે નેકલેસ ને એક સીલબંધ એવા ઘરેણાના બોક્સમાં મૂકીને તેને વેચાણ માટે ગુપચુપ રીતે પેરિસ મોકલી દીધો. હીરો હવે દેશના સીમાડાની બહાર છે એમ માનીને હમીદને શાંતિ થઇ. પણ હીરાનો પ્રભાવ તેના ઉપર પડી ચુક્યો હતો!……


(વધુ આવતા અંકે)Rate this content
Log in

Similar gujarati story from Drama