Hardik Devmurari

Fantasy Thriller

2.7  

Hardik Devmurari

Fantasy Thriller

શ્રી પદ્મનાભસ્વામી મંદિર – એક રહસ્ય

શ્રી પદ્મનાભસ્વામી મંદિર – એક રહસ્ય

5 mins
200


       શ્રી પદ્મનાભસ્વામી મંદિર એ એક હિંદુ મંદિર છે, જે તિરુવનંત્પુરમમા આવેલુ છે. આ મંદિરમા એક સાથે સાત રહસ્યમયી ઓરડાઓ આવેલા છે, જેમા દુનિયાનો સૌથી મોંઘો ખજાનો છે. સુપ્રિમ કોર્ટ ના ઓર્ડર પછી મંદિર નુ ધ્યાન રાખતી એક કમિટીએ મંદિરમા આવેલા ૭ દરવાજાઓ માથી ૬ દરવાજા ખોલ્યા હતા. જેમાથી તેમને અંદાજે ૧૬૦૦૦ કરોડ રુપિયાનો ખજનો હાંસલ થયો હતો.

હવે બાકિ રહેલો ૭ મો દરવાજો ખુબજ રહસ્યમયી સાબિત થયો છે, કેમકે તે પુરેપુરો સ્ટીલ નો બનેલો છે અને તેમાં ક્યાય પણ કોઇ જાતની કડિઓ કે ખીલ્લીઓ નથી! કથાઓ મુજબ આ મંદિર કુલ ૭ દરવાજાઓ ધરાવે છે, જેમાથી એક દરવાજો કે જેને Vault B નામ અપાયુ છે, તેના પર એક શ્રાપ લખેલો છે. બે મોટા નાગ આ દરવાજા નુ રક્ષણ કરે છે, અને એવુ માનવામા આવે છે કે આ દરવાજો એવા સિદ્ધ પુરુષો જ ખોલી શકે છે જે ખાસ પ્રકારનો “નાગપાસ અથવા ગરુડ” મંત્ર જાણતા હોય. એને જો કોઇ બીજી રીતે ખોલવાનો પ્રયાસ કરવામા આવ્યો, તો તે આ દુનિયા પર એક મોટી આફત ને નોતરશે. આથી જ આ દરવાજો એક રહસ્ય તેમજ એક આફત તરીકે જાણીતો છે.

ભારત ના દક્ષિણ ભાગ માં આવેલુ આ મંદિર દુનિયાનું સૌથી કિંમતી મંદિર છે. વિધ્વાનોના મત મુજબ જો ૭ મો દરવાજો પણ ખોલવામા આવે તો તે કુલ ખજાનાનો આંકડો અધધ એવા ૭૩ લાખ કરોડ સુધી પહોંચાડી શકે એમ છે.

ભારતની કૉર્ટ ને હજી પણ ખબર નથી પડી કે આ Vault B પાછળ છે શું? ઐતિહાસિક માહિતિ પ્રમાણે આ દરવાજા પાછળ મજબુત સોનાની દિવાલો છે, જે દુનિયાના સૌથી મોટા ખજાનાનુ ઘર છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિર ભગવાન વિષ્ણુનુ મંદિર છે, જેને રજવાડી એવા ત્રાવણકોર રાજપરિવાર દ્વારા સંચાલિત એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ મંદિર શ્રી આદિકેશ્વરપેરૂમાલ મંદિર, જે તિરુવત્તુર માં સ્થિત છે, તેની એક પ્રતિકૃતિ છે.

ભારતની સુપ્રીમ કોર્ટ અને એક સાત સભ્યોની ટીમ દ્વારા આ દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા, જે જમીન નીચે અંદાજે ૨૦ ફૂટ ઊંડા હતા. આમાંથી અંદાજે ૧૬૦૦૦ કરોડ રૂપિયા સમાન ખજાનો મળી આવ્યો છે, જેમાં સોનાની મૂર્તિઓ, સોનાના હાથીઓ, ૧૮ ફુટ ના હીરાજડિત હાર પહેરેલી મૂર્તિઓ, ૧૮ ફુટ લાંબી સોનાની સાંકળ અને દુનિયાભરમાંના સોનાના ચલણી સિક્કાઓ ભરેલા બેગ તથા ૩૦ કિલો ના હીરા માણેક જડેલા સોનાના નાળિયેર મળી આવ્યા છે.

Vault B, ભારત ના જ્યોતિષીઓ મુજબ ખુબજ પવિત્ર, રહસ્યમયી અને જોખમી છે. બે મોટા નાગ સિવાય આ સ્ટીલના દરવાજાઓને ખોલવાનો બીજો કોઈ ઉપાય જ નથી, જે ઇન્ડિયાના જોન્સ ના મૂવી કરતા પણ વધારે મિસ્ટીરિયસ છે! દરવાજા ખોલવા માટે ઉપયોગી એવો ગરુડ મંત્ર જાણતા હોય એવા કોઈ જ સાધુઓ કે સિદ્ધપુરુષો આ સમયે દુનિયામાં ક્યાંય જ નથી. અને જો આ મંત્ર સિવાય બીજી કોઈ પણ ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો, તો એક મોટી આફત આ મંદિર ને, ભારતને અથવા કદાચ દુનિયાને પણ ભારી પડી શકે છે.

એક પુસ્તક, "Travancore: A guidebook for the visitor" જે એમિલી ગિલક્રાઈસ્ટ હેચ દ્વારા લખાયેલી છે, જેમાં તેણીએ એક ગ્રુપની વાત કરી છે, જેઓએ ૧૯૩૧ માં આ ચેમ્બર ખોલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, અને ત્યાં અચાનક ઘણા બધા સાપોના દેખાવાથી પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. આવો જ એક બીજો નિષ્ફળ પ્રયાસ તેના પહેલા ૧૯૦૮ માં પણ થયો હતો.

ઈ.સ. ૧૯૦૪ માં એક પત્રકાર જેક હાલપર્ને એવા લોકો સાથે ઇન્ટરવ્યૂ ગોઠવ્યું જેમણે આ દરવાજાઓ ખોલ્યા હતા. તે મુજબ, છઠ્ઠા દરવાજામાં બે ચેમ્બર આવેલી છે - Vault A અને Vault B. જેને ખોલવા માટે ઘણી પ્રકારની ચાવીઓ ની જરૂર પડે છે, જે મંદિરના ત્યારના ચેરમેન વી.કે. હરિકુમાર પાસે હતી. આ નિરીક્ષકોએ Vault B માં જવા માટે એક ધાતુની જાળી વાળો દરવાજો ખોલ્યો અને તેની પાછળ તેમને એક લાકડાનો દરવાજો મળ્યો. તેઓએ આ લાકડાનો દરવાજો પણ ખોલ્યો, જેની પાછળ તેમને એક ત્રીજો લોખંડ નો દરવાજો મળ્યો, જે સજ્જડ થઈ ગયો હતો. આથી તેઓએ તેમનું ધ્યાન Vault A તરફ વાળ્યું. ફરી વખત તેમણે બે દરવાજાઓ ખોલ્યા - એક ધાતુનો અને એક લાકડાનો. ત્યારબાદ તેઓ એક નાનકડા એવા ઓરડામાં પહોંચ્યા, જેમાં બરાબર વચ્ચે એક મોટો લંબચોરસ પથ્થર હતો. જેને હટાવવા માટે પાંચ માણસોને અડધી કલાક કરતા પણ વધુ સમય લાગ્યો. તેની નીચે તેમને એક ખુબજ સાંકડો, અંધકાર ભર્યો રસ્તો મળ્યો જે એક સાંકડી નીચે તરફ જતી સીડી હતી. નિરીક્ષકો આ સીડી તરફ ઉતરાણ કરે એ પહેલા એક બીજી ટિમ બોલાવવામાં આવી, જેમણે ઓક્સિજન ની વ્યવસ્થા કરી આપી. ઓક્સિજન ભરી લીધા બાદ નીચે તરફ ઉતરાણ શરુ થયું, અને ત્યાં હતી તે ફેમસ ચેમ્બર.

આ નિરીક્ષકોમાંના એક હતા, ૫૯ વરસના સિનિયર વકીલ - એમ. બાલગોવિંદન. એ પોતાની ખજાનાની પહેલી જાંખી ને યાદ કરતા કહે છે, "જયારે તેમણે ગ્રેનાઈટ નો પથ્થર હટાવ્યો, ત્યારે તેની નીચે એક સાંકડો અંધકારભર્યો રસ્તો હતો. અને અમારી પાછળ ના દરવાજામાંથી આવતો થોડો પ્રકાશ હતો. જયારે મેં નીચી જઈને જોયું તો એવું લાગ્યું કે જાણે અમાસની રાતે તારાઓ ટમટમતા હોય ! થોડા ઘણા પ્રકાશમાં એ હીરા અને મોતી ચમકતા હતા. મોટા ભાગની વસ્તુ તો પુરાણા લાકડાના બોક્સમાં રાખેલી હતી, પણ સમય જતા એ બધા બોક્સ ધૂળમાં ફેરવાઈ ગયેલા હતા. આથી બધા રત્નો અને સોનાના નીચે જમીન પર ઢગલા થઇ ગયા હતા. તે એક અદ્ભૂત નજારો હતો."

ત્યારબાદ, તેઓએ મંદિર ના સભ્યોને બધી વસ્તુઓ બહાર લાવવાનો આદેશ કર્યો. આ બધો સામાન ફેરવવામાં અંદાજે ૧૫ માણસો ને આખો દિવસ કામ કરવું પડ્યું. નિરીક્ષકો માટે આ ખજાનો હાથમાં લેવો, એ એક દિવ્ય સ્વપ્નથી ઓછું નહતું. ત્યાં ઘણા બધા સોનાના સિક્કા હતા, સોનાની બંગડીઓ, હીરા માણેક જડિત હાર, સોનાની મૂર્તિઓ અને સોનાની સાંકળો તથા સાડા ત્રણ ફુટ ઊંચી એક સોનાની વિષ્ણુ ભગવાનની પ્રતિમા પણ હતી. સિક્કાઓની માહિતી રાખનાર વિદ્વાનોના મતે, ત્યાં બધા મળીને કુલ ૧ લાખ સોનાના સિક્કાઓ હતા, જે વિદેશ વ્યાપારની સાબિતી ધરાવે છે. જેમાં મુખ્યત્વે: રોમન, ફ્રાન્સ, મુઘલ, ડચ જેવા સિક્કાઓનો સમાવેશ થતો હતો. ત્યાં એક સોનાનું નક્કર કવચ પણ હતું જે મુખ્ય મૂર્તિની શોભા વધારતું હતું.

અંદાજે ૧૦૦ વર્ષ પહેલા જયારે આ પ્રદેશ દુકાળ સાથે જજુમતો હતો ત્યારે, મંદિરના સત્તાધિકારીઓએ મંદિરના આ ખજાનાને ખોલવાનો પ્રયાસ કરેલો. પણ, જયારે તેમને આ દરવાજાઓ પાછળથી ઘુઘવાટા મારતા સમુદ્રના મોજાઓ નો અવાજ સંભળાયો, ત્યારે તેમણે આ વિચાર પડતો મૂકી દીધો. અને ત્યારથીજ એવું માનવામાં આવે છે કે આ મંદિર અરબી સમુદ્ર સાથે જોડાયેલું છે, જે બળપૂર્વકના પ્રયાસોને કેરળના પુરા રાજ્યને એક આફતમાં ફેરવી દેશે.

કહેવાય છે કે ફક્ત એક જ વ્યક્તિ જાણતો હતો કે આ દરવાજાઓની પાછળ હકીકતે શું છે. તે વ્યક્તિ છે- ઉથરાદોમ થિરૂનાલ મારથન્ડ વર્મા, ત્રાવણકોર રાજપરિવારનો ભૂતપૂર્વ રાજવી. અલબત્ત, તેણે પણ પોતાના હોઠ હંમેશના માટે સીવી લીધા હતા. અને તે રહસ્ય હવે તેની સાથે જ આ દુનિયામાંથી ચાલ્યું ગયું છે.

આજની તારીખે, શ્રી પદ્મનાભસ્વામી મંદિર મેટલ ડિટેક્ટર, મશીનગન્સ સાથેના ૨૦૦ જેટલા સિક્યોરિટી ગાર્ડ્સ અને સી.સી.ટી.વી. કેમેરાઓથી સજ્જ છે.

નવેમ્બર ૨૦૧૫ ની ૧૧ મી તારીખે, કોર્ટને એક ૫૦૦ પાનાંનો રિપોર્ટ સોંપવામાં આવ્યો કે જેમાં મંદિરના ગેરવહીવટ ના કારણે, શોધાયેલા ખજાનામાંથી ચોરીના બનાવોની માહિતીઓ હતી. જેની તપાસ હજી પણ ચાલુ છે. અને મંદિરનો એ ખજાનો હજી પણ તે દરવાજાઓની પાછળ સચવાયેલો છે. અલબત્ત Vault B ને લગતો કોઈ પણ હુકમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી.

ગૂઢ વસ્તુઓનો ડર ભારતમાં એક હકીકત છે, અને સુપ્રીમકોર્ટ ના ન્યાયાધીશો પણ તેમાંથી બાકાત નથી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy