શાંતિલાલની અશાંતિ
શાંતિલાલની અશાંતિ
આમ તો શાંતિલાલ મારા શાખ પડોશી, એમનો બે માળ નો બંગલો અમારા નાના બેઠા ઘાટ ના ઘર ની સાવ બાજુ માં..હું કટલરી નો વેપારી ,એટલે રોજ નો પનારો
બૈરા ઓ સાથે...બંગડી,ચાંદલા, લાલી,
લિપસ્ટિક ,.એવી હજારો આઇટમ આવે ,
ઘરાક માંગે અને તે માટે રાખવી પડે ,ભલે ને બે પૈસા ઓછા કમાવવા,પણ ઘરાક સાચવી લેવું એવી મારી નીતિ..
લલિતા શાંતિલાલ ની ઘરવાળી,ઉંમર માં
શાંતિલાલ થી પંદર વર્ષ નાની..અને લટકાળી
એટલે શાંતિલાલ ને અશાંતિ અને ગામ ને મોજ..!!
બન્યું એવું કે લલિતા મારી દુકાને આવી,
બે ચાર વસ્તુઓ લીધી અને લટકા મટકા
કરી ને ગઈ... આપણો સીધો હિસાબ..
આજ રોકડા કાલ ઉધાર...પણ લલિતા ના
લટકા માં લોભાઇ ને શરતચૂક થી સો રૂપિયા ની ઉધારી માં આવી ગયો..રોજમેળ માં નોંધ કરી લીધી..મને એમ કે થઈ વાત પૂરી..પડોશી
છે..કંઈ વાંધો નહીં.વળી રકમ પણ નાની..
એટલે હું તો સાવ ભૂલી ગયો..
પણ લલિતા ન ભૂલી,...બે અઠવાડિયા સુધી રાહ જોઈ..અને પછી રાતે હું દુકાન વધાવી ને ઘેર આવ્યો ત્યાં...
એ..લલિત......ભાઈ...એમ લટકો કરી ને સાદ પાડ્યો...
શાંતિલાલ તો બીજા માળે હતા ..પણ
આ લટકો ..જોઈ ગયા...અને ખલભલી
ગયા...
મારી નજર તો લલિતા સામે જ ચોંટી ગઈ હતી...બોલો..બોલો...ભાભી...હું માંડ માંડ
બોલ્યો....
એ આ તમારા સો રૂપિયા!..
આવતી લક્ષ્મી નો રણકાર કાને પડતાં જ હું
ખુશી ખુશી નજીક ગયો...લલિતા તો સો ની નોટ બે આંગળી વચ્ચે પકડી ને ઉભી હતી.,
......મે..નજર મિલાવી., સહેજ હસી ને
નોટ સરકાવી લીધી...પણ તોય એક આંગળી
તો અડી જ ગઈ...
લલિત ....ભાઈ...,.આભાર... એવું બોલી ને એ તો અંદર ચાલી ગઈ...
પણ મારી નજર ઉપર શાંતિલાલ પર પડી.,
એમનું તો મોં અધખુલ્લી અવસ્થા માં જ
સ્થિર થઈ ગયું હતું...
બસ શરૂ થઈ ગઈ શાંતિલાલ ની અશાંતિ..!!!!
બોલો આમાં હું શું કરું!!!??
આપો જવાબ...
નહીંતર વાંચી,હસી ને ભૂલી જાવ...
આ તો ગરમી માં બે ઘડી ગમ્મત...રીતે અભિવ્યક્ત
