STORYMIRROR

Harry Solanki

Abstract Children Stories Inspirational

3  

Harry Solanki

Abstract Children Stories Inspirational

સૌથી મોટી ભેટ

સૌથી મોટી ભેટ

1 min
279

  એક વખત એક શિષ્યે તેના ગુરુ ને પૂછ્યું કે ગુરુજી દુનિયામાં સૌથી મોટી ભેટ કોને કહી શકીએ ? ગુરુજીએ શાંત ચિત્તે ચહેરા પર મંદ હાસ્ય લાવી સરસ જવાબ આપ્યો, "દુનિયામાં સૌથી મોટી કોઈ ભેટ હોય તો માતા પિતાએ આપેલા સંસ્કાર અને ભણતર છે." શિષ્ય થોડીવાર વિચારમાં પડી અને ફરી ઉત્સાહ સાથે ગુરુજી ને પૂછ્યું, "પરંતુ ગુરુજી શબ્દનો ભાવાર્થ સમજાયો પણ થોડું વધારે સમજાવો એમ ઉત્સુકતાથી પૂછ્યું કે આવું કેમ ?

            ગુરુજીએ સમજાવવાના ભાવાર્થ સાથે તેના શિષ્યને કહ્યું તે સંસ્કૃતમાં એક સરસ મજાનો છે મુક્તક છે 

" જે માતા-પિતા એના બાળકને ભણાવતા નથી, તે તેના સૌથી મોટા દુશ્મન છે....."

એટલે કે માતા-પિતાએ માત્ર જન્મ આપી ઉછેરીને મોટો કરવાની જવાબદારી નથી પરંતુ સૌથી મોટી જવાબદારી તો બાળકને સારા નરસાનો ખ્યાલ, નીરક્ષીરનું જ્ઞાન આપવાનું છે, એના માટે અને સારા સંસ્કાર આપવા જરૂરી છે અને સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. 20 વર્ષ પછીનું એના બાળકને જીવન એના મા-બાપ આધારીત રહેતું નથી પરંતુ એના સંસ્કાર અને એના ભણતરને આધારિત રહેશે. જે આખા જીવનની ભેટ છે એટલે તો કહી શકાય કે જીવનભર ચાલે અને જીવનભર કામમાં આવી શકે એવી ભેટ કઈ છે..તો એ સંસ્કાર અને ભણતર અને ભણતરની સાથે ગણતર પણ થાય છે. તેથી કહી શકીએ,

      "જીવનની સૌથી મોટી ભેટ એટલે ભણતર-સદ્ગુણ- સદ્વિચાર......"


Rate this content
Log in

Similar gujarati story from Abstract