દરિયા દેવ
દરિયા દેવ
આજ હું થોડો મોડો જાગ્યો..
પણ અચાનક યાદ આવ્યું કે મને એક ખૂબ જ જબરદસ્ત સપનું આવેલ હતું
મનોવિજ્ઞાન કહે છે કે આપણે જેનાથી ડરતા હોઈએ તેના સપના વધુ આવે.
ઓહ અચાનક યાદ આવ્યુ કે મને તો પાણીથી ડર લાગે છે,
ઓહ અરે હું દરિયા ડુબી રહ્યો છું
અરે હું અહી કેમ?.
અને હું તરવાની કોશિશ કરું છું તો પણ કેમ ડૂબતો જાવ છું.
પણ હું અહીં કેમ આવ્યો!!
આજ મને સમજાતું ના હતું,
અચાનક જ મને દરિયાનું તળિયું દેખાયું..
અરે હું તો જોઈને અચમ્બીત બની ગયો
હોલિવૂડનાં ફિલ્મ ધ એક્વામેન જેવું જ દ્રશ્ય
મારે સામે હતું..
ચારે બાજુ માછલીઓ તરતી હતી..
અનેક જેલીફિશ મારી આસપાસ ચકરાવા લાગી હતી
બે મરમેઇડ મારી પાસે આવી અને મને એક ઝાળમાં કેદ કરી લીધો.
હું તો દરી ગયો. સાવ એટલે સાવ
બસ ભાનમાં હતો એટલી મને ખબર,
તે બન્ને મને પાણીમાં તરતાં એક વિશાળ મહેલનાં દરવાજા તરફ લઈ ગઈ ત્યાં ખૂબ જ ભયંકર કહી શકાય એવા ચહેરા વાળા વિશાળકાય મગર
મારી સામું જોય રહ્યા હતા.
"અરે હું ક્યાં છું !!?"
"મને અહીં શા માટે લાવ્યા છો???"
"મારો શુ વાંક.. ??"
હું બરાડા પાડું છું,
પણ કોઈ સાંભળતું નથી,
બસ હવામાં તરતો હોઈ એમ મને દરવાજા સામે ઊભો રાખ્યો છે.
પણ અચાનક જ એક મોટો અવાજ થયો ને દરવાજો ખુલ્યો,
એક રાજા જેવા કપડાં અને હાથમાં ત્રિશૂળ લઈને એક અર્ધ મત્સ્ય અર્ધ માનવ મારી સામે આવીને ઉભા રહી ગયા..
મને જાણે કે પહેલાં ડર લાગ્યોપણ પછી મને સ્વર્ગ જેવો માહોલ લાગ્યો એટલે મારો ડર જતો રહ્યો
સામે થી મને પ્રશ્ન પૂછાયો.
"તું કોણ છેઅને અહીં શા માટે આવ્યો??"
અરર
આ સમયે તો મને પણ યાદ જ ના હતું કે હું કોણ છું..અને અહીં શા માટે આવ્યો
?
મેં હિંમત કરી ને સામે પૂછયું કે,"તમે કોણ અને મને અહીં શા માટે લાવ્યા ?"
એક મોટો એવો કાચબો મારી પાસે અઆવ્યો અને બોલ્યો,
"તે દરિયા દેવ છે..અને પાતાળલોકના રાજા છે.તને ડૂબતો જોઈને અમે તને આહી લાવ્યા છીએ'"
ઓહ.પણ મને ડૂબાડયો કોણે??!!
આ વાત મને હજુ સમજાતી ના હતી.
દરિયા દેવ મારી નજીક અવ્યા અને મને ધ્યાન થી જોયો.
હું હવે ખરેખર ગભરાય ગયો
કરણ કે તેનું ત્રિશૂળ.ઓ બાપ રે.
હવે તો તેણે ત્રિશૂળ મારા તરફ કર્યું
મેં કહ્યું કે હવે તો માર્યા પાકું ઓહ મમ્મીમી..મીમી..
મોટી ચીસ નીકળી ગઈ.
પણ તરત જ વિચાર આવ્યો કે હું પાણીમાં ના માર્યો કે ડૂબ્યો તો અહીં હવે મરીશ કેમ!! ?
આંખ ખોલીને જોયું તો પેલા દરિયા દેવ મારે માથા પર ત્રિશૂળ રાખીને પોતે આંખો બંધ કરીને કાંઈક ધ્યાન કરતા હોય એવું..કરતા હતા
મને તો હજુ વિશ્વાવ નથી આવતો કે હું ક્યાં છું!
મેં બે હાથ જોડીને પેલા દરિયા દેવ પ્રત્યે દયાની નજરે જોયું. તો દરિયા દેવ પણ મારી સામું જોઈને હસ્યા.
હું વધુ ખુશ દેખાવ પ્રયત્ન કરવા લાગ્યો,
પેલી બે મરમેઇડ પણ અરી સામું હસી.
ત્યારબાદ મને કેદમાંથી છૂટો કર્યો.
હું માંડ બચ્યો એવો અનુભવ થયો,
મહારાજ એટલે કે દરિયા દેવ હોવી મહેલમાં અંદર જતા રહ્યાં,..
પણ હું હજી તરતો જ હતો આ સોનેરી દરિયાઈ નગરીને નીરખી રહ્યો હતો..
શું હું ખરેખર પાતાળલોકમાં છું.
દૂરથી એક મોટો કાચબો મારી પાસે આવ્યો.
મને એની પીઠ પર બેસાડીને ઉપર તારા લાઇ જય રહ્યો હતો.
મારા શ્વાસોશ્વાસ હોવી ધીમા પડી રહ્યા હતા અને હું સૂર્યનો પ્રકાશ જોઈ શકતો હતો..
થોડી જ વાર માં હું દરિયાની સપાટી પર હતો.
એક બોટ મને સામે આવતી દેખાઈ ઓહ
અરે રે શું આ મારું સપનું હતું..!