વાવ
વાવ
ગીર કાંઠાના મારા ગામને સીમાડે એક નાનકડી વાવ આવેલ છે. આ વાવ આમ તો સાવ ભેંકાર લાગે પણ એક બાળક તરીકેની જિજ્ઞાસાવૃત્તિ મારામાં સળવળી રહી હતી એટલે હું મારા મિત્રોને હંમેશા કહેતો કે ચાલો વાવ માં જોઈએ શું છે??!!
પણ મારા મોટા કાકા ના પાડી દેતા એમ કહીને,
"દાદા ખિજાશે. ન્યા જવાની ના પાડી છે તેણે. .'"
"કોઈ જતા નહીં હો મારા બા કૈસે કે એમાં ભૂત થાય છે" બીજો એક રઘુ બોલ્યો.
હવે તો મારી ઉત્સુકતા વધુ થઈ આવી.
મારે જાણવું જ છે કે એમાં ખરેખર ભૂત છે કે નહીં.
મારા બીજા મિત્રો બોર ખાવા લાગ્યા. અને હું ધીમે ધીમે ત્યાં વાવ તરફ જવા લાગ્યો.
લગભગ પચાસ જેટલા પગથિયાં હતા અને
અંધારું પણ
હું ધીમે ધીમે પગથિયાં ઉતરતો હતો. દસ જેટલા પગથિયાં ઉતર્યો હોઈશ ત્યારે જ એક મોટી ચીસ સંભળાઈ.
"અરર. . .માડી. . ન્યા જામા એલા એય. ."
હું તરત જ બહાર આવ્યો અને જોયું તો બધા મારા મિત્રો મને જ બોલાવતા હતા.
મારા મોટા કાકા હતા એણે મને કાન પકડીને ખેંચ્યો.
અને કીધું કે ચાલ તને ના તો પડી કે એમાં અંદર ના જતો. .
મેં માની લીધું તો પણ બધા મારા પર હસ્યાં.
હું શરમાયો અને થોડો ગભરાયો પણ.
અને હવે ઘરે દાદા સુધી વાત પહોંચી.
દાદા એ ચેતવણી આપી દીધી કે એ તરફ હોવી કોઈ નહીં જાય કયારેય પણ નહીં.
બસ ત્યારબાદ મારી ઈચ્છા હજી અધૂરી જ છે.