જીવન: એક સંઘર્ષ
જીવન: એક સંઘર્ષ
અનિલ કપૂરનું વર્ષો પહેલા આવેલું ફિલ્મ -મેરી જંગ- અને એનું સરસ મજાનું એક ગીત આજે મારા કાનમાં ગુંજી રહ્યું છે ....
ગીત શબ્દો હતા ... "જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ, જીત જાયેંગે હમ જીત જાયેંગે હમ, તુ અગર સંગ હૈ,......"
આ ગીત અને એના શબ્દો ખરેખર જીવન એક સંઘર્ષ છે એવું દર્શાવે છે.
વ્યક્તિ જન્મે છે ત્યારથી જ તેનું જીવન રડવાથી શરૂ થાય છે અને મૃત્યુ પામે ત્યારે પણ મોટાભાગે રડતો જ હોય છે. રડવાથી શરૂ થયેલું જીવન રડવાથી પૂરું થાય છે તેથી જ કહી શકીએ કે જીવન એક સંઘર્ષ છે આની સાથે એક બીજું ફિલ્મ ગીત યાદ આવે છે.....
"કભી હસના હૈ, કભી રોના હૈ,જીવન સુખ દુ:ખ કા સંગમ હૈ ...."
&nb
sp; વ્યક્તિ જ્યારથી સામાજિક જીવન જીવવા લાગ્યો એના પહેલા પણ સંઘર્ષ કરીને જ જીવન ટકાવી રાખવા મોટા ભાગનો સમય ભોજન શોધવામાં તથા દુશ્મનથી બચવા કરતો.
હવે આધુનિક યુગમાં પણ પોતાને વિશેષ સાબિત કરવા માટે થઈને પણ સંઘર્ષ કરવો પડે છે.
સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહેલું કે જો દિવસ દરમિયાન તમને કોઈ મુશ્કેલી કે અડચણ ન આવે તો સમજવું કે તમે ખોટા રસ્તે જઇ રહ્યા છો. મતલબ જીવન સંઘર્ષ જ બનેલો છે જો સંઘર્ષ ન હોય તું પણ નથી અને જીવન છે સંઘર્ષ છે.
માટે જીવન એક સંઘર્ષ છે. કોઈપણ વ્યક્તિની સફળતા સંઘર્ષ કર્યા પછી મળી હોય છે એના વિના મળેલી સફળતા એ તો માત્ર કલ્પનાની વાત છે એટલે જ કહી શકાય કે જીવન એક સંઘર્ષ છે.