મહામારી કે મગજમારી
મહામારી કે મગજમારી
ગામના પાદરમાં મનસુખભાઇ ઊભાં હતાં.
લગભગ 70 વટાવી ગયેલ અને અનુભવી આંખોથી કોઈપણને પારખી લેનાર....એવા કોઠાસૂઝ વાળા એ મુરબ્બી સફેદ કપડાના ગામઠી વેશમાં.
કોઈ બમ પાડી એ મનસુખ દાદા..સાંભળો છો..કે નહીં.
અપણા ગામનાં દવાખાને આરોગ્ય-શાખાવાળા આવ્યા છે. જલ્દીથી આવો તપાસ કરવા જવાનું છે.
કાકાએ સામું જોયું ને કહ્યું તું જ હું આવું છું...
થોડી વાર પછી કાકા પહોંચી ગયા આરોગ્ય કેન્દ્ર ઓર..
તરત જ એક નર્સ ત્યાં આગળ આવીને કહું કે
કાકા આ કોરોના મહામારીમાં સરકારના આદેશ અનુસાર..દરેક વડીલો માટે કોરોના ટેસ્ટ કરવો ફરજીયાત કર્યો છે..
ચાલો આવી જાવ ને ખુરશીમાં બેસી જાવ.
કાકા કહે,"હા ભાઈ પણ કહો કરવાનું શુ છે મારે..?
નર્સ કહે તમે માત્ર બેસો હું ક
રું એ જોવો..
માત્ર નાકમાં ચેક અપ કરવાનું છે..
કાકા તો બધાની સામે જોતા જોતા ખુરશીમાં બેસી ગયા...
નર્સ ત્યાં એક પેકેટમાંથી એક સળી લઈને આવીને કાકાના નાકમાં નાખી.......
કાકા તરત ચીસ પાડી ઊભાં થઇ ગયા ....
એ એ ....એ ...એ આ આ આ શું છે....!!
માંડ્યા એ તો છીંક ખાવા...
આંખમાં આસું પણ હતા......
નર્સ કે કાકા બેસો....
કાકા તો ખીજાય ગયા "અરે બેસવા વાળી...મારો જીવ જતો રહ્યો...."
"ના કાકા તમારે આ મહામારી માટેનો ટેસ્ટ તો કરવો જ પડશે.."
કાકા કે અરે પણ આ કાઈ મહામારી છે કે મગજમારી ચાલ હવે નીકળ...
અરે તું નહીં હું જ નીકળું....
આમ કહી..કાકા તો લાકડી લઈ ને ચંપક ચાચાની જેમ ત્યાં થઈ રફુચક્કર....
મગજમારી હો.