બીજું બાળપણ
બીજું બાળપણ
અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર.....આપણી પથારીથી આપણા વોશરૂમ સુધી નું હોય છે.....,
ત્યારે ફક્ત આંખો જ નહીં ... ચાદર પણ ભીની થાય છે......, ઓશિકા, ગાદલાં, કપડાં બધું જ પલળે છે....!
બાળપણમાં ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે.. ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ.. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની....,ડાયપર ની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી.
એ તબક્કે કબાટમાં પડેલા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક.... ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે.....!
વોશરૂમમાં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, ચાલી ને આપણા સુધી આવી પણ નહીં શકે... મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લા
ચાર થઈ ને આપણ ને જોયા કરશે અને આપણ ને વોશરૂમ સુધી જવા ની લક્ઝરી પણ નહિ મળે.
ત્યારે જિંદગી આપણા વશ માં નહીં હોય ....અને આપણે પોતે પથારી વશ હોઈશું....!
જીવતર ના બોર્ડ ની પરીક્ષા નું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે.
ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘર ના કોઈપણ ખૂણેથી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન લઈને હાજર થઈ જાય.. તો સમજવું કે.....આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું.
જુવાની ના દિવસોમાં જે સંબંધ હાથમાં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો... એ જ સંબંધ જો હાથમાં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંક ના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ.