બારના ટકોરે
બારના ટકોરે
મારી નજર ઘડિયાળ સામે ગઈ.
પણ હજુ બાર વાગવામાં પાંચ મિનિટની વાર હતી... ફરીથી મારું મન ભૂતકાળના એ ભંવરમાં ફસાઈ ગયું. ક્યારે બાર વાગ્યે એવું કંઈ બનાવવાનું છે, જે વર્ષો પહેલા એટલે કે આજથી દસ વર્ષ પહેલાં બન્યો હતો એવી ઘટના માત્ર એટલી જ છે કે જેને વાગોળીને આજે પણ મારે મનનાં ઘોડાઓ તબડક કરતા એટલે ફાસ્ટ દોડવા લાગે છે કે જેને રોકવા મારા માટે મુશ્કેલ છે.
વર્ષ ૨૦૧૧ અને ૨જી જાન્યુઆરી મારા ખાસ હતી, મારા અંગત વ્યક્તિનો બર્થ ડે હતો. કોઈ ને જન્મદિવસની શુભકામના આપવા માટે રાતનાં બાર સુધી જાગવુ એ ખરેખર લાગણીની પરાકાષ્ઠા દર્શાવવા માટેનું એક પ્રયત્ન છે.
હું જાગતો હતો....આંખોમાં ખૂબ જ નીંદર ભરી હોવા છતાંય જાગતો હતો...પ્રિયપાત્રને સૌથી પહેલાં શુભકામના આપવા માટે તલપાપડ હતો.
બસ હવે ઘડીયાળમાં જોયું તો.....12:00
ઓહો રે ઓહો હું ઝુમી ઉઠ્યો...
પણ મનમાં હો...
મેં ધીમેક થી બાથરૂમનો દરવાજો બંધ કર્યો અને
હેલો હેપ્પી બર્થડે ડિયર
બસ એટલું જ અને કોલ કટ......
ત્યાર બાદથી કોઈ દિવસ એને કોલ કે મેસેજ
કરેલ નહીં....
પણ આજ દસ વરસ પછી ના જાણે કેમ મને ફરીથી આજ લાગણી થઈ આવે છે...
તે ક્યાં હશે...?
શુ કરતી હશે..?
કેમ હશે......?
હેલો એમ જે પ્લીઝ આન્સર મી ...!