સૌભાગ્ય
સૌભાગ્ય


રિક્તા ખૂબ વ્યથિત હતી.
ચિંતા અને તણાવમાં એ
પોતાની યંત્રવત ફરજને ન્યાય
આપી રહી. એક પુરુષ જ્યારે
એક સ્ત્રી સાથે લગ્નના બંધનથી જોડાય છે ત્યારે તે સ્ત્રીની
આરઝું બની જાય છે. સ્ત્રીના
સૌભાગ્યના હમેશાં માટે
ભાગ્યશાળી બની જાય છે.
સ્ત્રીના ઈશ્વર સામે જોડાયેલ આશિર્વચન માંગતી દુઆઓ
એટલે સૌભાગ્ય. સ્ત્રી જે પુરુષની સાથે હોવા છતાં યે ત્યાગ કરે
તે પુરુષ આ દુનિયાનો કદાચ
સૌથી કમનસીબ ઇન્સાન હોય છે.
રિક્તાની મનોસ્થિતિ ખૂબ
દર્દનાક હતી. બહુ વર્ષો પહેલા
લેવો જોઈતો નિર્ણય એણે આજે
લીધો. મારી બધી ફરજો હવે પૂરી
થાય છે કે મારું કર્તવ્ય સંપૂર્ણ
બજવ્યું છે. મને શોધવાની કોશિશ ન કરશો ચિઠ્ઠી મૂકી અને રિક્તાએ પ્રયાણ કર્યું. ખુલ્લી હવાના સ્પર્શથી હરખાઈ ને રિક્તાએ તાજી હવાને સાસમાં ભરી લીધી. સાચા અર્થમાં રિક્તા આજે પોતાના જીવનનો મર્મ શોધવા નીકળી પડી.