STORYMIRROR

MITA PATHAK

Drama Inspirational

3  

MITA PATHAK

Drama Inspirational

સાસુમા

સાસુમા

1 min
303

સાસુને સસરા આજે ચારધામની યાત્રા કરી પાછા આવના હતાં. શિલ્પાએ આખું ઘર પહેલાની જેમ સાફ સફાઈ કરી દીધુ. સાસુની રુમ પણ સરખી કરી દીધી. શિલ્પા મનમાં બબડાટ કરતી હતી, કાલથી મારે સાડીઓ વીંટાળવી પડશે. ખબર નહીં, મેં છાનામાનાં યાત્રા ઉપર જતા સાસુમાની બેગમાં બે ડ્રેસ મૂક્યાં હતાં. તેમને પહેર્યા હશે કે નહી ? એટલામાં ડોરબેલ વાગે છે. સાસુસસરા યાત્રા કરીને આવી ગયા હતાં. સાસુમાના હાથમાં બે પ્લાસ્ટિક બેગ હતી. એક પ્લાસ્ટિક બેગ પર જીન્સટોપ દોરેલું હતું.. બીજી બેગ પર પ્રખ્યાત બાંધણી ડ્રેસ લખેલું હતું. સાસુમા એ વહુના હાથમાં બેગ આપીને કીધું, લે દીકરી આ તારી ભેટ છે. અને પ્રસાદી સાંજે શેખર આવે એટલે સાથે લઈશું. સાસુમાને સાંભળીને સ્તબ્ધ થઈ જોતી રહી !                      


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Drama