Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Rita Macwan

Romance Inspirational

4.8  

Rita Macwan

Romance Inspirational

સારો માણસ ?

સારો માણસ ?

3 mins
137


વનિતાબેન એમની પાંચ વર્ષની પૌત્રી મીના સાથે બંગલાની લોનમાં રમી રહ્યાં હતા. એમના પતિને સ્વર્ગે સિધાવ્યાને સવા મહિનો થયો હતો, છતાં દુઃખની કે આઘાતની કોઈ લકીર એમના મુખ પર દેખાતી નહોતી. સ્થિતપ્રજ્ઞતાનો ભાવ પહેરી લીધો હતો. વનિતાબેન વૈકુંઠરાય સાથે વૈભવશાળી બંગલામાં રહેતા હતા, એમના સંસારમાં એક દીકરો વિનય હતો. જેને ઉમરલાયક થતાં પરણાવી દીધો હતો. વિનયના દામ્પત્ય જીવનની ફળશ્રુતિ રૂપે એક દીકરી હતી. મીના એમના કુટુંબમાં લક્ષ્મી સ્વરૂપે સાચા અર્થમાં આવી હતી. એના આગમન પછી કુટુંબમાં સુખ સાહ્યબીમાં વધારો થયો હતો.પરંતુ કાળને આ સુખ ખૂંચ્યું અને એક માર્ગ અકસ્માતમાં વિનય અને પુત્રવધુ મૃત્યુ પામ્યા. હવે દાદા દાદી દીકરાની ધરોહરને, પોતાની એકમાત્ર વારસદારને વહાલથી ઉછેરી રહ્યા હતા.

વૈકુંઠરાય શેઠનો ધીકતો ધંધો હતો. પૈસાની રેલમછેલ હતી. માનવતાવાદી હોવા છતાં પણ એમનામાં એક એબ હતી. તેઓ રંગીન મિજાજના હતા. શરાબ શબાબના શોખીન હતા. ક્લબમાં જતા જુગાર રમતા ગરીબ ઘરની વનિતા સાથે પ્રેમ લગ્ન કર્યા. અને એકજ વર્ષમાં વિનયનો જન્મ થયો. વનીતાબેન ઘર વર અને કુટુંબની પળોજણમાં અટવાઈ ગયા. પ્રેમલગ્ન કર્યા હોવાથી રૂઢી ચુસ્ત મા બાપે એમની સાથેનો વ્યવહાર પણ કાપી નાખ્યો. શરાબ શબાબના શોખીન એવા વૈકુંઠરાયને પણ હવે વનીતાબેનના શરીરમાં કોઈ રસ રહ્યો નહી. સવારે ૯ વાગે નીકળી ૬ વાગે ઘરે આવી ૭ વાગે ક્લબમાં જતાં રહેતાં. એશો આરામ અને ઐયાશીમાં રાત વિતાવતા. પુષ્કળ દારૂ પીતાં મોડી રાત્રે ઘરે નશાની હાલતમાં લથડીયા ખાતા મિત્રો એમને ઘરે મૂકી જતા. આ એમનો રોજનો ક્રમ થઇ ગયો હતો. આ દરમિયાન વનીતાબેન સાથેનો કોઇપણ વાતચીતનો વ્યવહાર રહ્યો નહી. વનીતાબેન આ બધું જાણતા હોવા છતાં. તેમને કદી રોક્યા કે ટોક્યા નહી.પરસ્ત્રી સાથેના વેશ્યાગમનના સંબંધો પણ સ્વીકારી લીધા.

૧૯ વર્ષની ઉમરે ૨૯ વર્ષના પુરુષ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી માબાપના દ્વાર બંધ હતા. એટલે પીયર પક્ષની કોઈ આશા નહોતી. ભીડમાં રહીને પણ એકાકી જીવન જીવવાની ટેવ વનીતાબેને પાડી દીધી હતી. દીકરો પણ સાથ છોડી અનંતયાત્રાએ ઉપડી ગયો તો એ પણ સ્વીકારી લઇ નાનકડી મીનાને ઉછેરવામાં મનને વ્યસ્ત રાખ્યું.

એકવાર એમને પિયરમાં બાજુમાં રહેતા તુષાર કાકાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે “તમારી માને હ્રદય રોગનો હળવો હુમલો આવ્યો છે અને તમને બધા પૂર્વગ્રહ મુકીને મળવા માંગે છે. સાંભળીને તરત જ વનીતાબેન માબાપને મળવા દોડી ગયા. એકલા પહેલી વાર નીકળ્યા હતા. ઘરની ગાડી હોવા છતાં તેઓ રિક્ષામાં જવા નીકળ્યા. તે વખતેજ વૈકુંઠરાયની ગાડી બંગલાની થોડે દૂર હતી. વૈકુંથરાયે વનીતાબેનને રિક્ષામાં બેસતા જોઈ ગયા. અને એમના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠ્યો. અને એમણે તેમનો પીછો કર્યો.

વનીતાબેન લગ્ન પછી પહેલી વાર પિયર આવ્યા. એમની આંખ ભરાઈ આવી. માને જોઈને દોડીને ભેટી પડ્યા. પિતા અપરાધ ભાવે આ દ્રશ્ય નિહાળી રહ્યા. વનીતાબેને ઘરની ગરીબી અને બાપની લાચારી જાણી. જતી વખતે માબાપને પગે લાગ્યા અને ૫૦૦૦ રૂપિયા એમના ચરણે ધરી દીધા. એ જ વખતે વૈકુંઠરાય ત્યાં આવીને ઉભા રહી ગયા. વનીતાબેન અને માબાપ ગભરાય ગયા. વૈકુંઠરાયે વડીલોને પગે લાગીને એક પણ શબ્દ બોલ્યા વિના વનીતાબેનનો હાથ પકડી કારમાં બેસી ઘરે લઇ આવ્યા. 

૭ વાગે જમવાના સમયે ટેબલ પર એક ચેકબુક આપી. જેમાં દરેક કોરા ચેક પર એમણે સહી કરી હતી. વનીતાબેનને એટલુજ કહ્યું “તું દર મહીને તારા માબાપને એમની જરૂરિયાત મુજબ રકમ આપજે. અને હા તારી માની સારવારનો તમામ ખર્ચ પણ આપી દેજે. અને આજીવન એમની આ રીતે સેવા કરજે.”આટલું કહી ફરી પાછા ક્લબમાં જુગાર શરાબ અને શબાબની મહફિલ માણવા ઉપડી ગયા.

આ વાતને ત્રણ જ દિવસ થયા ને એક રાત્રે કલબમાંથી પાછા ફરતી વખતે દારૂના નશામાં ગોઝારો અકસ્માત થયો. ને એમનું સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું. વનીતાબેન આ આઘાતથી દિગ્મૂઢ થઈ ગયા. ધીમે ધીમે એમણે મીનામાં મન પરોવ્યું. મીનાને સાચવે એની સાથે રમે. જયારે એકલા પડે ત્યારે રહી રહી ને એક જ સવાલ ઉઠતો કે “ વૈકુંઠરાયને “ સારો માણસ “ કહી શકાય ?


Rate this content
Log in

More gujarati story from Rita Macwan

Similar gujarati story from Romance