વતન કે રખવાલે
વતન કે રખવાલે

1 min

455
(વીરતા, નિર્ભયતા, વતનપ્રેમ ને વરેલા..પાકિસ્તાનથી સ્વદેશ પાછા ફરેલા ભારતીય હવાઈ દળના વીંગ કમાન્ડર "અભિનંદન" ને સલામી અર્પતી મારી રચના..)
ભારતમાતા તારો સપૂત છે " અભિનંદન"
રક્ષા કરજો "ઈશ".. એ તો છે વતનનું રતન..
કરું તારા લલાટે તિલક અક્ષતચંદનથી..
આવકારું તને ઉરના ઉમંગથી..
તું છે દેશની આન, બાન, શાન..બોલે હરેક દેશવાસી..
"અભિનંદન" આંખોનો તારો.. અમ સૌનો દુલારો..
તારો ન કોઈ થાય મોલ..તું તો છે અનમોલ..
હર હૈયે થાય તારા નામનું સ્પંદન..
તું છે વતનનું રતન..તને કોટી કોટી વંદન.