Rita Macwan

Others

3  

Rita Macwan

Others

બાળ વિધવા

બાળ વિધવા

1 min
563


'કજરી ક્યાં છે ? ક્યાં સુધી હોળી રમીશ ? હવે ઘરમાં આવ તો...'કહી ગંગા એ પોતાની નવ વરસની દીકરીને બૂમ પાડી. પછી ઘરમાં પકડીને લઈ આવી ને કહ્યું, 'છોરી.. સાસરીમાં હોળી રમવા નહી મળે તો શું કરીશ..?'


કજરી ચાર વર્ષની હતી ત્યારે તેના બાળલગ્ન થયી ગયા હતા. દસમા વરસે સાસરે તેડી જવાના હતા.આવતા વરસે સાસરે મોકલવાની હતી એટલે ગંગા કજરીને ખીજવાતી અને સમજાવતી. કજરીને હોળીનો તહેવાર ખૂબ ગમતો. જોતજોતામાં વરસ થયી ગયુંને કજરી ને સાસરે વળાવી. હજુ તો છ મહિના જ થયા હતાને સાસરે થી સમાચાર આવ્યા કે કજરીના વરને એરૂ આભડી ગયો, ને બે ચારકલાકમાં તો મરી ગયો. કજરી દસમાં વરસે તો વિધવા થયી ગઈ. હજુ તો બાળપણ ગયું નહોતું ને જુવાની આવી નહોતી ત્યાં તો કજરી વિધવા થયી ગયી.


કજરી હવે બોડા માથે, સફેદ જાડા લૂગડાં માં લપેટાયેલી રહેતી. થોડા દિવસ પછી હોળીનો તહેવાર આવતો હતો. કજરી જેટલીજ તેની નણંદ હતી, એણે કહ્યું, 'ભાભી.. આપણે સાત રંગોથી હોળી રમીશું.' ત્યારે કજરી બોલી, 'મારો તો હવે આજીવન એક આ સફેદ રંગ જ રહેશે. આ સફેદ રંગમાં જ સાત રંગ ધરબાઈ ગયા છે..ને એ છે, એકાંત, એકલતા, આંસુ,અંધકાર, અણ દીઠા, અધૂરા, અરમાન.' બોલી કજરી દોડીને રૂમમાં ઊંધા મોઢે પછડાઈ રડી પડી.


Rate this content
Log in