Rita Macwan

Others

3  

Rita Macwan

Others

પ્રકૃતિના રિસામણા

પ્રકૃતિના રિસામણા

2 mins
206


આજે કોરોના જેવા સુક્ષ્મ જંતુ એ માનવી ને લાચાર કરી દીધો."હું" ના હુંકાર થી મદોનમત્ત બનેલા માનવી એ હાર સ્વીકારી ...ઈશ્વર ને આપત્તિમાં થી ઉગારવા પોકાર કર્યો.

ત્યારે ઈશ્વર નું અણમોલ સર્જન.. પંચતત્વો થી બનેલી..પ્રકૃતિ એ પોતાના મોઢા પરથી માસ્ક નું આવરણ દૂર કરી માનવી ને પડકાર્યો...

હે માનવ..

ઈશ્વરે તને જળ, વાયુ, ભૂમિ, આકાશ અને અગ્નિ જેવી મૂલ્યવાન સંપતિ આપી ને સુખી થવાનું વરદાન આપ્યું.

આજે એ જ માનવે કુદરતની પ્રાણ સમી પ્રકૃતિ નો એટલેકે પર્યાવરણ ને પ્રદૂષિત કરી નાખી ને પોતાના જ વિનાશ ને નોતર્યું.

માનવ તો એક સામાજિક પ્રાણી છે.

માનવીએ ધરતી પરની કુદરતી સંપત્તિ ને પોતાની માલિકીની માની..પોતાની બુદ્ધિ ને ચાતુર્ય નો ઉપયોગ કરી, વિજ્ઞાન ને ટેકનોલોજી નો ઉપયોગ કરી પર્યાવરણ ને દૂષિત કરી નાખ્યું.. પાંચ તત્વોથી બનેલ ધરતી પરની પ્રકૃતિ માટે પ્રદૂષણ અસહ્ય બન્યું. પ્રદૂષણ ની માત્રા એટલી વધી ગયી કે તેને અટકાવવું અશક્ય બની ગયું છે.

પ્રકૃતિ ની અવગણના એટલે ઈશ્વરની સર્જન શકિત ને ક્ષતિ પહોંચાડવી. તેની સજા ભોગવવી જ પડે.

પ્રકૃતિ એ માનવી ને ચેતવણી આપતા કહ્યું, હે માનવ..આગળ વધવાની દોડ માં તે મારું ગૌરવ ન જાળવ્યું ..તો હવે મને પ્રદૂષણ મુક્ત થવા તારે ઘરમાં જ પુરાઈ રહેવું જોઈએ.તારા ભૌતિક સુખો ઓછા થશે ત્યારે જ કુદરત ના પંચતત્વો શુધ્ધ થશે. એ જ તારી સજા છે...

આટલું કહી પ્રકૃતિ ચૂપ થઈ ને મોઢા પર માસ્ક પહેરી લીધું..

માનવી એ પોતાની ભૂલ સ્વીકારી ..

આજે માનવી પોતે જ માસ્ક પહેરી ને ફરી રહ્યો છે ને પર્યાવરણ ને બચાવવા ભૌતિક સુખોથી દૂર થઇ ગયો છે.


Rate this content
Log in