ચકુડી
ચકુડી
શકરીબેનને બે છોકરા દસ વર્ષનો ભોલુંને સાત વર્ષની ચકુડી. ભોલું ભણવામાં હોંશિયાર.ચકુડી જન્મથી મૂંગી. સાંભળી શકે બોલી ના શકે. રંગે પણ શામળી. ભોલુને બેન તરફ ચીડ હતી. હંમેશા એને ધમકાવતો. ચકુડીને ભઇલો બહુ વહાલો. ચકુડીને શાળામાં મુકેલી. થોડું ઘણું વાંચતા લખતા આવડે.
એકવાર ભોલુ તાવમાં પટકાયો. ચકુડી ભઈલાના પલંગ નીચે બેસી રહી. મા દીવો કરે ત્યાં જઈ સ્લેટમાં લખ્યું, "ભગવાન મારા ભઈલાને ઝટ સારો કરી દ્યો. ચોકલેટ આપીશ" ને રડતી આંખે ઊંઘી ગઈ.
ભોલુ એ સ્લેટમાં વાંચ્યું. બેનને માથે હાથ ફેરવ્યો. ચકુડી ઊઠી ગઈ.
ભોલુ બોલ્યો,"ચકુ, કાલે રક્ષાબંધન છે. ચાલ રાખડી લેવા જઈએ.