Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Rita Macwan

Children Stories Inspirational Others

4  

Rita Macwan

Children Stories Inspirational Others

પાંપણે હર્ષાશ્રુની દીપમાળા

પાંપણે હર્ષાશ્રુની દીપમાળા

4 mins
82


ને જય બોલ્યો,.. મા..તું પણ શું આજે આ દીવાઓનું કામ લઈને બેસી ગઈ..તને ખબર છે ને આજે સ્કૂલમાં દિવાળીનું સેલિબ્રેશન છે..મારી "મા" વિશે ની સ્પીચ છે. પાંચ વાગે પહોંચવાનું છે...

અમી બોલી..હા..બેટા..બસ હવે દસ જ દીવા તૈયાર કરવાના બાકી છે..હજુ તો બાર વાગ્યા છે..ત્રણ વાગ્યા સુધી બની જશે. બેટા ..કાલથી દિવાળી છે ને આજે ઓર્ડર છે દીવા આપવાનો.. મેં તને સ્પીચ લખી આપી છે.. તું સ્પીચ તૈયાર કર.

   આજે સુરતની એક શાળામાં દિવાળીના ઉત્સવની ઉજવણીનો દિવસ હતો. અમી એ જલદી કામ પૂરું કર્યું...જયને તૈયાર કરી પાંચ વાગ્યા સુધીમાં તો અમી ને જય ફટાફટ સ્કૂલે પહોંચી ગયા. નાના નાના ભૂલકાઓ તૈયાર થઈ ને પતંગિયાની જેમ ઊડી રહ્યા હતા. એવું લાગેકે જાણે ઉપવનમાં રંગબેરંગી ફૂલો ડોલી રહ્યા છે. આ બધામાં આજે ચોથા ધોરણમાં ભણતો જય શાહ ખુબ જ ગંભીર હતો. આજે એણે મંચ પરથી “ મા " વિષે બોલવાનું હતું. એની મમ્મીએ અંગ્રેજીમાં સરસ સ્પીચ તૈયાર કરીને આપી હતી. 

સાત વાગ્યા સુધીમાંતો શાળાનો હોલ વાલીઓ અને નાના મોટા ભૂલકાઓથી ઉભરાઈ ગયો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. જુ.કે.જી. અને સી.કે.જી.ના નાના ભૂલકાઓ સ્ટેજ પર પતંગિયાની જેમ ઉડવા લાગ્યા. રંગબેરંગી લાઈટથી મંચ શોભવા લાગ્યું. વેલકમ ડાન્સ પૂરો થયો અને બધાએ તાળીઓના ગડગડાટથી બાળકોને પ્રોત્સાહન આપ્યું. અને પછી નામ બોલાયું “ હવે ચોથા ધોરણમાં ભણતો હોનહાર વિદ્યાર્થી માસ્ટર જય શાહ "મા" વિષે વક્તવ્ય આપશે. પ્લીઝ વેલકમ જય શાહ ...” અને હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. 

જય મંચ પર આવ્યો ઓડીયન્સનું અભિવાદન કર્યું અને પછી એકજ શબ્દ બોલ્યો : “મા" અને એની નજર પહેલી હરોળ માંબેઠેલી મમ્મી પર પડી. એણે જોયું.. "મા" શબ્દ સાંભળતા જ મમ્મીની આંખમાંથી એક આંસુ સરી પડ્યું હતું....અને જયે આગળ બોલવાનું શરુ કર્યું ; “ મા તું જ મારી ઈશ.. મા.. જન્મથી લઈને આજ દિન સુધી હું તને જ ઓળખું છું. પપ્પા ને તો મે જોયા જ નથી. જન્મ આપ્યો ત્યારથી આજે હું ચોથા ધોરણમાં આવ્યો ત્યાં સુધી.. મને આંગળી પકડી પા..પા.. પગલી પાડી ચાલતા શીખવાડ્યું ..બોલતા શીખવાડ્યું .... આજે હું જેટલું જાણું છું અને જે કંઈ શીખ્યો છું તે મારી મમ્મી ને આભારી છે. મારી મમ્મી ટ્યુશન કરાવે છે..અત્યારે દિવાળી દિવસોમાં દીવાઓ શણગારી ને વેચે છે. મને ખૂબ જ મહેનત અને સ્વમાનથી મોટો કરે છે. મારા દરેક લાડકોડ પૂરા કરે છે.હું તો એટલું જાણું છું કે મારી મા મારા માટે મહેનત કરે છે. મા હું મોટો થઈશને ત્યારે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા.. હું તારું ઋણ ક્યારેય ન ચૂકવી શકું. ‘

આટલું બોલી જય સ્ટેજ પર બેસી ગયો. એની આંખમાં આંસુ આવી ગયા. અને આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો. જયના ક્લાસ ટીચર એને બેક સ્ટેજમાં લઈ ગયા.

આ બાજુ પ્રેક્ષકોમાં બેઠેલી અમી અવાચક હતી. કારણકે જય જે પણ કઈ બોલ્યો તે સ્પષ્ટ ગુજરાતીમાં હતું. જયારે અમીએ જયને અંગ્રેજીમાં સ્પીચ લખી આપી હતી. જય જે પણ કઈ બોલ્યો એ એણે લખ્યું જ નહોતું.

જયારે ઈનામ વિતરણ થયું ત્યારે માસ્ટર જય શાહ પ્રથમ વિનર બન્યો. પ્રિન્સિપાલે જયને બોલાવ્યો ને ઈનામ આપવા લાગ્યા તો નાનકડો જય બોલી ઉઠ્યો “ સર, આ ઈનામ હું મારી મમ્મીને હાથે લેવા માંગું છું. શું હું અહી મારી મમ્મીને બોલાવી શકું ? 

ને આચાર્યશ્રી એ અમી શાહને મંચ પર આવવા આમંત્રણ આપ્યું. અમી મંચ પર આવી પોતાના વહાલસોયા દીકરાને ભેટી પડી. આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ઊભા થઈને મા દીકરાનું અભિવાદન કર્યું. અને હોલ જય ના જયજયકારથી ગાજી ઉઠ્યો.

   આઠ વાગી ગયા હતા..અમી અને જયે જલદી ઘર તરફ જવા પગ ઉપાડ્યા. અમી એ કહ્યું, જય.. જલદી રિક્ષા કરી લઈએ. નવ વાગે દીવા આપવાનું કહ્યું છે અને ઘર બંધ હશે તો ઘરાક પાછા જતા રહેશે..

બન્ને જણ રિક્ષા કરી ઘરે આવ્યા..થોડીવારમાં જ દીવા લેવા માટે એક નાનો છોકરો એના પપ્પા..મમ્મી સાથે આવ્યો. જય બોલ્યો,. મા ..આ વિજય છે.. મારી સ્કૂલમાં ભણે છે. એના પપ્પાએ મને "મા" વિશે ગુજરાતીમાં સ્પીચ તૈયાર કરાવી હતી. અમી દીવા લઈને આવી તો એમણે દીવા લેવાની ના પાડી.

પછી જય ને નજીક બોલાવી ને કહ્યું..બેટા..આજે "મા" વિશે તે ખૂબ સરસ સ્પીચ આપી.

પછી કહ્યું..અમીબેન.. મારો દીકરો વિજય પણ એ જ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણે છે.

અમી એ કહ્યું..પણ.. આ..દીવા...

ત્યાં તો વિજયની મમ્મી એ કહ્યું, અમીબહેન.. કાલથી દિવાળી શરૂ થશે. આપણે કાલે તમારે ત્યાંથી જ દિવાળીની શરૂઆત કરીશું.

આ બધા દીવાની દીપમાળાથી આ ઘર ને દેદીપ્યમાન કરીશું.

સમીરભાઈએ કહ્યું...અમીબેન મારી કોઈ બહેન નથી..તમે મારી બહેન બનશો? ને રાજ ને પાસે બોલાવી ફટાકડા ને ૧૦૦૦ રૂપિયા હાથમાં આપ્યા ને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા..ને અમીની આંખની પાંપણ પર આંસુની દીપમાળા ઝળહળી ઊઠી.


Rate this content
Log in