સાંત્વના
સાંત્વના
આજે અષાઢી બીજે ઘટાટોપ વાદળો ગરજે છે. મેહુલિયો વરસે છે. સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો કાચું સોનું વરસી રહ્યું છે, એમ માની ખુશ થઈ રહ્યા છે.
એક નાનકડાં ગામમાં રહેતા વિનોદભાઈ તનતોડ મહેનત કરીને વાવણી થઈ ગયા પછી વરસાદની રાહ જોતા હતા. વિનોદભાઈએ ભીમઅગિયારસના જ વાવણી કરી લીધી હતી. આજે બીજનો વરસાદ જોઈ પુત્રના સારા ભવિષ્ય માટે આશા બંધાઈ.
અગિયારસના પુત્ર રોહન શહેરમાં ભણતો હતો. આજે રોહન ઉદાસ ચહેરે બેઠો છે. રોહનની પ્રિયતમા રીમા રોહનને છોડીને વિદેશ ચાલી ગઈ. રોહનના હૃદયમાં અષાઢી બીજની અંધારી રાત જેવું ગાઢ અંધારું છવાયેલું છે. આ કારમો આઘાત આજે આકાશમાં થતી વીજળી અને વાદળોના ગડગડાટ સાથે ઊંડા ઘા કરી જતો હતો. રાત એક જ હતી, પણ એની અસર પિતા-પુત્રના જીવનમાં અલગ-અલગ રહી. બે દિવસ પછી સરસ મજાનો કુણો તડકો અને પ્રકાશમય દિવસ જોઈ વિનોદભાઈ ખુશ થઈ ગયા. વિનોદભાઈ ને આશા બંધાઈ કે પાક સારો થશે.
આ બાજુ શહેરમાં રોહને વિદેશ જવા માટે અઘરી પરીક્ષા આપેલી હતી, એનું પરિણામ જાહેર થયું. રોહનનું પરિણામ સરસ આવતાં વિદેશ જવાની તૈયારી કરવા લાગ્યો.
રોહને ગામડે ઘરે આવી પિતાને બધી વાત કરી. વિનોદભાઈએ કહ્યું કે " કોઈના વગર જિદંગી અટકી જતી નથી, તું વિદેશ જઈ ભણવામાં ધ્યાન આપજે."
" તને રીમા કરતાં પણ સારી છોકરી મળી જશે, અને રીમા જ તારા ભાગ્યમાં હશે તો વિદેશની ધરતી પર પણ મળી જશે."
પિતાના મુખેથી સાંત્વનાના વેણ સાંભળતાં રોહનના જીવનમાં પણ સુખનો સૂરજ ઊગ્યો.
