STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational Others

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational Others

સાદગી અને સંસ્કાર

સાદગી અને સંસ્કાર

3 mins
341

" અરે.. વિહાન ! ક્યાં ગયો ? તારે હજુ કેટલુંક નહાવું છે ? આ રાજકોટમાં પાણીની તંગી તમારા જેવા યુવાનો કલાક કલાક નહાઈ એટલે જ આવે છે !" 

" શું.. મમ્મી ? થોડુંક તૈયાર થઈએ, અપ ટુ ડેટ રહીએ, તોયે વાંધો ? તું પણ પાર્લરમાં જા.. લેટેસ્ટ બને તો બહેનપણી લાગીશ મારી." વિહાન મમ્મીને ભેટી પડ્યો.

પોતાનાથી વિહાનને અળગો કરતા, " આમ, જો હવે. તને પાંચેક છોકરીઓની બાયોડેટા અને ફોટોગ્રાફ વૉટ્સએપ કર્યા છે. આજે જ જોઈ લે. તારા પપ્પા આ રવિવારે જ મહેમાનોને ઘરે બોલાવવાનું કહે છે. "

" એટલે તમારે ચેક વટાવવો છે, એમને ? "સારું મમ્મી... રાત્રે જમતી વખતે જ વાત."

પાંચ ફૂટ સાત ઈંચ ઊંચો, હેન્ડસમ, ગૌરવર્ણ વિહાન સોફ્ટવેર એન્જીનીયર હોય છે. પોતાની ખુદની આલીશાન ઓફિસ અને એવું જ સુંદર ઘર. વિહાનના પપ્પા મામલતદાર હોય છે.

 વિહાન ઓફિસે જઈને બધી કન્યાઓના બાયોડેટા જુએ છે. જોતાવેંત જ ગમી જાય એવી વિધિનો ફોટોગ્રાફ સિલેક્ટ કરે છે. રાત્રે જમતી વખતે વિહાન પોતાની પસંદગી જણાવે છે એટલે રવિવારે સવારે વિધિના પરિવાર સાથે મિટિંગ નક્કી થાય છે.

" વિહાન બેટા, એકવાર વિનિતાના પરિવારને પણ મળવા બોલાવીએ તો ? મારી બહેનપણીની દીકરી છે, એટલે નહિ.. પણ સંસ્કારી દીકરી છે એટલે કહું છું. "

વિહાન મનોમન વિધિ અને વિનિતાનો ફોટોગ્રાફની સરખામણી કરે છે. ક્યાં સ્માર્ટલુકિંગ તરત ગમી જાય એવી વિધિનો ફોટોગ્રાફ અને ક્યાં સાધારણ દેખાવની સિમ્પલ પણ નમણી એવી વિનિતા ! ઇમ્પોસિબલ.. વિધિ એટલે વિધિ હો ! વિહાન વિધિના બાહ્ય દેખાવ અને પર્સનાલિટી પ્રત્યે એક અજબનું ચુંબકીય આકર્ષણ અનુભવી રહ્યો હોય છે.પણ વિહાન મમ્મીનું મન રાખવા વિનિતા સાથે મિટિંગ ગોઠવવા માટે હા કહી દે છે. આમ પણ અંતિમ નિર્ણય વિહાનનો જ રહેવાનો. રવિવારે સાંજે વિનિતાના પરિવાર સાથે પણ મિટિંગ ગોઠવાય છે.

રવિવારે સવારથી જ મહેમાનોની આગતા સ્વાગતાની તૈયારીઓ થવા લાગી. આખો દિવસ મહેમાનો સાથે ઔપચારિકતામાં વીતી ગયો.

રાત્રે જમતી વખતે વિહાન , " મમ્મી -પપ્પા.. મને વિનિતા પસંદ છે. " મમ્મી ખુબ નવાઈ સાથે, " વિહાન વિધિ સાથે તારે સવારે લગભગ કલાક સુધી વાતો થયેલ. અમને એમ કે તને વિધિ... "

" મમ્મી..સાવ સાચું કહું તો વિધિ તો મને તેનો ફોટોગ્રાફ જોતાં જ ગમી ગયેલ. અમારા બંનેના શોખ, વિચારો સરખા જ છે. દેખાવમાં પણ અમે બંને પરફેક્ટ મેચ લાગીએ, મારે સવારે જ વિધિ પસંદ છે એમ તમને કહેવું હતું. પણ સાંજે મહેમાનોને બોલાવ્યા જ છે, તો મળી લઈએ એમ વિચાર્યું. "

" વિહાન.. તને વિધિ ગમી ગયેલી, તો હવે વિનિતા કેમ ? તારે મારું માન રાખવાની જરૂર નથી. મને વિધિ પણ ખુબ ગમી છે. બેટા.. આ તારી જિંદગીનો સવાલ છે. "

 " મમ્મી.. મારી જિંદગીનો સવાલ છે, એટલે જ મેં વિનિતાને પસંદ કરી છે. વિધિ સાથે મને અજીબનું ચુંબકીય આકર્ષણ થયેલ. અને હું હજુ તેની સાથે વધારે સમય પસાર કરવા માંગતો હતો. એટલે સવારે હું અને વિધિ આપણા બગીચામાં આંટો મારવા ગયેલ. ત્યારે મુળજીભાઈ છોડવાને પાણી પાતા હતાં. ભૂલથી નળી લીકેજ થતાં વિધિને પાણી ઊડતા વયોવૃદ્વ મુળજીભાઈ સાથે વિધિએ ખુબ તોછડાઈથી વર્તન કરેલ. નોકર ભલેને હોય, તેમનું પણ સ્વામાન હોય.

અને સાંજે જયારે હું અને વિનિતા બહાર આંગણમાં બેસી વાતો કરતા હતાં. ત્યારે આપણા પાડોશી જમનામાસી લાકડીના ટેકે ટેકે ચાલતા આવ્યા, તો વિનિતા ઊભી થઈને તેમની પાસે ગઈ, ઘરના પગથિયાં ચડાવીને અંદર સોફા પર બેસાડી અને પછી બહાર આવી.

મમ્મી કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ ભેલેને ગમે તેટલો સુંદર હોય, પણ તેનું દિલ સાફ ના હોય, તો બધું જ નકામું. સાદગી અને સંસ્કાર હંમેશા બાહ્ય સૌંદર્ય કરતા શ્રેષ્ઠ હોય છે. મને વિધિ પ્રત્યે જે ચુંબકીય આકર્ષણ થયેલ તે માત્ર બાહ્ય દેખાવનું જ હતું.

પણ વિનિતા પ્રત્યે મને માન સન્માન સાથે આત્મીયતા એવી ચુંબકીય થઈ ગઈ, એટલે મેં વિનિતાને પસંદ કરી છે. "

 બાહ્ય આકર્ષણ કરતા હંમેશા આત્મીયતા સાથેનું ચુંબકીય જોડાણ અદ્ભૂત હોય છે. એટલે જ વિનિતાના સાદગી અને સંસ્કાર પ્રત્યેનું ચુંબકીય આકર્ષણ જીતી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance