Jignasa Mistry

Tragedy Inspirational

4.3  

Jignasa Mistry

Tragedy Inspirational

સાચું સુખ

સાચું સુખ

2 mins
216


“બસ રાજ, હવે નહિ.”

“મારા ઘરે હું પાણી માંગુ ત્યાં દૂધ હાજર થતું, જે વસ્તુ પર હાથ મૂકું તે મારી થઈ જતી.”

“તારા માટે મેં મારો બંગલો, ગાડી, તમામ સુખ સગવડો અહિ સુધી કે મારા મા-બાપ પણ છોડ્યા.”

“બદલામાં મને શું મળ્યું ? સામાન્ય લોકો જેવી જિંદગી ?”

“રિધિમા તું જાણે છે કે તને ખુશ રાખવા હું તમામ પ્રયત્ન કરું છું અને તને ખૂબ જ પ્રેમ કરું છું.”

“પણ જીવન જીવવા માટે એકલો પ્રેમ જ પૂરતો નથી.”

“બસ તું ડિવોર્સ પેપર પર સહી કરી મને છૂટકારો આપ. પેપર રાજના હાથમાં મૂકી દરવાજો પછાડતી રિધિમા ઓફિસે જવા નીકળી.

રાજ અને રિધિમા વચ્ચે આર્થિક અસમાનતાને કારણે થતા સામાન્ય ઝઘડાએ આજે શબ્દોની બધી મર્યાદાઓ ઓળંગી. રિધિમા રાજને પ્રેમ તો કરતી જ હતી. પરંતુ મોટા વેપારી પિતાના ઘરનો વૈભવશાળી, લાડકોડભર્યો ઉછેર તેને રાજના સામાન્ય ઘરમાં અનુકૂળ થવામાં અડચણરૂપ થતો.

ઓફિસેથી પરત ફરતા રિધિમાને કોલેજની મિત્ર પ્રિયા મળી. પ્રિયાના વસ્ત્રો, સુવર્ણ અલંકારો અને તેની મોંઘી કાર તેની સુખ સાહ્યબીની ચાળી ખાતા હતા. ઈર્ષ્યા ભાવે રિધિમા બોલી.

“પ્રિયા તું કેટલી નસીબદાર છે. તારી પાસે તો દુનિયાની તમામ સુખ સગવડો છે.”

પ્રિયાએ તેને આગળ બોલતા અટકાવી “રિધિમા હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જેવું નસીબ કોઈનું ના હોય. મોટો બંગલો છે પણ મને સમજનાર કે મારા આંસુ લૂંછનાર કોઈ નથી ! મારો પતિ ના મને સાચો પ્રેમ કરે છે ના મારું સન્માન જાળવે છે. રોજ નવી સ્ત્રીઓ તથા દારૂના નશામાં ચકચૂર પતિને જોઈ થાય કે આ અમીરી તો બહારથી જ છે. બાકી મારા જેટલું બદનસીબ ને ગરીબ બીજું કોઈ નથી.

સાચું સુખ તો પ્રેમ અને પરિવાર સાથેની ખુશીમાં છે. નસીબદાર તો તું છે તને આટલો પ્રેમ કરનાર અને પોતાનું સર્વસ્વ માનનાર પતિ મળ્યો છે.”

પ્રિયાના શબ્દોના સ્પર્શે રિધિમાને હચમચાવી નાખી તેને પોતાની ભૂલ સમજાઈ તે વીજળીવેગે ઘર તરફ દોડી !

પણ... ઘરમાં ચોતરફ અંધારું હતું ! તે એક ટેબલ સાથે અથડાઈને એક કારમી ચીસ નીકળી !

રાજ !

ડિવોર્સ પેપર પર સહી કરી રાજ અનંત યાત્રાએ નીકળી ગયો હતો !

કોઈકે સાચું કહ્યું છે. વાગેલા ઘા રુઝાય પણ વાણીના ઘા કદી ના રુઝાય.

રિધિમાને રાજના શબ્દો યાદ આવ્યા.

“તારા વગર એક ક્ષણ પણ નહિ જીવી શકીશ રિધિમા.”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy