Vallari Achhodawala

Tragedy

4  

Vallari Achhodawala

Tragedy

સાચું સગપણ

સાચું સગપણ

2 mins
375


"સગપણ તો શામળિયાનું સાચું, બાકી સર્વે દીસે છે કાચું."

ભજનની આ પંક્તિ સાંભળતા જ મારું મન વિચારોમાં સરી પડ્યું. બાળપણથી જ કેટલાય સંબંધોનાં ત્રાજવે તોલાતી રહી અને જીવનનું પલડું સાચવતી રહી. કેટલાંક લોહીના સગપણ, છતાં સાવ પારકાં,  કેટલાંક મનગમતાં, લાગણીનાં તાંતણે બંધાયેલા. ઘણા તો સોનેરી સગપણ, જિંદગીભર ઝળહળતા રહે. અમૂક સગપણ જાણે બંધન જેવા, પરાણે નિભાવવા પડે. આ સંબંધોની ભીડમાં, કંઈ પણ કહ્યાં વગર મારા મનને જાણી જાય, તે મારો શામળિયો અને મારા માવતર.

ઘણીવાર મનમાં અનાયાસે વ્હાલા લાગનાર સંબંધોની મીઠાશ, પરાણે સાંધીને જોડેલા સંબંધોની ખારાશ અને કોશિશ પછી પણ નહી સચવાયેલ સંબંધની કડવાશ આવી જતી હોય છે. એક સગપણ, પ્રભુ સાથે, મિત્રતાનું, કેવું નિર્દોષ ! સગપણ સમજવામાં, સાચવવામાં, નિભાવવામાં મારો શામળિયો કેવો હોંશિયાર! દ્રૌપદી, સુદામા, અર્જુન, ગોપી, રાધા, યશોદા, સુભદ્રા, સાંદિપની, મીરા કે નરસિંહ મહેતા...દરેકને વિવિધ રૂપે બહેલાવતો રહ્યો. મારી સાથે પણ એ તો મધમીઠો ! હું મનોમન માધવ સાથે વાતો કરવાં લાગી,

"અનુભવું છું તને ચોગરદમ, પણ હવે તને પામવો છે, 

તે મને ઘણું આપ્યું છે, ચાલ આજે,

એમાંથી કંઈક તો તને આપું ,

નિભાવું તારી સાથે સાચું સગપણ".


ત્યાં જ તેની નજર નણંદની હસતી છબી પર ઠરી ગઈ. કોરોનામાં આ સંબંધનો ભોગ લેવાય ગયો. અમે બંને નાનપણથી સ્કૂલ મિત્ર હતાં. સ્કૂલ બદલવાથી થોડો સમય દૂર થયા હતાં, પછી ફરી નણંદ- ભાભી રૂપે બંને ફરી મળ્યાં. અમારો સંબંધ તો એવો કે પતિ, સાસુ સસરા દરેક સાથે મારા માટે લડી લેતાં.તેઓને અપાર લાગણી લોહીનાં સંબંધ પર હતી પણ મન હળવું મારી પાસે કરતા. એમનાં જીવનનાં લેખાંજોખા પોતાના ભાઈને બદલે મને કહેતાં. મારા માવતરને પણ મારી જેમજ જિંદગીભર માન આપતાં હતાં. કોરોના જેવી ગંભીર બિમારીમાં લોહીનાં સંબંધ પર નહીં, પણ મારી પર વિશ્વાસ ! હોસ્પિટલ જતા પહેલાં ફોન પર મને કહ્યું, "મારા દિકરાને ખૂબ ભણાવજો." મૃત્યુનાં ચાર દિવસ પહેલાં કહ્યું, "ભાભી, મારા બંને સંતાનોને સંભાળી લેજો."

હે માધવ, હું તારી પાસે કરગરતી રહી કે, એમને એકવાર ઘરે મોકલ, એ બાળકોને મળી લે. તું તો યે ન માન્યોને. મેં તને બાંધેલી રાખડીની આણ આપી, તો પણ તું સાક્ષી બની ચૂપ ! તારી કઠોરતાનો રાઝ તો તું જ જાણે ! મારી પ્રાર્થના પણ એમને બચાવી ન શકી, એનું દર્દ મનને કોરી ખાય છે. અરે ! મને વિશ્વાસ છે, તારા પર. તારા કર્મોનાં હિસાબ-કિતાબ પર. તું કોઈ કારણ વગર ચૂપ ના રહે ! એમની વિદાય વેળાએ સાથે રહી તે સંભાળી લીધેલાને અમને બધાંને ! આજે પણ, તું કેવો સંભાળી લે છે, એમનાં સંતાનોને મા બનીને !

હે માધવ, પણ એક વિશ્વાસ પર રચાયેલ 'સાચા સગપણ'નો આ ખાલીપો મને જીવનભર રહેશે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy