Vallari Achhodawala

Others

3  

Vallari Achhodawala

Others

અજાણી મુલાકાત

અજાણી મુલાકાત

1 min
225


એ મુલાકાત હતી આમ તો અજાણી,

જગમાં કોઈએ ન એને તો જાણી.


જીવનભર ચૂપચાપ જીવતાં,

મેં તો અજ્ઞાત તારા સંગ પ્રીત બાંધી...એ મુલાકાત. 


વાદળોના પડછાયામાં,

મેં તો અણસમજની ધૂળ છૂપાવી...એ મુલાકાત. 


ખારી બનેલી નદીમાં,

મેં તો ડૂસકાનાં ટોળાને ડૂબાડી...એ મુલાકાત. 


ટહુકાનાં તોરણિયાંને,

મેં તો પવનનાં ઘેર લટકાવી...એ મુલાકાત.


તરફડતાં રણમાં જો ને,

મેં તો ચળકતી ઝંખના બાળી..એ મુલાકાત. 


મૃગજળ જેવી ઈચ્છાને,

મેં તો ઝાકળબિદુંમાં ઓગળી...એ મુલાકાત. 

 

ખરી પડેલ લાગણીને,

મેં તો કોરા કાગળે પાથરી...એ મુલાકાત. 


કાચના ઘરમાં રહી,

મેં તો ખાલીપાનો કાટ કાઢી..એ મુલાકાત. 


કોની પ્રતીક્ષામાં મન વલખે !

મેં તો નિઃશ્વાસોની વખાર ભરી..એ મુલાકાત. 


વેરાતા શબ્દોને ભેગા કરી,

મેં તો સૂનકાર મૌનમાં ઘૂંટી...એ મુલાકાત.


એ મુલાકાત આમ તો હતી અજાણી

જગમાં કોઈએ ન એને તો જાણી.


Rate this content
Log in