Vallari Achhodawala

Inspirational

2.8  

Vallari Achhodawala

Inspirational

કાગળ અને કલમ

કાગળ અને કલમ

2 mins
165


ધારા અચાનક ચૂપચાપ રહેવા લાગી. તેણે પોતાની આસપાસ એકલતાનો પડછાયો ઓઢી લીધો. એક દિવસ તેના પપ્પા તેની પાસે આવી બોલ્યાં,"દીકરા,કેમ એકલી અટુલી રહે છે?"

તે બોલી"પપ્પા, દરેકની બડાઈભરી વાતોનો જવાબ મારી પાસે હોતો નથી."ત્યારે પપ્પાએ તેના હાથમાં કાગળ અને કલમ આપ્યાં અને બોલ્યાં,"આજથી આ તારા મિત્ર, તારા મનની લાગણી એમની પાસે વ્યક્ત કરજે શબ્દ દ્મરા, શબ્દને વાચા આપવાની જરૂર નથી,કોતરજે કાગળ પર કલમ દ્વારા એમને." એ દિવસથી ધારાએ કાગળ અને કલમ સાથે દોસ્તી કરી લીધી.

આજે ધારાની 25 મી લગ્ન જયંતીની મહેફિલ,અચાનક તેના પતિ આકાશ મંચ પર આવી બોલ્યા,"ધારા, જીવનના 25 વર્ષ કારકિર્દી પાછળ નીકળી ગયા, તારી ખુશી, આંસુ, દુઃખ કે આનંદની મહસૂસતાનો સમય મારી પાસે ન હતો પણ તું હંમેશા કાગળ પર લખીને તારી લાગણી વ્યક્ત કરતી રહી. હું એ પત્રનો જવાબ પણ ન આપતો. જ્યારે પહેલીવાર તારી બે રચના પ્રકાશિત થઈ,ત્યારે ધરમાં હોબાળો મચી ગયો અને તે કલમનો સાથ છોડી દીધો. પુસ્તક મેળામાં તારું રખડવું, અઢળક પુસ્તક લઈને આવવું અને રાત્રે મોડે સુધી વાંચવા....આ બધાથી હું ચીડાતો, આપણી વચ્ચે જીભાજોડી થતી, અંતે હારી થાકીને તે પુસ્તક, મેગેઝિન, સમાચાર પત્ર વાંચવાના છોડી દીધા પણ આજે હું આ દરેક વ્યક્તિની સાક્ષીમાં તારી માફી માંગુ છું અને આ કાગળ અને કલમ તને સોપું છું. જવાબદારીની વચ્ચે, સંબંધોની માયાજાળમાં, દરેક વ્યકિતની જરૂરિયાત પૂર્ણ કરવામાં, તારી ખુશી, તારો આનંદ ખોવાઈ ગયો. મને માફ કરજે. તારી આંખ નીચે સચવાયેલું તારું વ્યક્તિત્વ તારી કલમ છે.

ઉપાડ એને,

ચિતાર એને કાગળ પર,

પૂર્ણ કર તારું સપનું,"

તાળીઓના ગડગડાટ વચ્ચે, આકાશ ધારા પાસે આવ્યો અને તેના હાથમાં મૂક્યા તેનાં વર્ષો જૂના ખોવાયેલા મિત્ર "કાગળ અને કલમ" અને ધારા આકાશને વળગીને ચોધાર આંસુએ રડી પડી અને બોલી,

"હું અને તું

કાગળ અને કલમ જેવા,

સાથે તો પૂર્ણ, 

અલગ તો અપૂર્ણ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational