STORYMIRROR

Vallari Achhodawala

Fantasy

3  

Vallari Achhodawala

Fantasy

પ્રભુને પત્ર

પ્રભુને પત્ર

2 mins
169

પ્રિય પ્રભુ,

કેમ છો તમે ? ચાલો આજે તમારી સમક્ષ એક રજૂઆત કરું છું, એક નવા સંબંધનો પ્રસ્તાવ મૂકું છું, "તમે મારા પિતા બનશો ?"

મને મારા મિત્ર બનીને તમે કેવો સરસ સાથ આપ્યો છે. મારા વોટસઅપ સ્ટેટ્સમાં પણ તમે છો ને !

તમે સુખ-દુઃખમાં પડછાયો બની મારી સાથે રહ્યાં છો,

મારા દરેક વણઉકેલ્યાં પ્રશ્નનો જવાબ તમે પુસ્તક, પ્રકૃતિ કે વ્યક્તિ દ્વારા મને સમજાવતા રહ્યાં પણ પપ્પાની અણધારી અસહ્ય વિદાય મારાથી સહન થતી નથી.

પળેપળ જીવનમાં સાથ આપનાર,

છત્રછાયા બનનાર, 

પડખે ઊભા રહેનાર, 

જીવનનાં મૂલ્યો અને ભૂલો પ્રેમથી સમજાવનાર,

વ્યક્તિ હવે મારી સાથે ફક્ત યાદોના રૂપે છે.

હજી મનમાં તેમનાં મૃત્યુનો ઝૂરાપો છે,

દિલમાં એક અંજાપો છે,

કાન તેમના શબ્દો શોધે છે,

આંખ એમને જોવા તડપે છે, 

વલખાં મારું હું તેમને મળવા માટે,

 આમાંથી નીકળવાનો એક જ ઉપાય મને સૂઝે છે, "હું તમને મારા પિતા બનાવું તો." મને તમારી છત્રછાયાની જરૂર છે. ચાલો, આપણે એક નવો સંબંધ રચીએ," પિતા અને પુત્રીનો."

હાથ તમારો સાથ માંગે છે,

તમારા ખોળે માથું મૂકી હું દુનિયાનો ભાર હળવો કરું,

તમારા ખભે માથું ઢાળી 

હાશકારો અનુભવું,

સંબંધ સાચવતા

કયારેક તો શ્વાસ લેવાનો પણ ભાર લાગે છે,

તમારી પાસે બેસીને હું નિરાંતે શ્વાસ લઉં,

પ્રભુ આવોને,

બેસો મારી પાસે,

હિસાબ લો મારા જીવનનો,

પિતા બની મને સંભાળોને,

મારે તમને સુખ-દુઃખમાં સહભાગી બનાવવાં છે,

તમારું મૌન મને અકળાવે છે, 

જવાબ આપોને.

મને ખબર છે,"હું આખાબોલી છું", એનો તમને ડર લાગે છે.ડરો નહી. બસ, હું તમને તમારી ભૂલ નહી કહીશ.

તમારી તો મીઠી દીકરીને,

તમારા જેવી જ બનવાની કોશિશ કરીશ.

એક મહિનો અજમાવો મને દીકરી તરીકે, તમને વચન આપું છું કે

તમને હું વ્હાલનો દરિયો લાગીશ.

રોમેરોમ તમને અનુભવું,

શ્વાસોશ્વાસમાં તમને સમાવું,

સપનામાં તમારો સાથ,

સંકલ્પોથી તમારી સાથે સંવાદ, 

જીવનમાં તમારો આધાર,

અંતે તમારી સંગ પ્રવાસ,

હવે એક નવા સંબંધની શરૂઆત..

બોલો મંજૂર છે પ્રભુ,

જવાબ જલ્દી મોકલાવજો.

 લિ.

તમારા વ્હાલની વારસદાર બનનાર,

એક અલ્લડ પણ સાચી,

તને પામવાની મથામણ કરનાર.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy