Vallari Achhodawala

Tragedy Inspirational

3  

Vallari Achhodawala

Tragedy Inspirational

રવિવાર મારો વાર

રવિવાર મારો વાર

2 mins
179


આજે પથારી છોડવાની બેલાને બિલ્કુલ ઈચ્છા થતી ન હતી.

આજે તો રવિવાર,

મસ્ત મજાનો વાર,   

આરામનો વાર,

સપ્તાહનો છેલ્લો વાર, 

જાણે કે ઊંઘપૂર્તિ વાર, 

કોઈ કામની ઉતાવળ નથી,

બાળકોની તૈયારી કે ટિફિન બનાવવાની ઝંઝટ નથી, 

ઘડિયાળનાં કાંટે દોડવાની જરૂરત નથી,      

મોડું થશે તો ચાલશે કેમકે

આજે તો સાસુ-સસરોનો પણ રવિવાર એટલે મોડા જ ઊઠશે ..

ત્યાં જ પતિ મહાશય બોલ્યાં, "ઊઠી ગઈ, જરા ચા મૂકી આપ." ના કહેવાની ઈચ્છાને દબાવી કમને બેલા રસોડામાં ચા બનાવવા ગઈ, પણ મન બળાપો કરવા લાગ્યું,

"પોતે તો ક્લબમાં મિત્રો સાથે મજા કરશે,

સાસુ-સસરા પોતાની મસ્તીમાં રહેશે,

બાળકોની નવી-નવી જમવાની ફરમાઈશ કરશે,

બધાનો ટાઇમ-પાસ

અને હું કામમાં વ્યસ્ત, કયારેય કામ પૂરું જ થાય નહી,

સવારે ઊઠીને દૂધ લેવાથી માંડીને રાત્રે

 દરેકને ગરમ પાણી આપવાની સેવા કરો એટલે એક દિવસ પૂરો ! "

આટલા વર્ષોમાં કોઈના મોઢેથી "તને આજે આરામ" એવું નીકળ્યું નથી. 

પપ્પાના ઘરનો રવિવાર કેવો આરામદાયક !

મોડા ઉઠો, 

ખમણનો નાસ્તો,

અને

રવિવારની પૂર્તિનો ઢગલો,

બપોર તો ક્યાં પસાર થઈ જાય ખબર જ ન પડે. કોઈ કામની પળોજણ નહી. હું અને મારો રવિવાર. સાંજે પપ્પા સાથે લટાર મારવા નીકળી જતાં. મમ્મીને પણ સાંજે રસોડામાંથી મુક્તિ. અમે બધાં બહાર જમતાં. રાત્રે સાથે મળીને ટી.વી શો જોતાં. આખા અઠવાડિયાનો થાક ઉતારી ઘરની દરેક વ્યક્તિ હળવી થઈ જતી, બીજા અઠવાડિયા માટે.

ચાના ઉભરા સાથે તેનાં મનનો ઉભરો પણ શાંત થઈ ગયો.

બપોરે અચાનક તેની જૂની મિત્ર આશાનો ફોન આવ્યો. તેણે "રવિવાર એટલે લેખનવાર " સ્પર્ધામાં ભાગ લેવા જણાવ્યું. પહેલાં તો રવિવાર હોવાથી બેલાએ ના પાડી પણ પછી મન વિચાર કરવાં લાગ્યું કે,

લેખન મારો શોખ,

લેખન મારો મિત્ર,

લેખન દિલને પંપાળે, 

લેખન મનને સંભાળે,

લેખન શબ્દો દ્વારા લાગણીને કાગળે ઉતારે,

હૃદય ધબકે લાગણીથી ત્યાંજ સત્ય શબ્દરૂપે પ્રગટ થાય ને...

ચાલ, હવે હું "રવિવાર મારો વાર" કરું અને તેણે સ્પર્ધા માટે હા કહી દીધું. મન ખાલી રાખી સમય પસાર કરવા બીજાની કમી શોધે કે તુલના કરે, અને મનમાં સંબંધો તોલાયા કરે, એનાં કરતાં લખવામાં વ્યસ્ત રહે તે સારું ને...એમ વિચારી બેલા નોટ અને પેન શોધવા લાગી.

એક નવી ઓળખ, નવી શરૂઆત, નવા સાથી, નવો પરિવાર.

હવે,

શબ્દોની યાત્રા,

શબ્દોની ગાથા,

હું અને શબ્દ, 

એકલતાનો અંત !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy