Rahul Makwana

Drama Fantasy Children

4  

Rahul Makwana

Drama Fantasy Children

સાચો ખજાનો

સાચો ખજાનો

6 mins
245


 સમયચક્ર એ કુદરતે ગોઠવેલ એક ફીનોમીના છે. જે અવિરતપણે નિરંતર ચાલ્યાં જ કરે છે. જેને કોઈપણ મનુષ્ય ક્યારેય બદલી શકતો નથી. આ સમયચક્રની પણ એવી વિશેષતા છે કે ક્યારેય આપણી સમક્ષ વર્ષો જૂનાં રહસ્યો ખડા કરી બેસે છે. જે રહસ્યો વર્ષોથી અકબંધ રહેલાં હોય છે, પરંતુ આ સમાજ, દુનિયા કે પૃથ્વીને અધર્મી અને પાપી લોકોથી બચાવવા માટે સમયચક્ર આવું કરે એ યથાયોગ્ય પણ છે. 

સમય : રાત્રીનાં 9 કલાક. 

સ્થળ : શક્તિમાનનું ઘર. 

   શક્તિમાન હાલ ધ્યાનમુદ્રામાં બેઠેલ હતો, અને પોતાની સમસ્ત કુંડળીની શક્તિ જાગૃત કરેલ હતી. બરાબર એ જ સમયે તેને ખ્યાલ આવે છે કે પોતાનાં શહેર પર કોઈ મોટી આફત આવનાર છે. આથી શક્તિમાન વધુ એકાગ્રતા સાથે ધ્યાન લગાવે છે. શક્તિમાન જ્યારે વધુ એકાગ્રતા સાથે ધ્યાન લગાવે છે, ત્યારે તેને માલૂમ પડે છે કે પોતાનાં શહેરમાં જે મોટી મુસીબત આવનાર છે તે વ્યક્તિ કોઈ સામાન્ય નહીં પરંતુ કોઈ રાજા મહારાજા જેવો પ્રભાવી દેખાવ ધરાવતા હતાં. 

***

પાંચ વર્ષ પહેલાં

સ્થળ : શહેરની બહાર આવેલ પૌરાણિક ગુફા.

સમય : સવારનાં 11 કલાક.

  આર્કીયોલોજી વિભાગનાં કર્મચારીઓ શહેરની બહાર આવેલ ગુફામાં રિસર્ચ કરી રહ્યાં હતાં, તેવામાં આ ગુફામાંથી એક મોટી કોફીન મળી આવી, જે હીરા અને મોતીઓથી શણગારેલા હતી, આ જોઈ આર્કીયોલોજી વિભાગનાં તમામ કર્મચારીઓનાં ચહેરા પર આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો. તે લોકો હાલ એવું અનુભવી રહ્યાં હતાં કે આ કોફીન જરૂરથી કોઈ રાજા મહારાજાનું હશે, જેમાં રાજાનાં મૃતદેહને મમ્મી બનાવીને રાખેલ હશે, તેની સાથો સાથ મોટો ખજાનો પણ છૂપાવેલ હશે.

  આથી આર્કીયોલોજી વિભાગનાં એક કર્મચારી આતુરતાવશ થઈને અને ઉત્સુકતા સાથે એ કોફીન ખોલે છે, પરંતુ તે બધાં કર્મચારીઓ એ બાબતથી તદ્દન અજાણ જ હતાં કે તે કોફીન ખોલવું એ આવનાર ભવિષ્યમાં તેઓનાં જીવનની મોટામાં મોટી ભૂલ સાબિત થનાર હતી.

  બરાબર એ જ સમયે ગીતા વિશ્વાસ પ્રેસ રિપોર્ટર આ આખી ઘટનાનો વિડીયોશૂટિંગ કરવામાં વ્યસ્ત હતી. જ્યારે આ બાજુ પેલું વર્ષો જૂનો કોફીન ખૂલે છે. જેવું એ કોફીન ખૂલે છે, એ સાથે જ તેમાંથી ધૂળની ડમરીઓ ઉડવા માંડે છે, તેની આસપાસ કરોળિયાનાં જાળાઓ બાઝી ગયેલાં હતાં.

  જોત જોતામાં કોફીનમાં એક ડરામણી વ્યક્તિ ઉભેલ દેખાય છે, તેનાં લાંબા લાંબા વાળ, ડરામણી મોટી મોટી આંખો, પહાડી અને ખડતલ શરીર, લાંભી દાઢી અને હાથમાં ધારદાર તલવાર હતી, જેનાં છેડાનાં ભાગે ખોપરી જેવી પ્રતિકૃતિ બનેલ હતી. આ જોઈ પળભર માટે બધાં ગભરાઈ જાય છે. ત્યારબાદ તેઓ વિચારે છે કે આ વ્યક્તિ તો વર્ષો પહેલાં મૃત્યુ પામેલ છે, એ આપણને શું હાનિ પહોંચાડી શકવાની. આથી એક કર્મચારી હિંમત કરીને કોફીનની નજીક જાય છે, અને પેલી તલવારને સ્પર્શે છે. જેવો તે કર્મચારી તલવારને સ્પર્શે છે, એ સાથે જ કોફીનમાં રહેલ વ્યક્તિ પોતાની ડરામણી આંખો ખોલે છે. અને જોત જોતામાં તે જીવિત બની જાય છે.

  આ જોઈ તે કોફીનની આજુબાજુમાં ભગાદોડ મચી જાય છે, સૌ કોઈ પોતાનો જીવ બચાવવા માટે મથામણ કરી રહ્યાં હતાં, પરંતુ એકમાત્ર ગીતા વિશ્વાસ હજુપણ ડર્યા વગર શૂટિંગ ઉતારવામાં વ્યસ્ત હતી. ધીમે ધીમે તે વ્યક્તિ કોફીનની બહાર આવે છે.

"મારું નામ કષ્ટક છે, મને ભરઊંઘમાંથી કોણે જગાડ્યો..? હું તમને કોઈને જીવતા નહીં છોડીશ..!" કષ્ટક પોતાની તલવાર ઉગામતાં બોલે છે.

  થોડીવાર પછી કષ્ટક તલવાર લઈને ગીતા વિશ્વાસ તરફ આગળ વધે છે, ગંગાધર દૂર ઊભાં રહીને આ બધું જોઈ રહેલ હતાં, ગીતા વિશ્વાસ પર આફત આવી પડેલ જોઈને તરત જ તે ગંગાધરમાંથી શક્તિમાન બની જાય છે. અને ત્યારબાદ કષ્ટક અને શક્તિમાન વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં કષ્ટક મોતને ભેટે છે અને ગીતા વિશ્વાસનો આબાદ બચાવ કરી લે છે.

  બરાબર એ જ સમયે રામાનુજ ગુફામાં આવી પડે છે, જ્યારે બીજી બાજુ શક્તિમાન ગીતા વિશ્વાસ અને આર્કીયોલોજી વિભાગનાં તમામ કર્મચારીઓને આ ગુફા તાત્કાલિક છોડીને જવાં માટે જણાવે છે. થોડીવારમાં બધાં જ લોકો આ ગુફા છોડીને ચાલ્યાં જાય છે. હાલ ગુફામાં બે જ વ્યક્તિ રોકાયેલાં હતાં, જેમાં એક શક્તિમાન અને બીજા ડિટેકટીવ રામાનુજ.

  ત્યારબાદ શક્તિમાન અને રામાનુજ કષ્ટક કેવી રીતે પુનર્જીવિત થયો..? આ ગુફામાં આવા બીજા કેટલાં રહસ્યો છૂપાયેલા છે, તેની વધુ તપાસ કરવાં માટે શક્તિમાન અને રામાનુજ એ ગુફાની પેટાળમાં પ્રવેશે છે.

ગુફાની વચ્ચોવચ પહોંચીને તેઓ જોવે છે કે તેઓની નજર સમક્ષ એક મોટો વર્ષો જૂનો રહસ્યમય દરવાજો હતો.

  આથી શક્તિમાન પોતાની શક્તિ વડે એ દરવાજો ખોલવા માટે પ્રયત્ન કરે છે, ઘણી મથામણ બાદ તેઓ આ દરવાજો ખોલવામાં સફળ રહે છે. દરવાજામાં પ્રવેશતાની સાથે તે લોકોની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે પહોળી થઈ જાય છે, કારણ કે આ રહસ્યમય દરવાજાની અંદર અઢળક સોના ચાંદીનાં દાગીનાં, હીરામોતી, મોંઘીદાટ ઝવેરાતો, પૌરાણિક રાણી સિક્કાઓ ઢગલા મોઢે પડેલાં હતાં.

"શક્તિમાન ! તમારું આ ખજાના બાબતે શું માનવું છે..?" રામાનુજ શક્તિમાનની સામે જોઈને પૂછે છે.

"જી ! મને એવું લાગી રહ્યું આ ખજાનો કોઈ મોટા રાજાનો હશે, જેની દેખરેખ કરવાં માટેની જવાબદારી કદાચ કષ્ટકને સોંપેલ હોય તેવું પણ બની શકે ને..?" શક્તિમાન પોતાનો મંતવ્ય આપતાં જણાવે છે.

"તો ! આ ખજાનનું આપણે શું કરવું જોઈએ..?" રામાનુજ શક્તિમાનની સામે જોઈને પૂછે છે.

"જી ! મારું ! એવું માનવું છે..કે આપણે આ ખજાનો આર્કીયોલોજી વિભાગનાં કર્મચારીઓને સોંપી દેવો જોઈએ, એ લોકો આ ખજાનાને યોગ્ય જગ્યાએ પહોંચાડી દેશે..!" શક્તિમાન પોતાનો નિર્ણય જણાવતાં બોલે છે.

"શક્તિમાન ! સામે શું પડેલ છે..?" રામાનુજ નવાઈમાં ગરકાવ થતાં થતાં પોતાની આંગળી ચીંધીને શક્તિમાનને પૂછે છે.

  ત્યારબાદ રામાનુજ અને શક્તિમાન તે વસ્તુની નજીક જાય છે, એ કોઈ પાતળી લાકડાની લાંબી પેટી હતી. આથી રામાનુજ એ પેટી ખોલે છે, જેમાં એકદમ પૌરાણિક અને વર્ષો જૂની એક પાણીદાર તલવાર હતી, જેનાં પર લખેલ હતું…"અધર્મ પર ધર્મની સ્થાપના કરવાં અને દુષ્ટ લોકોને મોતને ઘાટ ઉતારવા માટેની તલવાર" આથી રામાનુજ શક્તિમાનની સામે જોઈને પૂછે છે.

"આનો શું મતલબ થતો હશે..?" 

"જી ! આ તલવાર કોઈ ભવિષ્ય દ્રષ્ટાએ બનાવેલ હશે, જે કદાચ આવનાર ભવિષ્યમાં જે આફતો આવશે તેનાં વિશે જાણતાં હોવાં જોઈએ...જેથી તેઓએ આ તલવારનું નિર્માણ કરેલ હશે..!" શક્તિમાન પોતાનું મગજ દોડાવતાં બોલે છે.

"તો ! આપણે આ તલવાર આપણી પાસે રાખીએ તો..? કદાચ આવનાર ભવિષ્યમાં આ તલવાર આપણને મદદરૂપ સાબિત થાય એવું પણ બની શકે..!" રામાનુજ શક્તિમાનને સલાહ આપતાં જણાવે છે.

"બરાબર છે...તો આ તલવાર તમે તમારી પાસે જ રાખો...જ્યારે મારે આ તલવારની જરૂર પડશે..તો હું તમને જણાવીશ..!" શક્તિમાન રામાનુજની વાત સાથે સહમત થતાં બોલે છે.

  ત્યારબાદ શક્તિમાન અને રામાનુજ હાલ જે ખજાનો શોધવામાં સફળ રહેલ હતાં, તે ખજાનો આર્કીયોલોજી વિભાગનાં કર્મચારીઓને સોંપી દે છે, અને ત્યારબાદ શક્તિમાન અને રામાનુજ એ ગુફાથી રવાનાં થાય છે.

***

બીજે દિવસે 

  શક્તિમાન વહેલી સવારે ધ્યાનમાં મગ્ન હતો, બરાબર તેને એ જ સમયે લોકોની ચિચિયારી અને દર્દ ભરેલ ચીસો સંભળાય છે, શહેર પર કોઈ મોટી મુસીબત આવી પડેલ જોઈને શક્તિમાન તરત જ ઊડતાં ઊડતાં જે સ્થળેથી લોકોની ચીસો સંભળાઈ રહી હતી, ત્યાં આવી પહોંચે છે. એટલીવારમાં રામાનુજ પણ એ ઘટનાં સ્થળે આવી પહોંચે છે.

 ત્યાં જઈને શક્તિમાન જોવે છે કે કોઈ દાનવ કે જેનો પહેરવેશ એક સેનાપતિ જેવો છે, તે આખા શહેરમાં તબાહી મચાવી રહ્યો હતો, અને શહેરનાં માસૂમ અને નિર્દોષ માણસોને પોતાનો ભોગ બનાવી રહ્યો હતો. 

"કોણ છે તું..? શાં માટે આ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છો..?" શક્તિમાન ગુસ્સા સાથે પૂછે છે.

"મારું નામ છે "અષ્ટક" આ શહેર સાથે બદલો લેવાં માટે આવ્યો છું..હું એકપણ વ્યક્તિને જીવિત નહીં રાખીશ ખાસ તો તને અને રામાનુજને..!" પેલો દાનવ ગુસ્સામાં લાલચોળ થતાં થતાં બોલે છે.

"તારે વળી અમારી સાથે શું દુશ્મનાવટ છે ?" રામાનુજ અષ્ટકની સામે વિસ્મય ભરેલાં અવાજે પૂછે છે.

"જી ! તમે બનેવે ભેગા મળીને મારા પિતા "કષ્ટક" ને મોતને ઘાટ ઊતારી દીધેલ છે...એનો આજે હું બદલો લઈને જ જંપીશ..!" અષ્ટક અટ્ટહાસ્ય કરતાં કરતાં બોલે છે.

  ત્યારબાદ રામાનુજ, શક્તિમાન અને અષ્ટક વચ્ચે ભયંકર લડાઈ થાય છે, થોડીવાર બાદ એવો સમય આવી ગયો કે અષ્ટક શકિતમાન અને રામાનુજ પર ભારી પાડવા લાગ્યો, અષ્ટકને કેવી રીતે પરાસ્ત કરવો તેનાં વિશે શક્તિમાન અને રામાનુજ વિચારી રહ્યાં હતાં.

  બરાબર એ જ સમયે રામાનુજનાં તેજ મગજમાં કોઈ યુક્તિ સૂઝી આથી તેણે પોતાની કારની ડેકીમાં રાખી મુકેલ તલવાર, કે જે તેઓને પેલી ગુફામાં રહેલ ખજાના સાથે મળેલ હતી, તે તલવાર કાઢે છે, અને રામાનુજ તે તલવાર શક્તિમાન તરફ ફેંકતા બોલે છે.

"શક્તિમાન ! અષ્ટકનો નાશ કરવાં માટે આપણી પાસે આ સિવાય કોઈ જ વિકલ્પ નથી...આ તલવાર લઈને તેનું મસ્તક ઊડાવી દે…!" રામાનુજ શક્તિમાન તરફ પેલી પાણીદાર તલવાર ફેંકતા બોલે છે.

"હા ! તારી વાત સાચી છે..!" શક્તિમાન તલવાર ઝીલતા બોલે છે.

  ત્યારબાદ શક્તિમાન પેલી પાણીદાર પૌરાણિક તલવાર દ્વારા ઘડીનાં છઠ્ઠા ભાગમાં અષ્ટક કાંઈ વિચારે તે પહેલાં જ તેનું ધડથી માથું અલગ કરી નાખે છે...અને આ સાથે જ અષ્ટક જમીનદોસ્ત થઈ જાય છે...અને શહેર પર આવી પડેલ અષ્ટક નામની મુશ્કેલીમાંથી શહેર અને ત્યાંના લોકોને હેમખેમ બચાવવામાં શક્તિમાન અને રામાનુજને સફળતા મળી, આ સાથે જ તે બંનેને સમજાય ગયું કે તેઓને વર્ષો પહેલાં જે ખજાનો મળેલ હતો, તેમાંથી સાચો ખજાનો તો આ તલવાર જ હતી, જો હાલ આ તલવાર તેઓ પાસે નાં હોત...તો અત્યારે હાલ બીજી જ કોઈ પરિસ્થિતિ નિર્માણ પામી હોત.


Rate this content
Log in

Similar gujarati story from Drama