સાચી સંપત્તિ
સાચી સંપત્તિ
આજનો મનુષ્ય રૂપિયા કે પૈસા પાછળ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તે પૈસા કે રૂપિયા કમાવવામાં પોતાનું જીવન કે તેનો આનંદ પણ માણી શકતો નથી. પહેલાંના સમયમાં માણસ પાસે રૂપિયા નહોતો પણ લાખો રૂપિયા સમાન કિંમતી અને મૂલ્યવાન મિત્રો હતાં, જ્યારે આજનાં મનુષ્ય પાસે લાખો રૂપિયા છે પણ તેમની પાસે અંગત કોઈ સારા મિત્રો નથી. આ આજનાં સમયની નરી વાસ્તવિકતા છે.
સમય : સાંજના છ કલાક.
સ્થળ : વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
હોસ્પિટલનાં રિસેપશન એરિયામાં હિમાંશુ પોતાનાં લાડલા દીકરા હર્ષલને લોહીલુહાણ હાલમાં તેડીને દોડતાં દોડતાં આવે છે, આ સાથે જ તેની આજુબાજુમાં તેનાં સિક્યુરિટી ગાર્ડ, મેનેજરો અને તેનાં અન્ય કામદારોનો કાફલો પણ ત્યાં એકત્રિત થયેલો હતો. રિસેપ્શન એરિયામાં પહોંચાતાની સાથે જ હિમાંશુ "ડૉકટર સાહેબ ! ડૉકટર સાહેબ ! પ્લીઝ મારા દીકરાને બચાવી લો !" એવી જોશ જોશથી કાંપતા અવાજે બૂમો પાડે છે.
એટલીવારમાં હોસ્પિટલનાં સર્વન્ટ ફટાફટ ત્યાં સ્ટ્રેચર લઈને આવી પહોંચે છે. ત્યારબાદ હર્ષલને ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં લઈ તાત્કાલીક લઈ જવામાં આવે છે.
હર્ષલ હજુ માંડ પાંચેક વર્ષનો હશે, હજુ તો તેણે જાણે દુનિયાને સમજવાની શરૂઆત જ કરેલ હતી, દુનિયાનાં રીત - રિવાજો, પરંપરા, સબંધો વગેરે વિશે તેનાં કોરો માનસપટ્ટ પર હજુસુધી કોઈ જ અક્ષર ઘૂંટાયો જ ન હતો, એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી.
એ જ દિવસે
સમય : સાંજના 4 કલાક.
સ્થળ : હિમાંશુની ઓફિસ
હિમાંશુ જે.કે.સ્ટીલ કંપનીનો માલિક હતો, આજે માર્ચ એન્ડિંગ હોવાથી હિમાંશુ મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ ચકાસી રહ્યો હતો. બરાબર એ જ સમયે હિમાંશુનાં મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઊઠે છે. આથી હિમાંશુ ટેબલ પર રહેલ પોતાનો મોબાઈલ ફોન ઊઠાવીને ડિસ્પ્લે પર નજર કરે છે, તો ડિસ્પ્લે પર "સ્વીટ હોમ" એવું લખેલ આવ્યું હતું. આથી હિમાંશુ ખુશ થતાં થતાં કોલ રિસીવ કરે છે.
"હેલો ! પાપા..આજે શું છે ?" સામેની તરફથી હર્ષલ પોતાની કાલીઘેલી બોલીમાં પૂછે છે.
"કેમ બેટા શું થયું ?" હિમાંશુ હર્ષલને અચરજ સાથે પૂછે છે.
"પાપા ! આજે તમારા પ્રિન્સ હર્ષલનો જન્મ દિવસ છે, અને તમે મને નાની સાઈકલ ગિફ્ટમાં આપવાં માટે પ્રોમિસ કરી હતી...ભૂલી ગયાં ?" હર્ષલ હિમાંશુને યાદ કરાવતાં જણાવે છે.
"ના ! બેટા એ તો પાપા કામમાં થોડા બીઝી હોવાને લીધે તને કોલ નહોતા કરી શકયાં." હિમાંશુ સ્વબચાવ કરતાં કરતાં હર્ષલને જણાવે છે.
"એ જે હોય તે.. પણ સાંજે મારે સાઈકલ જોઈએ એટલે જોઈએ જ." હર્ષલ બાળજીદ પકડતાં હિમાંશુને જણાવે છે.
"હા ! શ્યોર હું સાંજે આવીશ ત્યારે તારા માટે સરસ મજાની સાઈકલ લઈને જ આવીશ...બસ બેટા ?" હિમાંશુ હર્ષલની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.
"થેન્ક યુ પાપા !" હર્ષલ હિમાંશુનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે.
આટલું બોલી હિમાંશુ કોલ ડિસ્કનેક્ટ કરી દે છે, અને પોતાનાં એક વિશ્વાસપાત્ર મેન્જેરને બજારમાં મોકલી એક સરસ મજાની સાઈકલ લઈ આવવા માટે આદેશ આપે છે, એકાદ કલાકમાં હિમાંશુનો મેનેજર સરસ મજાની સાઈકલ લઈને આવી પહોંચે છે, આથી હિમાંશુ મેનેજરને તે સાઈકલ પોતાની કારની ડેકીમાં રાખવાં માટે જણાવે છે, અને મેનજર હર્ષલ માટે લઈ આવેલ નાની સાયકલ કારની ડેકીમાં રાખી દે છે.
એ જ દિવસે સમય
સાંજના 5 : 30 કલાક
હિમાંશુ આજે પોતાનાં દીકરા હર્ષલનો જન્મદિવસ હોવાને લીધે પોતાનાં સિનિયર મેનેજરને પોતાની ગેરહાજરીમાં બધું જોઈ લેવાં માટે જણાવી પોતાનાં ઘરે જવાં માટે જે.કે.સ્ટીલ કંપનીમાંથી પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે. આ દરમ્યાન હર્ષલ તેમનાં બંગલાની ગેલેરીમાં ઊભાં રહીને તેનાં પાપા તેના માટે નવી સાઈકલ લઈને ક્યારે આવે તેની રાહ જોઈને ઊભો હતો. બરાબર એ જ સમયે હર્ષલની નજર તેનાં ઘર તરફ આવતી તેનાં પિતાની કાર પર પડી. આથી હિમાંશુની ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો, પોતાનાં પિતાને આવતાં જોઈને હર્ષલ "પાપા ! પાપા" એવી બૂમો પાડે છે, પરંતુ હિમાંશુ હર્ષલથી ઘણો દૂર હોવાને લીધે, અને કારનાં બધાં દરવાજા બંધ હોવાને લીધે હર્ષલ દ્વારા બોલાયેલાં શબ્દો માત્ર હવામાં જ રહી ગયાં.
આ જોઈ હર્ષલ પોતાની જાતને રોકી શકયો નહીં, આથી તે ગેલરીમાંથી નીચે ઉતરી ઘરનો દરવાજો ખોલી દોડીને તેનાં પિતા જે રસ્તે આવી રહ્યાં હતાં તે તરફ દોટ મૂકે છે.
"બેટા ! ત્યાં જ ઊભો રહેજે..!" હિમાંશુ કારમાંથી એક જોરથી બૂમ પાડે છે.
હિમાંશુ દ્વારા બોલાયેલાં શબ્દો જાણે હર્ષલનાં કાને પડ્યા જ ના હોય તેવી રીતે અને પોતાને આજે તેનાં પિતા દ્વારા ગિફ્ટમાં સાઈકલ મળવાની ખુશીને લીધે હર્ષલ તેની ધૂનમાં જ દોડતો રહ્યો.
બરાબર એ જ વખતે પૂરઝડપે આવી રહેલ કારે હર્ષલને હડફેટે લઈ લીધો, જેને લીધે હર્ષદ હવામાં ફંગોળાયને દૂર પડ્યો, આ જોઈ હિમાંશુનાં મગજે જાણે પળવાર માટે કામ કરવાનું બંધ કરી દીધું હોય તેવું હિમાંશુ અનુભવી રહ્યો હતો, ત્યારબાદ હિમાંશુ દોડીને હર્સલ પાસે જાય છે, બરાબર એ જ સમયે અકસ્માતમાં થયેલાં ઘડાકાને લીધે હિમાંશુની પત્ની શ્વેતા પર હેરાની સાથે પોતાનાં ઘરની બહાર નીકળે છે, પોતાનાં લાડકવાયા દીકરા હર્ષકને રોડ પર આવી લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતાં જોઈને, શ્વેતાબેનનાં તો જાણે ઘરેણાં જ મરી ગયાં હોય તેમ દુઃખ અને ઉદાસીભર્યા આવજે "હર્સલ..! હર્ષલ..!" એવી બૂમ પાડીને હિમાંશુ જ્યાં ઉભેલ હતો તે તરફ રડતાં રડતાં દોટ મૂકે છે. ત્યારબાદ શ્વેતાબેન લોહીલુહાણ હાલતમાં રહેલાં પોતાનાં દીકરા હર્ષલને ખોળામાં સૂવડાવી કારની પાછળની સીટમાં બેસી જાય છે, ત્યાતાબદ હિમાંશુ પોતાની કાર વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ તરફ દોડાવી મૂકે છે.
હિમાંશુ જ્યારે હર્ષલને હોસ્પિટલે લઈ જઈ રહ્યો હતો, ત્યારે "હર્ષલને ગિફટમાં આપેલ સાઈકલ પસંદ પડી કે નહીં એ પૂછવા માટે હિમાંશુને કોલ કરે છે. આથી હિમાંશુ તેનાં મેનેજરને આખી ઘટનાં વિશે સમજાવે છે, અને તાત્કાલિક વેદાંત હોસ્પિટલે આવી પહોંચવા માટે જણાવે છે.
હાલનાં સમયે
હિમાંશુ, શ્વેતા, તેનાં મેન્જેર ઈમરજન્સી ઓપરેશન થિયેટરની બહાર ચિંતાતુર હાલતમાં ઊભેલ હતાં. ઓપરેશન થીયેટરની બહાર દુઃખ, ચિંતા અને ઉદાસીભર્યું વાતાવરણ છવાય ગયેલ હતું. બરાબર એ જ સમયે ડૉ. અવિનાશ ત્યાં આવી પહોંચે છે, જે હર્ષલનું ઓપરેશન કરવાનાં હતાં, આથી હિમાંશુ ડૉ. અવિનાશને રસ્તામાં જ અધવચ્ચે અટકાવતાં પોતાનાં બે હાથ જોડીને આજીજી કરતાં જણાવે છે કે…
"સાહેબ ! મહેરબાની કરીને મારા કુળના દિપક કે મારા કુળના ચિરાગને બચાવી લેજો...રૂપિયા કે ખર્ચ વિશે તમે બિલકુલ બેફિકર રહેજો, તમે કહેશો તેટલાં હજારો, લાખો કે કરોડો રૂપિયા હું ચપટીભરમાં જ ચૂકવી દઈશ…!" પોતાનાં બાળકની ચિંતામાં અને પોતે અમીર હોવાનાં નશામાં ડૉ. અવિનાશને જણાવે છે.
"સી ! મિસ્ટર હિમાંશુ જો માત્ર રૂપિયાના જ જોરે વ્યક્તિનો જીવ બચાવી શકાતો હોતને તો આજે દુનિયામાં કોઈ જ અમીર વ્યક્તિનું મૃત્યુ જ ના થાય…અને રહી વાત તમારા પુત્ર હર્ષલને બચાવવાની તો હું મારાથી બનતાં તમામ પ્રયાસ કરી છૂટીશ, બાકી જેટલો ભરોસો મારા પર છે એટલો જ ભરોસો ઈશ્વર પર રાખજો...આવા કેસમાં દવા અને દુવા બંને કામ કરતાં હોય છે. માટે હું તમારા સંતાનની દવા ચાકરી કરીશ જ્યારે તમે બધાં ઈશ્વરને પ્રાર્થના કરજો." ખુબ જ ઓછા શબ્દોમાં ડૉ. અવિનાશ હિમાંશુને જીવનનો મોટો બોધ પાઠ આપી દીધેલ હતો. ડૉ.અવિનાશ દ્વારા બોલાયેલ એક એક શબ્દ હિમાશુંનાં હૃદયમાં સોંસરવાં ઉતરી ગયાં.
આટલું બોલી ડૉ. અવિનાશ ઓપરેશન થિયેટરમાં પ્રવેશે છે, જ્યારે આ બાજુ હિમાંશુ, શ્વેતા અને તેનાં મેનેજર મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવામાં વ્યસ્ત બની જાય છે. હિમાંશુ મનોમન વિચારી રહ્યો હતો કે, "પોતે રૂપિયા કમાવવાની ઘેલછામાં કે લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે તે હર્ષલને જરાપણ સમય આપી શક્યો ન હતો. જોત જોતામાં હર્ષલ કયારે પાંચ વર્ષનો થઈ ગયો તે ખ્યાલ જ ના રહ્યો. ત્રણ કલાક બાદ ડૉ. અવિનાશ ઓપરેશન થિયેટરની બહાર નીકળે છે. ડૉ. અવિનાશનાં ગંભીર ચહેરાને જોઈને શ્વેતાનો જીવ ખૂબ જ મૂંઝાય રહ્યો હતો, તેનું હૃદય કબૂતરની માફક ડરને લીધે ફફડી રહ્યું હતું.
"આઈ એમ રિયલી સોરી...વી ફુડ નોટ સેવ હર્ષલ...હર્ષલ ઈસ નો મોર..!" પોતાનાં ચહેરા પર રહેલ માસ્ક અને કેપ હટાવતા હટાવતા ડૉ. અવિનાશ જણાવે છે.
આ સાંભળતાની સાથે જ હિમાંશુ અને હર્ષલ દુઃખ અને આઘાતને લીધે "હર્ષલ….હર્ષલ...હર્ષલ…!" એવી જોર જોરથી દુઃખને લીધે બૂમ પાડી ઊઠે છે. હિમાંશુ અને શ્વેતાનાં આ વિલાપથી આખી હોસ્પિટલ જાણે ધ્રુજી ઊઠી હોય તેવું લાગી રહ્યું હતું. મેનેજર હિમાંશુ અને શ્વેતાને આશ્વાસન કે સાંત્વના આપે છે.
હર્ષલ સાથે આજે જે કાંઈ પણ થયું એના માટે હિમાંશુ પોતાની જાતને જ જવાબદાર ગણી રહ્યો હતો, હાલ હિમાંશુને પોતાની જાત પ્રેત્યે ધૃણા કે નફરત થઈ રહી હતી...તેને અફસોસ કે વસવસો એ બાબતનો હતો કે રૂપિયા કમાવવાની ઘેલછામાં તે પોતાનાં બાળક સાથે ક્વોલિટેટીવ સમય નહોતો વિતાવી શક્યો...પોતાની પાસે આજે લાખો કરડો રૂપિયા હોવા છતાંય તે રૂપિયા પોતાનાં વ્હાલાસોયા દીકરા હર્ષલનો જીવ બચાવવામાં અસમર્થ રહ્યાં હતાં, હાલ આ બધાં જ રૂપિયા હિમાંશુને મન માત્રને માત્ર કાગળની પસ્તી જ બની રહી ગયાં હોય તેવું હિમાંશુ અનુભવી રહ્યો હતો.
મિત્રો તમે અમીર હોવ તે ખૂબ જ સારી બાબત છે, અથવા અમીર બનાવની રેસમાં લાગેલ હોય તો એ બાબતનો ખાસ ધ્યાન રાખજો કે તમે તમારા પરિવાર માટે પણ ચોક્કસ સમય ફાળવી શકો... બાકી હિમાંશુની માફક લાખો કે કરોડો રૂપિયાનાં માલિક હોવાં છતાંય તમારી પાસે પછતાવો કે અફસોસ કરવાં સિવાય કોઈ જ વિકલ્પ રહેશે નહીં. બાકી આખી દુનિયાને પોતાની વીરતા દ્વારા જીતેલ અને અઢળક ધન, હીરા, મોતી, ઝવેરાત, મહોરનાં માલિક એવાં સિકંદરે પોતાની અંતિમ યાત્રામાં બધી જ સંપત્તિ રસ્તામાં વેરાવીને સંદેશ આપણે હતો કે તમારા રૂપિયા ધન દોલત પણ તમને કોઈ જ કામમાં આવશે નહીં. આ ઉપરાંત સિકંદરનાં મૃતદેહનાં બંને ખાલી હાથ ઉપર આકાશ તરફ ઈશારો કરીને માત્ર એટલું જ કહી રહ્યાં હતાં કે, "તમે ભલે અઢળક સંપત્તિના માલિક હોવ, પરંતુ છેલ્લે તો તમારે ખાલી હાથે જ આ દુનિયામાંથી વિદાય લેવી પડશે." - આ બાબતની ખુદ ઈતિહાસે સાક્ષી પુરાવેલ છે.
