Nayanaben Shah

Tragedy

3  

Nayanaben Shah

Tragedy

સાચી શ્રધ્ધાંજલિ

સાચી શ્રધ્ધાંજલિ

2 mins
214


સુરેશે વિચાર્યું ન હતું કે સૌ પ્રથમ કોરોનાનો ભોગ તેની પત્ની જ બનશે. સુરેશ વૈજ્ઞાનિક હતો.એનું સંશોધન પણ કોરોના રોગ પર જ ચાલી રહ્યું હતું. પ્રેમાળ પત્નીના મૃત્યુથી એ ભાંગી પડ્યો હતો. તેથી જ રાતદિવસ જોયા વગર એ રિસર્ચ કરતો જ રહ્યો. તેથી ગરીબોને પોતાના પૈસે દવાઓ તથા ઇન્જેકશન લાવી આપતો. પોલીસ કર્મચારીઓ રાતદિવસ જોયા વગર કામ કરતાં હતાં. એમના માટે ફળો તથા નાસ્તો માણસો મારફતે મોકલતો. નર્સો પણ સતત સેવામાં લાગી ગઇ હતી. ઘરે પોતાના વહાલસોયા બાળકોને મુકી ને. ડૉકટરો પણ સતત કામ કરતાં એમની પત્નીઓના ફોન ચિંતાતુર થઈ ને આવતા. મજુર વર્ગને તો રોજ કમાઇને રોજ ખાવાનું. બિચારા સાયકલ પર છુપાતા છુપાતા જતાં.

દરેકને પોતાના સ્વજનોનેે મળવાની આતુરતા હતી. ઝૂંપડપટ્ટીમાં તો કોઇને ત્યાં ચૂલા પણ સળગતાં ન હતાં. બાળકો ભૂખને કારણે રડી રહ્યા હતાં કોણ કોને મદદ કરે ? સુરેશે એના વિશ્ર્વાસુ માણસો મારફતે રસોડું ચાલુ કરાવ્યું. જોકે એ માંડ બેથી ત્રણ કલાક સૂતો. એની સાથે બીજાઓ પણ રિસર્ચમાં જોડાયેલા હતા. એનો તો એક જ ધ્યેય હતો ભલે મારી પત્ની મારાથી દૂર જતી રહી, પરંતુ મારા જેવી હાલત કોઇની પણ ના થાય.મારે મારી બુધ્ધિથી બને તેટલી લોકોની સેવા કરવી છે. પૈસાનો સદુપયોગ કરવા માટે તો બને તેટલા માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

સુરેશ તથા તેના સાથીઓ કોરોનાની રસી શોધવા તનતોડ મહેનત કરી રહ્યા હતાં. એ લોકોને ખાવાપીવાનું પણ યાદ રહેતુ ન હતું. આખરે એમની ટીમની મહેનત કામ લાગી. પરંતુ વધારે પડતી મહેનત તથા ઉજાગરાને કારણે થાક તથા અશક્તિને કારણે એ બેભાન થવાની તૈયારીમાં હતાે. પરંતુ એમના મોં પર સંતોષ હતો કે એમનેે સાચા અર્થમાં પ્રેમાળ પત્ની ને શ્રધ્ધાંજલિ આપી અને એને મળવા આતુર હોય એમ છેલ્લો શ્ર્વાસ આ પૃથ્વી પર સંતોષ સાથે છોડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy