રૂપા
રૂપા


પહાડ નીચે તળેટીના મેદાનોમાં બકરીઓ ચારતી રૂપાને ભાવસીએ ઘરેથી આવેલું ભાતું જમવા બૂમ પાડી, બકરીઓને બે આંગળીઓ વડે સીટી મારતી રૂપા ભાવસી પાસે બેસી ભોજન કરે છે, રૂપાના કુટુંબમાં એની અંધ મા સિવાય કોઈ હતું નહિ, આજે તો ભાવસીના ઘરેથી આવેલા ભાતામાં સરસ બાજરીનો રોટલો અને દહીં વઘારેલું હતું, પ્રકૃતિની ગોદમાં જમવાનો પણ એક લ્હાવો છે!
સમય વિતતો જાય છે, અને રૂપાની અંધ મા માંદગીને લીધે મૃત્યુ પામે છે, કેટલાક ગામના યુવાનો ભાવસી અને રૂપા ઉપર શક કરે છે, રૂપા ચિંતાગ્રસ્ત થઈ આત્મહત્યાના વિચારો કરે છે! ભાવસી તેને સમજાવે છે ;બંને વહેલી પરોઢે પાંચ વાગે સુમારે ગામ છોડી નીકળી પડે છે ત્યાંજ એક સાધુ ઉત્તમ પ્રિયદાસ નો ભેટો થતાં બંનેને આશ્વાસન આપે છે અને ગામ ભણી લઈ આવે છે...!