રૂમાલ
રૂમાલ
મલય હાથમાં રૂમાલ પકડી કમલને પૂછી રહ્યો, યાદ છે આપણી પહેલી મુલાકાત ?
મધ્યે એ પહેલાંનાં દિવસોની વાત યાદ કરી.
મેં તો તને જોઈ ત્યારથી જ હું તો તારો દિવાનો બની ગયેલો. તારી સાથે વાત કરવાનાં પ્રયત્નો કર્યા પરંતુ મેળ પડતો જ નહોતો. એવામાં મનાલીના બર્ફીલા પહાડો પર ટ્રેકિંગ કેમ્પમાં તને જોઈ આનંદ થયો. આ ટ્રીપમાં દિલની વાત જણાવીજ દઈશ એવું નક્કી કર્યું, છતાં હિંમત ચાલતી નહોતી. એવામાં તારા હાથમાંથી આ રૂમાલ પડી ગયો, તારી જાણ બહાર. સારું થયું હું પાછળ જ હતો, મેં રૂમાલ લઇ લીધો. તું એકલી હતી ત્યારે રૂમાલ આપતાં તારાં પહેરવાનો સ્પર્શ થતાંજ સહસા મેં દિલની વાત કહી અને તું શરમાય ગઈ.આપણાં પ્રેમની પ્રથમ મુલાકાતનો સાક્ષી છે આ રૂમાલ.