રૂમ નંબર પાંચ
રૂમ નંબર પાંચ
કોલેજના પહેલા વર્ષમાં મેં પ્રવેશ લીધો. હું સાવ સરળ અને નિખાલસ. હાઈસ્કૂલના વાતાવરણની અસર હજુ ઓછી થઈ ન હતી.
મુગ્ધાવસ્થાની ઉંમર, કોલેજનું વાતાવરણ, અસમંજસના ભાવ આવ્યા કરે. કોલેજમાં કોઈ જાણીતું સર્કલ નહીં એકલતા લાગે. અને એવા સમયે મારા ક્લાસમાં તેનો પ્રવેશ થયો.
સાહેબનું લેક્ચર ચાલુ હતું તેથી તે મારી બેંચ મા આવી બેસી ગઈ. આમેય મેં તેને જોઈ ત્યારથી દિલમાં વસી ગઈ હતી ખાસ કરીને તેની ભૂરી ભૂરી આંખો અને એ અલપ ઝલપ વાતોએ અમને ધીરે ધીરે મિત્રો બનાવી દીધા. અને અમારી મિત્રતા ગાઢ મિત્રતામા પરિણમી. અને તેણે મારા દિલમાં તેનું એક નિશ્ચિત સ્થાન બનાવી લીધુ.
મારી દિલોર્મિમાંથી તેના માટે કાવ્યમય શબ્દો નીકળવા લાગ્યા અને તેને કેન્દ્રમાં રાખીને કવિતા લખતો થઈ ગયો. તે બની ગઈ મારી પ્રેરણા મૂર્તિ. તે મારાથી પ્રભાવિત થતી ગઈ અને હું તેના પ્રેમમાં પાગલ.
અને તેણે મને એક ઉપનામ આપ્યું "પાગલ પ્રેમી"
અને અચાનક એક દિવસ તે તેના "પાગલ પ્રેમી" ને છોડીને ચાલી ગઈ. અને હું "પાગલ પ્રેમી" લખતો રહ્યો.... પાગલ ખાનાના રૂમ નંબર "5"માં !
