Sharad Trivedi

Tragedy Thriller

3  

Sharad Trivedi

Tragedy Thriller

રુચિકા અને પતંગ

રુચિકા અને પતંગ

1 min
244


ઉતરાયણના દિવસે ધાબા પર કરણની ફિરકી પકડીને ઊભેલી રુચિકા આકાશમાં ઉડતાં અસંખ્ય પતંગોને જોઈ રહી હતી. કરણ નો પતંગ આકાશમાં ઉંચે ઉડતો હતો. કરણ તેની ઇચ્છા મુજબ પતંગને નચાવતો હતો. ઘડીકમાં પતંગને ઊંચે લઈ જતો ઘડીકમાં નીચે લાવતો, ઘડીકમાં ઘુમરિયો ખવડાવતો. પતંગની દોર એના હાથમાં હતી, પતંગ તેનો ગુલામ હતો.

ફિરકી પકડીને ઊભેલી રુચિકા બધું જોઈ રહી હતી. અનાયાસે તેનાથી પોતાની સરખામણી પતંગ સાથે થઈ ગઈ. તેની દશા પણ પતંગ જેવી હતી, એની દોર પણ કરણના હાથમાં હતી. કરણ જેમ નચાવે તેમ નાચવાનું, કરણ કહે તો બેસવાનું, કરણ કહે તો ઉભા રહેવાનું, કરણ કહે તેટલું જ બોલવાનું, કરણ કહે તેટલું જ હસવાનું, કરણ પાણી પીવડાવે એટલું પીવાનું.


અચાનક કરણનો પતંગ કપાઈ ગયો. હવે પતંગ પર કરણનું કોઈ નિયંત્રણ ન હતું. આખું આકાશ એનું હતું. રુચિકાને થયું કાશ ! પોતે પતંગ હોત તો ! એ ફિરકી પર ઝડપથી દોરી વીંટવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy