રોંગ નંબર
રોંગ નંબર
એન્ડ્રોઇડ મોબાઈલ આવતા માણસનો પ્રેમ પણ એન્ડ્રોઇડ જેવો થઈ ગયો છે. આજકાલ સાચા પ્રેમનો અહેસાસ ભાગ્યે જ કોઈને થતો હશે.
પ્રેમ એ તો ખુશીનું સરનામું છે. એક એવો અહેસાસ છે. જે વધુ જીવવાની ઉમ્મીદો વધારે છે. એક એવો અહેસાસ છે, જે શબ્દો દ્વારા વ્યક્ત કરવો પણ અઘરો છે.
એક દિવસ પ્રિયાનાં મોબાઈલમાં કોઈની રીંગ વાગે છે. પ્રિયા તરત જ ફોન રિસિવ કરે છે. સામેથી એક અવાજ આવે છે, " હેલો, હું પ્રેમ. તું ક્યાં છે રોહન ?"
પ્રિયા આ સાંભળીને રીપ્લાય આપે છે, "સોરી, રોંગ નંબર છે."
પ્રિયાનો જવાબ સાંભળી પ્રેમ કહે છે, "આ તો મારાં મિત્ર રોહનનો નંબર છે. તમે કોણ છો ? પ્રિયા ગુસ્સેથી કહે છે, "પ્રિયા બોલું છું. અને આ નંબર મારો જ છે. " તમે ભૂલથી મારો નંબર લગાવી દીધો તો જરા જોઈને વાત કરો.
પ્રેમ કહે છે, "સોરી" આટલું કહીને ફોન મૂકી દે છે. પ્રેમ રોહનનો નંબર શોધવામાં વ્યસ્ત થઈ જાય છે. અને પ્રિયા તેના કામમાં..
બીજા દિવસે ફરીથી એ જ નંબર પરથી ફોન આવે છે. અને કહે છે, "રોહન, ક્યાં છે ? ફરીથી પ્રિયા કહે છે. "હું પ્રિયા, રોંગ નંબર. " ત્યારે પ્રેમ કહે છે ઓહ આજે પણ ફોન તમને લાગી ગયો... સોરી...... પણ એક વાત કહું પ્રિયાજી, તમારો અવાજ બહુ સુંદર છે. અહીથી બંનેની પ્રેમ કહાની શરૂ થાય છે.
રોંગ નંબર હવે રોજની આદતમાં બદલાઈ ગયો. પ્રિયા અને પ્રેમ બંને એકબીજાનાં ગાઢ પ્રેમમાં ખોવાઈ ગયા. ધીરે ધીરે મુલાકાતનો દોર શરૂ થયો. બંને કલાકો સુધી વાતો કરતાં. અને એકબીજામાં ખોવાયેલા રહેતા.
એક દિવસ પ્રિયા અને પ્રેમ બગીચામાં ઝાડ નીચે બેસેલા હોય છે. અને અચાનક જ પ્રેમના ફોનમાં કોઈનો મેસેજ આવે છે. અને પ્રિયા એ જોઈ છે. પ્રેમ ને પૂછે છે કે, "આ કોણ છે ?" પ્રેમ આમ તેમ વાત કરીને વાત છુપાવે છે.
ધીરે ધીરે બંનેનો પ્રેમ શકમાં ફેરવાય જાય છે. રોજ એક ને એક વાત પર લડાઈ-ઝઘડા થયા કરે છે. પ્રેમ પ્રિયાને વારંવાર જૂઠું બોલ્યા કરે છે. આ તમામ હરકતોથી પ્રિયા કંટાળી જાય છે. અને પ્રેમ અને પ્રિયાનાં રોંગ નંબર પરથી થયેલો પ્રેમ ફરીથી રોંગ નંબરમાં બદલાય છે.
આજનાં સમયમાં મોબાઈલ પ્રેમીઓ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા લોકો પ્રેમની પરિભાષા ભૂલી ચૂક્યા છે.
