રોજી
રોજી
શીર્ષક: 🎪 “રોજી”
(A Thrilling Love Story between Two Enemies)
સર્કસનો લાલ પરદો ખુલ્યો,આર્ક લેમ્પના પ્રકાશનો ચમકારો રિંગ પર પડ્યો. પ્રેકક્ષકો ના જીવ મા ટોનીની પીઠે બાંધેલા છરાની ચમક જોઈ તણાવ છવાઈ ગયો.
એક બાજુ હતો ટોની, આંખ પર કાળો પટ્ટો બાંધેલો, હાથમાં ચમકતો છરો.
બીજી બાજુ હતી મોની, પાતળા દોરડા પર ચાલતી, જાણે વાદળો પર પગ મુકતી દેવકન્યા. સામે એક મોટા બોલ પર ઉભા રહી રિવોલવિંગ બોર્ડ ઘુમાવી રહેલી સોની.
ત્રણેયના શ્વાસ એકબીજા પર ટકેલા. રોજના ખેલમા આજના ખેલ જુદો હતો. તણાવ નું કરણ હતી સોની, જેણે આજકાલ ટોની અને મોની,બંનેનાં દિલમાં દુશ્મનીનો દોરો કસ્યો હતો.
ટોની સર્કસનો “Blind Blade” તરીકે ઓળખાતો — આંખ બંધ કરીને છરો ફેંકવાની કળામાં તે અદ્વિતીય હતો.
લોકો કહેતા કે તેની આંખોમાં કોઇ જાદુઇ કેમેરા છે. કાતિલ નજર, એકવાર જુવે ને ઉડતા પંખી વિંધે.સાથે “The Skyline Girl” મોની પણ હતી,જે સાત ફૂટ ઊંચા દોરડા પર નૃત્ય કરતી, સંતુલનના દરેક શ્વાસ સાથે જીવતી.તેના પગલા નાજુક હતા, પણ ઇરાદા સ્ટીલના.
તે રોજ દોરડા પર નાચતી રહી સામે ફરતા બોર્ડ પર જતી. અને તે બોર્ડ પર ઉભી રહેતી.
નીચે એક મોટા લાકડા ના બોલ પર અંગ કસરત ના દાવ કરતી સોની તેના પગ થી આ બોર્ડ ઘુમાવતી. અને ટોની આ ફરતા બોર્ડ પર ઉભેલી મોની પર છરા ફેંકતો.
રોજના આવા શો મા આજે બંને વચ્ચેનો તણાવ એક ઝાટકા જેટલો જોખમી હતો.
કારણ ?
સોની.
સર્કસમા સ્ટ્રીપીઝના તેજસ્વી, દમદાર દાવ કરતી એ કલાકાર, ટોનીની પહેલી પસંદ . સોની, જે મોનીની ટેન્ટ પાર્ટનર, કરતા બેન જેવી સખી હતી. અને બંને વચ્ચે પાકી દોસ્તી, બે જીવ એક પ્રાણ.
આજે સવારે છરાના પ્રેક્ટિસ સેશન દરમિયાન સોની, ટોનીના છરાથી ઘાયલ થઈ.આ અકસ્માત હતો કે બદલો — કોઇ જાણતું નહીં.
પણ ત્યારથી મોનીએ કસમ ખાધી.
“ટોની જ્યાં હશે, હું તેનાથી દૂર રહીશ .”
પરંતુ,સર્કસના આજના નવા શોમાં સોની બાકાત હતી. માત્ર ટોની અને મોનીને સાથે પ્રદર્શન કરવાનું નક્કી થયું.
આજના શો'ના ટ્રેકમાં હતું એક જ દ્રશ્ય:
મોની દોરડા પર ચાલે અને ટોની આંખ બંધ કરીને તેના આસપાસ છરા ફેંકે.
શો કરતા પહેલા....
“મારો વિશ્વાસ રાખી શકીશ?” ટોનીએ પૂછ્યું.
મોની ગુસ્સામાં બોલી —
“વિશ્વાસ? અને તેય શું ખૂની લોકો પાસેથી મળે?, ટોની.ચૂપ ચાપ, તું તારું કામ કર.શો પતાવ મારે ઘાયલ સોનીની સારવાર કરવાની છે."
નીચે ટેન્ટની રિંગમા મ્યુઝીક અને લાઇટિંગના જોરે વાતાવરણમાં વીજળીજેવી ઉત્તેજના હતી.પગ ટેકવેલ દોરડું હચમચતું હતું, તે સાથે મોનીનો શ્વાસ પણ.
ટોનીના હાથમાં છરો ફર્યો — એક પછી એક — અને બધા છરા મોનીના વાળના અંત સુધી જઈ ઘસાઈ અટક્યા.
જ્યારે અંતિમ છરો ફેંક્યો, આંખ બંધ રાખીને ટોની બોલ્યો.
સાચવજે મોની “જો તું પડી ગઈ, તો હું દુનિયા કહેશ કે હું કાચો હતો .”
દોરડું હળવેથી ઝૂલ્યું, ટોનીનો છરો ચાલ્યો, પણ મોની દોરડા પર જ હતી. નીચે નહોતી પડી.
એણે ભીની આંખે કહ્યું, “ ટોની મારી ધારણા ખોટી હતી. તારી આંખની પટ્ટી ખોલ. આ મોની હવે તને સમર્પિત છે .”
શો સક્સેસ રહ્યો હતો.
તે રાતે સર્કસ પછી ડિનર સમયે સોનીએ મોનીને કહ્યું
“ટોનીના છરાએ મને ઘાયલ નથી કરી . તે મને બચાવવા આવ્યો હતો.હું મારો દાવ ચૂકી હતી , પગ નીચેથી બોલ ખસકી ગયો હતો, અને તેના હાથ ના છ રા ની ધાર વાગી હતી. "
મોનીને ખબર પડી કે તે ટોની માટે ખોટું વિચારતી હતી .
મોનીના હાથમાંથી સુપની ચમચી નીચે પડી ગઈ.તેને યાદ આવ્યું. સોનીએ એક બળેવના દિવસે કહ્યું હતું,ટોની તો મારો ભાઈ સમાન છે.
ક્ષણમા દુશ્મનીનો દોર તૂટી ગયો, હવે રોજ બરોજના જીવ સટો-સટના આવા દાવ, પછી, મોનીના દિલમાં પ્રેમની ધાર તીક્ષ્ણ બનતી જતી હતી .
આખરે એક રાતે, તે મોની ટોનીના ટેન્ટમાં પહોંચી. તે મૂંગો રહી છરા સાફ કરી રહ્યો હતો.એણે કહ્યું....
"ઓ મારા છરા ફેંક ટોની, શું તું મારા “દિલ પર લગાડેલો ઘા પણ સાફ કરી શકીશ?”
ટોનીના ચહેરા પર પહેલીવાર હાસ્ય દેખાયું.
તે દિવસ પછી, સર્ક્સમા શો માટે બંનેએ નવી એક્ટ તૈયાર કરી — “The Line of Love.”
દોરડા પર મોની ચાલતી અને ટોની તેની આસપાસ આગના સાથે છરા ફેંકતો.
પ્રેક્ષકોને ખબર ન હતી કે એ શું દાવ હતો.
જ્યારે ટોની છેલ્લો છરો ફેંકતો, તે સીધો મોનીના વાળમાંથી પસાર થતો અને પાછળના કાળા પડદામાં વાગતો.
મોની દોરડા પરથી છલાંગ મારી, સીધી ટોનીના હાથમાં આવી પડતી.
દુનિયાની નજરે ચમકતા આગ ઓકતા છરાઓ હવામાં ફરતા રહ્યાં. પરંતુ બંનેના શ્વાસનો લય એક થતો જતો હતો.
હવે દરેક શો વખતે ટોની ,મોનીને કાનમાં કહે છે ...મોની...
“છરા મારી કળા છે, પણ તું, મારી કમજોરી.”
અને મોની હસીને અચૂક કહેતી,....
ટોની“આ કમજોરી જીવે ત્યાં સુધી તારી ‘રોજી” રહેશે .”
હવે સર્કસમાં સોનીની બાંધેલી રાખડી સાથે “Blind Blade” અને “Skyline Girl” બંનેએ પોતાનો નવો શો શરૂ કર્યો.દોરડા અને છરાની વચ્ચે પ્રેમની ધાર પર ચાલતો એક દાવ.જ્યાં
દરેક દાવ એક ચુંબન જેટલો નાજુક અને તલવારના વાર જેવો જોખમી”

