રોહન
રોહન
રોહન હોસ્પિટલમાં એકલો પથારીમાં સૂતો છે. રોહનનાં પપ્પા દવા લેવા અને મમ્મી ઘરે ખીચડી બનાવવા ગયા છે.
રોહનને તો ખીચડી પણ નહીં ખવાય, આ તો બે દિવસથી રોહનના મમ્મી-પપ્પાએ ખાધું ન હોવાથી લતાબેન કમને ઘરે ગયા છે.
રોહન હવે આઈ.સી.યુ. થી બહાર આવી ગયો હોવાથી સુરેશભાઈ અને લતાબેન થોડાં ચિંતામુક્ત થયા.
રોહનને સારું લાગે છે, પણ આરામ કરવાનો હોવાથી પથારીમાં પડ્યો પડ્યો વિચારે ચઢી જાય છે. સુરેશભાઈને જોતાં જ રોહન પપ્પા...પપ્પા.... કરીને રડવા માંડે છે.
સુરેશભાઈ સાંત્વના આપીને હિંમત બંધાવે છે કે " જાગ્યા ત્યારથી સવાર".
લતાબેન પણ આવી ગયા. રોહનને વાત કરતો જોઈને હરખાય છે. રોહન રડતા-રડતા મમ્મીની માફી માંગે છે. લતાબેન કહે છે કે "તું બધું જ ભૂલી જા, તું ઘણાં દિવસો શાળાએ નહીં જઈ શકે, તો ઘરે જ અભ્યાસ કરજે".
" તારે અભ્યાસ કરવા માટે પહેલાં સ્વસ્થ થવું જરૂરી છે."
" તું આ વાર્ષિક પરીક્ષા પુરી થાય પછી, શાળામાં બધા વિદ્યાર્થીઓને જણાવજે કે બહારનું વધારે પડતું જમવું અને બર્ગર, મેગી, પીઝા, વગેરે શરીરને કેટલું નુકશાનકારક છે,
વળી, આપણી કમાણી પણ વિદેશમાં જતી રહે છે."
સુરેશભાઈ લતાબેનને સાથ આપતાં કહે છે કે " તું હોશિયાર વિદ્યાર્થી હોવાથી શાળામાં બધાને પ્રિય છે, તેથી વિદાય સમારંભમાં જ તારું વકત્વય ગોઠવ્યું છે. "
રોહન મમ્મી-પપ્પાનો પ્રેમ અને સહકાર અનુભવી રહ્યો. રોહન સતર વર્ષની વયે અલ્સરની બીમારીનો ભોગ બન્યો. રોહન મક્કમ નિર્ધાર કરે છે કે લીવર અને આંતરડા માટે પાચનને ઉત્તમ કરવું જ પડશે.
હું લીંબુ શરબત, શેરડીના રસ અને લીલાં નાળિયેર પાણીની અવેજીમાં લીધ્લાં બહારનાં કૃત્રિમ ઠંડા પીણાંનો ત્યાગ કરું છું.
હું બર્ગર મેગી પાસ્તા પીઝા વગેરેનો પણ સદંતર ત્યાગ કરું છું.
ડોક્ટરે પોતાના દર્દીનો આ સંકલ્પ સાંભળતા જ રોહનને તાળીઓથી વધાવી લીધો.
